Sunday, 12 November 2017

[2:04PM, 02/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
        શ્રીમદ ભગવદગીતા-૯૮-
                  અધ્યાય-૧૦-
                 વિભૂતિયોગ-૪

પરમાત્મા (શ્રીકૃષ્ણ-બ્રહ્મ-ઈશ્વર)ની  મુખ્ય-મુખ્ય વિભૂતિઓ કઈ કઈ છે ?

અથવા તો –

પરમાત્મા ક્યાં ક્યાં વિરાજેલા છે ? તો શ્રીકૃષ્ણ (પરમાત્મા-બ્રહ્મ) કહે છે-કે-

---પ્રત્યેક જીવમાં (પ્રાણીમાં) જે -આત્મા -છે –તે હું (પરમાત્મા) છું. અને -તે સર્વ જીવો (પ્રાણીઓ) નો  આદિ-મધ્ય અને અંત પણ હું છું.................(૨૦)

---બાર આદિત્યોમાં (અદિતિ ના બાર પુત્રો) માં- વિષ્ણુ   (વામન અવતાર)  હું છું.

   - તેજસ્વી વસ્તુઓમાં કિરણોવાળો સૂર્ય હું છું.

   -૪૯ –મરુદગણો માં (વાયુદેવતાઓ માં)- મરીચિ- હું છું.

   -આકાશમાંના નક્ષત્રો માં -ચંદ્ર -હું છું.......................................................(૨૧)

---વેદો માં- સામવેદ- હું છું.

   -દેવો માં –ઇન્દ્ર- હું છું.

   -ઇન્દ્રિયો માં –મન- હું છું.

   -સર્વ પ્રાણીઓ (જીવો) માં –ચેતના (જ્ઞાન) શક્તિ-હું છું..............................(૨૨)

---૧૧-રુદ્રોમાં –શંકર-હું છું.

   -યક્ષ-રાક્ષસો માં ધન નો સ્વામી –કુબેર-હું છું.

   -૮-વસુઓ માં –અગ્નિ- હું છું.

   -શિખરધારી સર્વ પર્વતો માં ઉચ્ચ –મેરુ પર્વત- હું છું.................................(૨૩)

---પુરોહિતો માં (ગુરુઓમાં) –બૃહસ્પતિ-હું છું.

   -સેનાપતિઓમાં –કાર્તિક સ્વામી-હું છું.

   -જળાશયોમાં –સમુદ્ર-હું છું.

   -સિદ્ધ મહર્ષિઓમાં –ભૃગુઋષિ-હું છું.

   -વાણી માં (ધ્વનિમાં) એકાક્ષર – ॐ કાર –હું છું.

   -સર્વ પ્રકાર ના યજ્ઞો માં –જપયજ્ઞ-હું છું.

   -અચળ વસ્તુઓ માં- હિમાલય- હું છું.....................................................(૨૪-૨૫)

---સર્વ વૃક્ષો માં –પીપળો-હું છું.

   -દેવર્ષિ ઓમાં –નારદ-હું છું.

   -ગંધર્વોમાં –ચિત્રરથ-હું છું.

   -સિદ્ધો માં –કપિલમુનિ –હું છું.

   -અશ્વો માં (ઘોડાઓમાં) –ઉચ્ચૈશ્રવા-અશ્વ હું છું,

   -હાથી ઓમાં –ઐરાવત- હાથી હું છું.

   -મનુષ્યોમાં-રાજા-હું છું...........................................................................(૨૬-૨૭)

---આયુધોમાં (શસ્ત્રોમાં) –વજ્ર-હું છું.

   -ગાયોમાં –કામધેનું-હું છું.

   -પ્રજા ને ઉત્પન્ન કરનાર માં-મદન-હું છું.

   -સર્પોમાં-વાસુકિ- હું છું.

   -નાગો માં-નાગરાજ અનંત (શેષ)-હું છું.

   -જળદેવતાઓમાં-વરુણ-હું છું.

   -પિતૃગણોમાં (પિતૃ દેવતાઓમાં) –અર્યમા-હું છું.

   -નિયંત્રકો (નિયમન કરનારા) માં-યમ-હું છું...............................................(૨૮-૨૯)

---દૈત્યો માં –પ્રહલાદ-હું છું.

   -કાળ ની (સમયની) ગણત્રી કરનારાઓમાં –કાળ-હું છું.

   -પશુઓ માં –સિંહ- અને પક્ષીઓમાં-ગરુડ- હું છું..............................................(૩૦)

---પવિત્ર કરનારી વસ્તુઓમાં –વાયુ-હું છું.

   -શસ્ત્રધરોમાં –રામ-હું છું.

   -મત્સ્યોમાં-મકર-હું છું અને

   -નદીઓમાં –ભાગીરથી  (ગંગા હું છું..............................................................(૩૧)

 

🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌳
[2:04PM, 02/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
           શ્રીમદ ભગવદગીતા-૯૯-
                     અધ્યાય-૧૦-
                    વિભૂતિયોગ-૫

 ---સૃષ્ટિઓનો –આદિ-મધ્ય-અંત-હું છું.

   -વિદ્યાઓમાં –બ્રહ્મ વિદ્યા (અધ્યાત્મવિદ્યા)-હું છું.

   -‘તત્વ-નિર્ણય’ ને જાણવાની ઈચ્છા થી કરવા માં આવતો –વાદ-હું છું.

   -અક્ષરો માં –અ-કાર-હું છું.અને સમાસો માં –દ્વંદ-નામનો સમાસ હું છું.

   -સર્વ ને (કીડી થી લઈને બ્રહ્મદેવને) ગ્રસનાર-મહાકાળ-હું છું...........(૩૨-૩૩)

---સર્વ નો સંહાર કરનાર –મૃત્યુ –હું છું 

   -ભવિષ્ય માં થનારાં પ્રાણીઓ નું ઉત્પત્તિ અને ઉન્નતિનો-હેતુ-હું છું.

   -સ્ત્રી જાતિ ની સાત શક્તિ ઓ
   કીર્તિ,લક્ષ્મી,વાણી,સ્મૃતિ,બુદ્ધિ,ધૃતિ,ધૈર્ય,ક્ષમા-હું   છું....(૩૪)




---સામવેદ માં નો-બૃહ્ત્સામ-હું છું.

   -છંદોમાં –ગાયત્રી છંદ-હું છું.

   -મહિનાઓમાં-માર્ગશીર્ષ-માસ હું છું

   -ઋતુઓમાં –વસંત ઋતુ-હું છું...........................................................................(૩૫)


---છળ કરનારાઓમાં –જુગાર-હું છું.

   -પ્રભાવશાળી પુરુષોનો-પ્રભાવ-હું છું.

   -જીતનારાઓ નો –વિજય-હું છું.

   -નિશ્ચય કરનારાઓનો-નિશ્ચય-હું છું.

   -સાત્વિક પુરુષોનો-સાત્વિક ભાવ-હું છું.

   -યાદવો માં-વાસુદેવ-હું છું.

   -પાંડવો માં –ધનંજય ( (અર્જુન) હું છું.

   -મુનિઓ માં –વેદવ્યાસ-હું છું

   -કવિઓ માં –ઉશના- હું છું. (ઉશના=શુક્રાચાર્ય-કે જે વારુણી કવિ નો પુત્ર હતો)..........(૩૬-૩૭)



---દમન કરનારાઓમાં –દંડ-હું છું.

   -જય મેળવવાની ઈચ્છા રાખનારાઓ ની –નીતિ-હું છું.

   -ગુપ્ત (ગુહ્ય) રાખવા યોગ્ય ભાવો માં-મૌન-હું છું.

   -જ્ઞાનવાનોનું -તત્વજ્ઞાન-હું છું...............................................................................(૩૮)


જેવી રીતે સમુદ્ર પરનાં તરંગો ની ગણત્રી ક્યારેય થઇ શકે નહિ-તેવી રીતે

પરમાત્મા ની ગુણ-વિશેષ વિભૂતિઓ ની ગણત્રી કદી પણ થઇ શકતી નથી.

આવી વસ્તુ સ્થિતિ હોવાં છતાં અહીં મુખ્ય-મુખ્ય પંચોતેર (૭૫) વિભૂતિઓ બતાવી છે.

બાકી પરમાત્મા સિવાય હોઈ શકે એવાં જગત માં ચરાચર પ્રાણીઓ કોઇ જ નથી.

પરમાત્મા ની દિવ્ય વિભૂતિઓ નો અંત નથી...............................................................(૩૯-૪૦)


ટૂંક માં જે જે વસ્તુ-ઐશ્વર્યયુક્ત,શોભાયુક્ત અથવા કોઈ પણ પ્રભાવ થી યુક્ત હોય-

તે તે પરમાત્મા ના “તેજ ના અંશ” માંથી ઉત્પન્ન થયેલી છે...............................................(૪૧)


પૂર્ણ પરમાત્મા એ આ સંપૂર્ણ જગત ને પોતાની “યોગમાયા” ના “અંશમાત્ર” થી ધારણ કરી ને

સ્થિત થયેલા છે-માટે તે પરમાત્મા ને જ “તત્વ” થી જાણવા જોઈએ.................................(૪૨)


અધ્યાય-૧૦-વિભૂતિયોગ-સમાપ્ત

🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[10:19PM, 02/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
        શ્રીમદ ભગવદગીતા-૯૮-
                  અધ્યાય-૧૦-
                 વિભૂતિયોગ-૪

પરમાત્મા (શ્રીકૃષ્ણ-બ્રહ્મ-ઈશ્વર)ની  મુખ્ય-મુખ્ય વિભૂતિઓ કઈ કઈ છે ?

અથવા તો –

પરમાત્મા ક્યાં ક્યાં વિરાજેલા છે ? તો શ્રીકૃષ્ણ (પરમાત્મા-બ્રહ્મ) કહે છે-કે-

---પ્રત્યેક જીવમાં (પ્રાણીમાં) જે -આત્મા -છે –તે હું (પરમાત્મા) છું. અને -તે સર્વ જીવો (પ્રાણીઓ) નો  આદિ-મધ્ય અને અંત પણ હું છું.................(૨૦)

---બાર આદિત્યોમાં (અદિતિ ના બાર પુત્રો) માં- વિષ્ણુ   (વામન અવતાર)  હું છું.

   - તેજસ્વી વસ્તુઓમાં કિરણોવાળો સૂર્ય હું છું.

   -૪૯ –મરુદગણો માં (વાયુદેવતાઓ માં)- મરીચિ- હું છું.

   -આકાશમાંના નક્ષત્રો માં -ચંદ્ર -હું છું.......................................................(૨૧)

---વેદો માં- સામવેદ- હું છું.

   -દેવો માં –ઇન્દ્ર- હું છું.

   -ઇન્દ્રિયો માં –મન- હું છું.

   -સર્વ પ્રાણીઓ (જીવો) માં –ચેતના (જ્ઞાન) શક્તિ-હું છું..............................(૨૨)

---૧૧-રુદ્રોમાં –શંકર-હું છું.

   -યક્ષ-રાક્ષસો માં ધન નો સ્વામી –કુબેર-હું છું.

   -૮-વસુઓ માં –અગ્નિ- હું છું.

   -શિખરધારી સર્વ પર્વતો માં ઉચ્ચ –મેરુ પર્વત- હું છું.................................(૨૩)

---પુરોહિતો માં (ગુરુઓમાં) –બૃહસ્પતિ-હું છું.

   -સેનાપતિઓમાં –કાર્તિક સ્વામી-હું છું.

   -જળાશયોમાં –સમુદ્ર-હું છું.

   -સિદ્ધ મહર્ષિઓમાં –ભૃગુઋષિ-હું છું.

   -વાણી માં (ધ્વનિમાં) એકાક્ષર – ॐ કાર –હું છું.

   -સર્વ પ્રકાર ના યજ્ઞો માં –જપયજ્ઞ-હું છું.

   -અચળ વસ્તુઓ માં- હિમાલય- હું છું.....................................................(૨૪-૨૫)

---સર્વ વૃક્ષો માં –પીપળો-હું છું.

   -દેવર્ષિ ઓમાં –નારદ-હું છું.

   -ગંધર્વોમાં –ચિત્રરથ-હું છું.

   -સિદ્ધો માં –કપિલમુનિ –હું છું.

   -અશ્વો માં (ઘોડાઓમાં) –ઉચ્ચૈશ્રવા-અશ્વ હું છું,

   -હાથી ઓમાં –ઐરાવત- હાથી હું છું.

   -મનુષ્યોમાં-રાજા-હું છું...........................................................................(૨૬-૨૭)

---આયુધોમાં (શસ્ત્રોમાં) –વજ્ર-હું છું.

   -ગાયોમાં –કામધેનું-હું છું.

   -પ્રજા ને ઉત્પન્ન કરનાર માં-મદન-હું છું.

   -સર્પોમાં-વાસુકિ- હું છું.

   -નાગો માં-નાગરાજ અનંત (શેષ)-હું છું.

   -જળદેવતાઓમાં-વરુણ-હું છું.

   -પિતૃગણોમાં (પિતૃ દેવતાઓમાં) –અર્યમા-હું છું.

   -નિયંત્રકો (નિયમન કરનારા) માં-યમ-હું છું...............................................(૨૮-૨૯)

---દૈત્યો માં –પ્રહલાદ-હું છું.

   -કાળ ની (સમયની) ગણત્રી કરનારાઓમાં –કાળ-હું છું.

   -પશુઓ માં –સિંહ- અને પક્ષીઓમાં-ગરુડ- હું છું..............................................(૩૦)

---પવિત્ર કરનારી વસ્તુઓમાં –વાયુ-હું છું.

   -શસ્ત્રધરોમાં –રામ-હું છું.

   -મત્સ્યોમાં-મકર-હું છું અને

   -નદીઓમાં –ભાગીરથી  (ગંગા હું છું..............................................................(૩૧)

 

🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌳
[10:19PM, 02/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
           શ્રીમદ ભગવદગીતા-૯૯-
                     અધ્યાય-૧૦-
                    વિભૂતિયોગ-૫

 ---સૃષ્ટિઓનો –આદિ-મધ્ય-અંત-હું છું.

   -વિદ્યાઓમાં –બ્રહ્મ વિદ્યા (અધ્યાત્મવિદ્યા)-હું છું.

   -‘તત્વ-નિર્ણય’ ને જાણવાની ઈચ્છા થી કરવા માં આવતો –વાદ-હું છું.

   -અક્ષરો માં –અ-કાર-હું છું.અને સમાસો માં –દ્વંદ-નામનો સમાસ હું છું.

   -સર્વ ને (કીડી થી લઈને બ્રહ્મદેવને) ગ્રસનાર-મહાકાળ-હું છું...........(૩૨-૩૩)

---સર્વ નો સંહાર કરનાર –મૃત્યુ –હું છું 

   -ભવિષ્ય માં થનારાં પ્રાણીઓ નું ઉત્પત્તિ અને ઉન્નતિનો-હેતુ-હું છું.

   -સ્ત્રી જાતિ ની સાત શક્તિ ઓ
   કીર્તિ,લક્ષ્મી,વાણી,સ્મૃતિ,બુદ્ધિ,ધૃતિ,ધૈર્ય,ક્ષમા-હું   છું....(૩૪)




---સામવેદ માં નો-બૃહ્ત્સામ-હું છું.

   -છંદોમાં –ગાયત્રી છંદ-હું છું.

   -મહિનાઓમાં-માર્ગશીર્ષ-માસ હું છું

   -ઋતુઓમાં –વસંત ઋતુ-હું છું...........................................................................(૩૫)


---છળ કરનારાઓમાં –જુગાર-હું છું.

   -પ્રભાવશાળી પુરુષોનો-પ્રભાવ-હું છું.

   -જીતનારાઓ નો –વિજય-હું છું.

   -નિશ્ચય કરનારાઓનો-નિશ્ચય-હું છું.

   -સાત્વિક પુરુષોનો-સાત્વિક ભાવ-હું છું.

   -યાદવો માં-વાસુદેવ-હું છું.

   -પાંડવો માં –ધનંજય ( (અર્જુન) હું છું.

   -મુનિઓ માં –વેદવ્યાસ-હું છું

   -કવિઓ માં –ઉશના- હું છું. (ઉશના=શુક્રાચાર્ય-કે જે વારુણી કવિ નો પુત્ર હતો)..........(૩૬-૩૭)



---દમન કરનારાઓમાં –દંડ-હું છું.

   -જય મેળવવાની ઈચ્છા રાખનારાઓ ની –નીતિ-હું છું.

   -ગુપ્ત (ગુહ્ય) રાખવા યોગ્ય ભાવો માં-મૌન-હું છું.

   -જ્ઞાનવાનોનું -તત્વજ્ઞાન-હું છું...............................................................................(૩૮)


જેવી રીતે સમુદ્ર પરનાં તરંગો ની ગણત્રી ક્યારેય થઇ શકે નહિ-તેવી રીતે

પરમાત્મા ની ગુણ-વિશેષ વિભૂતિઓ ની ગણત્રી કદી પણ થઇ શકતી નથી.

આવી વસ્તુ સ્થિતિ હોવાં છતાં અહીં મુખ્ય-મુખ્ય પંચોતેર (૭૫) વિભૂતિઓ બતાવી છે.

બાકી પરમાત્મા સિવાય હોઈ શકે એવાં જગત માં ચરાચર પ્રાણીઓ કોઇ જ નથી.

પરમાત્મા ની દિવ્ય વિભૂતિઓ નો અંત નથી...............................................................(૩૯-૪૦)


ટૂંક માં જે જે વસ્તુ-ઐશ્વર્યયુક્ત,શોભાયુક્ત અથવા કોઈ પણ પ્રભાવ થી યુક્ત હોય-

તે તે પરમાત્મા ના “તેજ ના અંશ” માંથી ઉત્પન્ન થયેલી છે...............................................(૪૧)


પૂર્ણ પરમાત્મા એ આ સંપૂર્ણ જગત ને પોતાની “યોગમાયા” ના “અંશમાત્ર” થી ધારણ કરી ને

સ્થિત થયેલા છે-માટે તે પરમાત્મા ને જ “તત્વ” થી જાણવા જોઈએ.................................(૪૨)


અધ્યાય-૧૦-વિભૂતિયોગ-સમાપ્ત

🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[10:37PM, 07/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
        શ્રીમદ ભગવદગીતા-૧૦૮-
              અધ્યાય-૧૩-
            ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૨

         ક્ષેત્ર (શરીર)  જે તત્વો નું બનેલું છે-તે એક એક તત્વ નાં લક્ષણો અનેતે તત્વ ના વિકારો,વિષે-જ્ઞાનેશ્વરે વિગત થી વર્ણન કર્યું છે,આગળ બતાવ્યું તેમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ નું જ્ઞાન તે  “જ્ઞાન” છે.અને હવે -આ જ્ઞાન જેને થયું હોય (જેના હૃદય માં જ્ઞાન ની પ્રાપ્તિ થઇ હોય) –તેવા મનુષ્ય નાં લક્ષણો વિષે નું વર્ણન છે.

     જેમ-વૃક્ષો ની પ્રફુલ્લતાથી -વસંત ઋતુ નો પ્રારંભ થયો છે-એમ સમજાય છે-તેમ-ઇન્દ્રિયોના આચરણ પરથી-તે મનુષ્ય ને–“જ્ઞાન-પ્રાપ્તિ થઇ છે”-એમ સમજાય છે.


--માન ની ઈચ્છા નો લોપ (નાશ) (પોતાનાં વખાણ જેને બોજા જેવાં લાગે છે)

--દામ્ભિકતા નો અભાવ  (જે દંભ કરતો નથી)

--અહિંસા (જીવ માત્ર ને કોઈ પણ રીતે-શરીર થી કે મનથી- સતાવતો નથી)

--ક્ષમા ભાવ (શાંત રહી –કોઈ પણ જીવે કરેલા અપકૃત્ય પ્રત્યે ક્ષમાભાવ)

--સરળતા (મન અને વાણી જેની સરળ છે)

--આચાર્યોપાસન (શ્રદ્ધા અને ભક્તિ સહિત સદગુરૂ ની સેવા-કે-જેનાથી અહમ મુક્ત થયો છે તે)

--અંતર્બાહ્ય પવિત્રતા (વિકારો નો નાશ –તે અંદર ની શુદ્ધિ-શરીર ની શુદ્ધિ- તે બહાર ની શુદ્ધિ)

--સ્થિરતા (ઇન્દ્રિયો પર વિષય-વિકાર ના તરંગો અથડાય –પણ જેનું મન સ્થિર રહે છે-તે)

--આત્મ સંયમ (ઇન્દ્રિયો નો નિગ્રહ)

--વિષયો માં વિરક્તિ (વિષયો-પરત્યે વૈરાગ્ય –અનાસક્તિ)

--અહંતા નો અભાવ (જેનામાં લેશમાત્ર અહમ નથી તે)

--જન્મ,મૃત્યુ,જરા (વૃદ્ધત્વ) અને વ્યાધિ ને –તે શરીર ના દોષો જ છે-તે રીતે જોવું તે

--સર્વત્ર ઉદાસીનતા (મારું કશું નથી-સર્વ પરમાત્મા નું જ છે-તેમ સમજીને સર્વ સાથે ઉદાસીન વર્તન)

--સ્ત્રી,પુત્ર,ઘર –વગેરેમાં અનાશક્તિ

--ઇષ્ટ કે અનિષ્ટ ની પ્રાપ્તિ થાય તો પણ મન અવિચળ રહે છે-તે-

--પરમાત્મા માં અનન્ય (ભાવયુક્ત-નિર્દોષ) ભક્તિ-

--એકાંતવાસ પર પ્રેમ અને લોકસમુદાય માં રહેવા પ્રત્યે અપ્રીતિ છે-તે-

--અધ્યાત્મ જ્ઞાન માં નિમગ્ન (આત્મ અને અનાત્મ –વસ્તુ જાણી શકાય તે અધ્યાત્મજ્ઞાન)

--પારમાર્થિક (પરમ અર્થ=પરમાત્મા) જ્ઞાન નો જે ને સાક્ષાત્કાર થયો છે-તે-


ઉપરનાં જે લક્ષણો બતાવ્યાં છે-તે જ્ઞાન ની પ્રાપ્તિ કરાવી આપનારાં છે.એટલા માટે તેને “જ્ઞાન” ની સંજ્ઞા પ્રાપ્ત થઇ છે .(જેને “જ્ઞાન” તરીકે કહેવામાં આવે છે)અને આ લક્ષણો થી વિરુદ્ધ (વિપરીત) છે-તે (માન-દંભ-હિંસા-વગેરે)“અજ્ઞાન”  છે...(૮ થી ૧૨)

      ઉપરનાં જે જ્ઞાની ઓ નાં લક્ષણો છે-તે એક એક લક્ષણનું વિસ્તૃતતા થી અનેતેનાથી વિરુદ્ધ જે અજ્ઞાનીઓના લક્ષણો છે તેનું પણ વિસ્તૃતતાથી વર્ણન કર્યું છે.

       જ્ઞાન ના વિષે કહ્યા પછી શ્રીકૃષ્ણ હવે જ્ઞેય વિષે કહે છે.
જ્ઞેય –એટલે કે –જે જાણવા યોગ્ય છે તે (બ્રહ્મ-પરમાત્મા)-કે જેને જાણવાથી મોક્ષ મળે છે.
અનાદિ (જેને આદિ-પ્રારંભ- નથી તે) –સર્વોત્કૃષ્ટ બ્રહ્મ  (પરમાત્મા) નું –સત કે અસત્- એવા શબ્દો થી વર્ણન થઇ શકે નહિ.....(૧૩)

🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌿
[10:37PM, 07/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
        શ્રીમદ ભગવદગીતા-૧૦૯
                  અધ્યાય-૧૩-
            ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૩

        જ્ઞેય એટલે પરમાત્મ-વસ્તુ,  (જે જાણવા યોગ્ય છે તે)તેને જ્ઞેય કહેવાનું કારણ એટલું જ છે-કે-
તે જ્ઞાન (બ્રહ્મજ્ઞાન) સિવાય બીજા કોઈ પણ ઉપાય થી પ્રાપ્ત થઇ શકે તેમ નથી.અને તે (જ્ઞેય) જાણવામાં આવી ગયા પછી મુમુક્ષુ (મોક્ષ ઇચ્છનાર મનુષ્ય) ને –કોઈ પણ પ્રકારનું કર્તવ્યકરવાનું બાકી રહેતું નથી,કારણકે તેનું જ્ઞાન  (બ્રહ્મજ્ઞાન) જ તેને તદ્રુપતામાં લઇ જાય છે.અને તે પરમાનંદ માં નિમગ્ન થાય છે.

      આ જ્ઞેય (પરમાત્મ વસ્તુ-બ્રહ્મ) એવું છે-કે-જેને કોઈ આદિ (પ્રારંભ) નથી. તે “બ્રહ્મ” ને-

“તે નથી” એમ કહી શકાતું નથી-કારણ-–તે વિશ્વરૂપે દ્રષ્ટિગોચર થયા કરે છે.(વિશ્વરૂપે આંખથી દેખાય છે)

“તે છે” એમ પણ કહી શકાતું નથી.કારણ કે જો વિશ્વરૂપે જે દેખાય છે-તે વિશ્વ જ પરબ્રહ્મ છે-
એમ કહેવામાં આવે તો-તે સત્ય નથી,કેમકે વિશ્વ એ તો “માયા” છે.તેને (બ્રહ્મને) રૂપ,વર્ણ કે આકાર નથી, તે આંખ થી કોઈને દેખાતું નથી, તો પછી વિશ્વ-કે જે આંખ થી દેખાય છે-તેને “તે છે” એમ કેમ કહી શકાય ?.

      આમ “બ્રહ્મ” ને “તે છે” (સત્) –કે- “તે નથી”  (અસત્) –એમ શબ્દો થી-કહી શકાતું નથી. અને એ કારણ થી જ તેના વિષે -વેદો ની વાણી મૂક (મૂંગી) થઇ છે.

     હવે પછી ના શ્લોક માં કહે છે-કે-
“ આ જગતમાં તેને (બ્રહ્મ-પરમાત્મા-ને) સર્વ બાજુએ હાથ તથા પગ છે,સર્વ બાજુએ આંખો,મસ્તકો,મુખો અને કાનો છે. તે સર્વત્ર વ્યાપક છે”.....(૧૪)

     પરમાત્મા ના “વ્યાપક-તત્વ” ને સમજાવવા માટે જ –અહીં તેને અવયવો વાળો (આંખ,નાક કાન વગેરે)બતાવ્યો છે. પણ હકીકત માં બ્રહ્મ (પરમાત્મા) નિરાકાર હોવાથી –તેને અવયવો હોવા સંભવ નથી.આ રીતે બ્રહ્મ નો વ્યાપક-ભાવ બતાવવા –બ્રહ્મ નું આવું અવયવ વાળું –બતાવવું  શા માટે હશે?

આવો કોઈ ને પ્રશ્ન થાય તો- તેનો જવાબ –એ- છે-કે-

      જે પ્રમાણે-હિસાબ (એકાઉન્ટીંગ) કરતી વખતે-શૂન્ય બતાવવા માટે વર્તુળઆકૃતિ (૦-મીંડું)કાઢવામાં આવે છેએટલે કે આંકડા નો કોઈ આકાર લખી ને બતાવવો પડે છે-તે પ્રમાણે-અદ્વૈત (એક) કે જે નિરાકાર છે-તેનું સ્પષ્ટીકરણ કરવા માટે દ્વૈત (બે) કે જે આકારવાળું છે.તેનો સ્વીકાર કરી ને જ –તેનું સ્પષ્ટીકરણ કરવું પડે છે.

      સદગુરુઓ,શિષ્ય ને યથાર્થ બોધ આપવા માટે જ –પરમાત્મા ના વ્યાપક સ્વરૂપ ને –દ્વૈત રૂપે-
અવયવો (આકાર) વાળું બતાવે છે.અને પછી અદ્વૈત ના વિષે સમજાવે છે.

જો સર્વ મનુષ્યો-અદ્વૈત ને સીધું જ- સમજી જાય તો-ગુરૂ-શિષ્ય ના સંપ્રદાયો બંધ પડી જાય. દ્વૈત અને અદ્વૈત ના ભાષણોની સમાપ્તિ થઇ જાય.અને એટલા માટે જશ્રુતિ એ પણ દ્વૈત (પરમાત્મા ના સાકાર) વિષય નું સ્પષ્ટીકરણ કરી ને જ –અદ્વૈત (એક- નિરાકાર -પરમાત્મા) નું પ્રતિપાદન કરવાનો –રાજમાર્ગ શરુ કર્યો છે-અપનાવ્યો છે.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[2:14PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌿🌿
            શ્રીમદ ભગવદગીતા-૧૧૬-
                અધ્યાય-૧૪-
              ગુણત્રય વિભાગ યોગ-૨

          ગુણો નાં –સત્વ,રજસ અને તમસ એવાં નામો છે-અને તે પ્રકૃતિ માંથી (માયામાંથી) ઉત્પન્ન થયેલા છે.(સત્વ=ઉત્તમ, રજસ=મધ્યમ અને તમસ=કનિષ્ઠ  કહેવાય છે.)
આ ગુણો જીવાત્મા ને કેવી રીતે અને કેવું બંધન કરે છે-તે હવે પછી ના ત્રણ શ્લોક માં કહ્યું છે.

     જયારે આત્મા શરીર માં (ક્ષેત્રમાં) પ્રવેશ કરે છે,અને તે પછી જો જીવ ને -શરીર ની મમતા કે“આ દેહ મારો છે” કે “હું” એવું અભિમાન (અહમ) આવતું નથી ત્યાં સુધી કોઈ બંધન નથી.પણ સત્વ-ગુણ ના સપાટા માં આવી ગયા પછી-મનુષ્ય “હું જ્ઞાની છું” એવી બૂમો મારે છે,અને

    “મારા જેવો કોઈ બીજો જ્ઞાની નથી” તેવો દંભ આચરે છે. અને આ કારણથી –આત્મજ્ઞાન થી પ્રાપ્ત થતાસુખથી વંછિત થઇ જાય છે.પ્રવૃત્તિ માં તેને બાહ્યજ્ઞાનથી સુખ મળે છે-જે ટૂંક સમય માટે જ હોય છે.આવી રીતે-સત્વગુણ-જીવાત્મા ને સુખ તથા જ્ઞાન નું બંધન લગાડીને પોતાના કાબુ માં કરે છે..(૬)

      રજોગુણ ના સપાટામાં જયારે મનુષ્ય આવે છે-ત્યારે તેને કામનાઓ-નો નાદ લાગે છે,મન ની “ઇચ્છાઓ” પવન ની જેમ અહીં તહીં ફરવા લાગે છે.દુઃખદાયક વિષયો પણ તેને સુખદાયક લાગે છે.અને ઇન્દ્ર ના જેટલી સુખની પ્રાપ્તિ થાય તો પણ તેનેતૃપ્તિ થતી નથી. હંમેશાં વિચારે છે-કે-મારી પાસેનું દ્રવ્ય આજે પૂરું થઇ જશે તો –આવતી કાલે મારી શું દશા થશે ?- અને એવા ભયથી જે –તૃષ્ણા ના બળથી નવા નવા ધંધાઓ –ઉદ્યોગો કરે છે.

       થોડા પૈસા આવી ને કદાચ સુખી થાય તો પછી,સ્વર્ગ ની પ્રાપ્તિ ના ધાંધીયા માં લાગી જાય છે.પુણ્ય કમાવા –યજ્ઞો,વ્રતો દાનો વગેરે કરે છે.આવી રીતે તે મનુષ્ય (રજોગુણી મનુષ્ય) સંસાર અને સ્વર્ગ પ્રાપ્તિ માટે,અગ્નિ માં ભૂસકો મારવા માટે પણ આગળ પાછળ જોતો નથી, અને તૃષ્ણા ના સપાટા માં સપડાતાં –વ્યવહાર રૂપી-સાંકળ ને પોતાના ગળામાં બાંધી લે છે. એટલે કે રજોગુણ આમ –જીવાત્મા ને –વ્યવહાર રૂપી બંધન લગાડે છે .......(૭)

      તમોગુણ ના સપાટા માં જયારે મનુષ્ય આવે છે-ત્યારે તેની વ્યવહાર વિષયક દૃષ્ટિ પણ મંદ થાય છે.નિંદ્રા,આળસ અને પ્રમાદ –આ ત્રણ પાસો વડે-તમોગુણ –જીવાત્મા ને બાંધે છે...............(૮)

      જેવી રીતે ઉનાળો અને ચોમાસું વીતી ગયા પછી,ટાઢ પાડવા માંડતા-આકાશ માં શીતળતા પ્રસરી રહે છે-
તેવી રીતે-

--રજોગુણ અને તમોગુણ –કરતાં-સત્વગુણ અધિક વધે છે-ત્યારે “હું સુખી છું” એમ તે    જીવાત્મા ના  મુખેથી બોલાવે છે.

--સત્વગુણ અને રજોગુણ-કરતાં –તમોગુણ અધિક વધે છે-ત્યારે જીવાત્મામાં આળસ-પ્રમાદ- વધે છે.

--સત્વગુણ અને તમોગુણ –કરતાં-રજોગુણ અધિક વધે છે-ત્યારે જીવાત્માને કર્મ સિવાય બીજું કંઈસારું દેખાતું નથી.........................(૯-૧૦)


હવે પછી ના પાંચ શ્લોક માં (૧૧ થી ૧૫)
સત્વગુણ,રજોગુણ, અને તમોગુણ ની જયારે  દેહમાં વૃદ્ધિ થાય છે-ત્યારે તે મનુષ્ય નાં લક્ષણો કેવાં હોય છે ?તેના વિષે વર્ણન કર્યું છે.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:14PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
           શ્રીમદ ભગવદગીતા-૧૧૭-
              અધ્યાય-૧૪-
              ગુણત્રય વિભાગ યોગ-૩

           જે પ્રમાણે-વસંત ઋતુ માં ફૂલોની સુગંધી ચારે તરફ પ્રસરે છે-તે પ્રમાણે-જયારે સત્વગુણ આ દેહ માં વૃદ્ધિ પામે છે-ત્યારે-

--તે જીવાત્મા નું જ્ઞાન અંતર માંથી છલાછલ થઈને બહાર નીકળવા માંડે છે.

--તેની સર્વ ઇન્દ્રિયોમાં વિવેક પ્રસરી રહેલો હોય છે. સત્કર્મ કયાં? અને દુષ્કર્મ કયાં? તે ઇન્દ્રિયો જ જાણી જાય છે.એને વિચાર કરવાની પણ આવશ્યકતા રહેતી નથી.જેમકે-બોલવા જેવું ન હોય તેવું ભાષણ જીભ બોલતી નથી,કાન ને  જે ના સાંભળવા જેવું હોય તે સાંભળતા જ નથી અને આંખ ને જે ના જોવા જેવું હોય તે જોતી જ નથી.

--જે પ્રમાણે –અંધકાર દીવા પાસે આવી શકતો નથી-તે પ્રમાણે-નિષિદ્ધ વ્યવહારો –તે જીવાત્મા ની ઇન્દ્રિયો ની નજીક આવતા જ નથી.

--સર્વ વાસનાનો લોપ (નાશ) થતાં,તેનું મન પ્રવૃત્તિ માર્ગ પર જતું નથી,તેના મન ને વિષયો નો કંટાળો આવે છે. તેની બધી વૃત્તિઓ જ્ઞાન માં જ વિકાસ પામે છે.

--મૃત્યુ બાદ આવા મનુષ્યો ને બ્રહ્મ-લોક (બ્રહ્મદેવ ના લોક) ની પ્રાપ્તિ થાય છે.જયારે રજોગુણ આ દેહમાં વૃદ્ધિ પામે છે-ત્યારે-

--તેની સર્વ ઇન્દ્રિયો સ્વછંદતાપૂર્વક વિષયો તરફ દોડતી હોય છે.જેમ બકરી તેને ફાવે ત્યાં ચરે છે-તેમ તે પોતાની ઈચ્છા પ્રમાણે ભોગ ભોગવે છે.

--તેનો લોભ એટલો વધે છે-કે-જે વસ્તુ તેના સપાટામાં ન આવી હોય તે જ માત્ર તેનાથી બચી જાય છે.

--ગમે તેવો ઉદ્યોગ તેની સામે આવે-તો તે કરવામાં તે પાછી પાની  કરતો નથી.

--કોઈ એકાદ ભવ્ય મંદિર બંધાવવું,યજ્ઞ કરવો,તળાવ-કુવા બાંધવા,બાગો બનાવવા- વગેરે અગાધ કૃત્યો ને તે પોતાના હાથ માં લે છે.

--તેના મન કરતાં તેની ઈચ્છા ની દોડ આગળ હોય છે. અને તેની પ્રવૃત્તિ ને માટે સકળ વિશ્વ પૂરુ પડતું નથી.

--મૃત્યુ બાદ આવા લોકો કર્મો માં આસક્ત જનો માં જન્મે છે.જયારે તમોગુણ આ દેહમાં વૃદ્ધિ પામે છે-ત્યારે-

--તેને વિવેક હોતો નથી, તેને કામ કરવું ગમતું નથી,અને ઉદ્યોગ નો સદા માટે કંટાળો હોય છે.

--તેનામાં આળસ,પ્રમાદ અને મોહ-મુખ્ય હોય છે.

--મૃત્યુ બાદ આવા લોકો પશુ-ઈત્યાદી મૂઢ યોનિ માં જન્મે છે..................(૧૧ થી ૧૫)

એમ કહેવાય છે-કે-

--સત્વગુણ નું ફળ-સાત્વિક અને નિર્મળ હોય છે.સત્વગુણ થી જ્ઞાન ઉત્પન્ન થાય છે.અને દેવયોનિ મળે છે.

--રજોગુણ નું ફળ દુઃખ છે.રજોગુણ માંથી લોભ ઉત્પન્ન થાય છે.અને તેને મનુષ્યયોનિ મળે છે.

--તમોગુણ નું ફળ અજ્ઞાન છે.તમોગુણ થી અજ્ઞાન પેદા થાય છે.અને તેને પશુયોનિ મળે છે.(૧૬-૧૭-૧૮)


પણ.............

જીવાત્મા ને જયારે “જ્ઞાન”નો બોધ થાય છે (જયારે જ્ઞાન નો ઉદય થાય છે)-ત્યારે-તે જાણી જાય છે-કે-

“ગુણો (સત્વ,રજસ,તમસ) થી ચૈતન્ય (આત્મા-પરમાત્મા) ભિન્ન (જુદા) છે.અને તે “ગુણાતીત” બને છે.


જે પ્રમાણે નટ (નાટક નો કલાકાર) જયારે સ્ત્રીનો પાઠ ભજવે-ત્યારે તે સ્ત્રી ના “ગુણો” માં ફસાતો નથી,એટલે કે તે પોતાના  પુરુષત્વ ને ભૂલતો નથી, અથવા-તો-જે પ્રમાણે “આકાશ” માં ત્રણ ઋતુઓ  (શિયાળો,ઉનાળો,ચોમાસું) આવે અને જાય પણ તેનાથી તે અલિપ્ત છે-

તે પ્રમાણે-

તે જીવાત્મા –પોતાના “સ્વ-રૂપ” માં જ “સત્ય-બુદ્ધિ” ને રાખીને-તે ગુણો (સત્વ,રજસ,તમસ) ને જુએ છે.

ગુણો માં (સત્વ,રજસ,તમસ) વર્તતો હોવાં છતાં- તે “ગુણાતીત” રહીને “આત્મસ્વ-રૂપ” માં રત હોય છે.પણ તેનો “સ્વ-રૂપ વિષયક અહંકાર” કાયમ જ હોય છે,અને તે –સ્થળેથી (સ્વરૂપવિષયક અહંકારથી)  નિરીક્ષણ કરીને તે કહે છે-કે- “હું કર્મ નો કર્તા નથી,હું માત્ર સાક્ષીભૂત છું, સર્વ ક્રિયાઓને -ગુણ (સત્વ,રજસ,તમસ) ઉત્પન્ન કરે છે.”આત્મા (પરમાત્મા) ની –તો માત્ર “સત્તા” છે-કે જે “સત્તા” થી સર્વ “કર્મો” થાય છે, “ગુણો” વૃદ્ધિ પામે છે.અને આ “ગુણો” નો નાશ થયા પછી જે-બાકી રહે છે-તે “આત્મ-તત્વ” જ છે.

      બીજી રીતે કહીએ –તો- આત્મ-તત્વ ના પ્રકાશ થી જ “ગુણો” દૃષ્ટિગોચર (દેખાય) છે.અને આ “જ્ઞાન” જે જીવાત્મા ના હૃદય માં ઉદય પામે છે-તે “ગુણાતીત”(ગુણો થી પર) છે......(૧૯) 
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
       શ્રીમદ ભગવદગીતા-૧૧૦-
                  અધ્યાય-૧૩-
            ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૪

         આંખો દ્વારા દેખાતા આકારોમાં –જ્ઞેય (બ્રહ્મ) કેવી રીતે વ્યાપક છે ? તો કહે છે-કે-

જેવી રીતે પોલાણ માં આકાશ ભરેલું છે,અથવા તો-દોરાઓ,વસ્ત્ર માં વસ્ત્ર-રૂપે થઇ ને રહે છે-તેવી રીતે –બ્રહ્મ –આ વિશ્વ માં રહેલ છે.તેજ (પ્રકાશ) –જે પ્રમાણે –દીવામાં દીવા રૂપે રહે છે, સુગંધ –જે પ્રમાણે ફુલ માં ફુલ રૂપે રહે છે, તે પ્રમાણે જ્ઞેય બ્રહ્મ –આ સર્વ જગતનું આદિ કારણ હોઈ –સર્વ માં મૂર્તિમાન (આંખોથી) દેખાય છે.

       બીજી રીતે કહીએ તો –આંખથી ફુલ રૂપે પરમાત્મા ની અદભૂત કારીગીરી દેખાય છે, ફૂલમાં જુદા જુદા રંગ ભરી ને મનોહર બનાવનાર કોઈક તો છે જ.વળી,એમ પણ કહી શકાય કે- ફુલ માં જે સુગંધ છુપાયેલી છે-
અને જે સુગંધ આંખો થી જોઈ શકાતી નથી,તે સુગંધ રૂપે પરમાત્મા તેમાં છુપાયેલા છે.

     હવે આ જ ઉદાહરણ ને સહેજ આગળ લઇ જઈએ તો-

      ફૂલ નો નાશ થતાં –પરમાત્મા નો નાશ થાય છે-એમ કહી શકાય નહિ.જેવી રીતે ઘડા ના આકાર ને કારણે ઘડા માં નું આકાશ  (ઘટાકાશ) ગોળ દેખાય છે. તે ઘડાની ઉપાધિ (માયા) ને લીધે છે,
પણ જો ઘડો ફૂટી જાય તો તે ઘડા માં ના આકાશ નો નાશ થતો નથી.

       આ જ પ્રમાણે બ્રહ્મ (પરમાત્મા) માયા ની ઉપાધિ ને લીધે, વિશ્વમય થાય છે, એવું દેખાય છે, પણમાયા માં તેનું અસ્તિત્વ હોતું નથી. તે બ્રહ્મ, ઇન્દ્રિયો (મન વગેરે) ના જેવું, અને ગુણો (સત્વ,રજ,તમસ) ના જેવું બન્યું હોય તેવો ભાસ થાય છે.પરંતુ જેમ ગોળ ની મીઠાશ ગોળ ના આકાર માં નથી, તેમ-
ઇન્દ્રિયો (મન વગેરે) અને ગુણો (સત્વ,રજ,તમસ) –એ બ્રહ્મ નો આકાર નથી.

       જે પ્રમાણે દૂધ ની અવસ્થામાં ઘી, દૂધ ના આકારે હોય છે,પરંતુ ઘી –એ દૂધ નથી.એ પ્રમાણે, બ્રહ્મ વિશ્વમાં ભરેલો છે.

      સોનાના જુદા જુદા આકાર ને ભલે હાર,વીંટી વગેરે નામ આપીએ –બાકી તે છે તો સોનું જ....તે જ રીતે બહુ સ્પષ્ટ રીતે સમજવાનું છે-કે-

    બ્રહ્મ એ ઇન્દ્રિયો (મન વગેરે) અને ગુણો  (સત્વ,રજ,તમસ) થી જુદો છે.નામ,રૂપ,જાતિ,ક્રિયા,ભેદ-આ બધી સંજ્ઞા ઓ “આકાર” ને છે-બ્રહ્મ (નિરાકાર) ને નહિ.તે બ્રહ્મ કદી ગુણ કે ઇન્દ્રિય થતો નથી કે તેમની સાથે તેને કોઈ સંબંધ નથી.
પણ ગુણો જ તેના માં ભાસે છે,
આ કારણ થી જ અજ્ઞાનીઓ એમ સમજે છે-કે-એ ગુણો બ્રહ્મ માં જ રહેલા છે, પરંતુ જેમ ભિખારી, સ્વપ્ન ની અંદર રાજા બની રાજ્ય નો ઉપભોગ લે છે,તે મિથ્યા છે –તે જ રીતે –નિર્ગુણ બ્રહ્મનો-ગુણ નો ઉપભોગ-તે ભ્રાંતિ-માત્ર છે.(મિથ્યા છે-ખોટું છે).માટે જ બ્રહ્મ ગુણો (સત્વ,રજ,તમસ) નો સંગ કરે છે-કે-ગુણો નો ઉપભોગ કરે છે-એમ કહેવું ઉચિત (યોગ્ય) નથી......(૧૫)


🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
        શ્રીમદ ભગવદગીતા-૧૧૧-
               અધ્યાય-૧૩-             
              ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૫

           જે પ્રમાણે-અગ્નિ ના અંગારા –ભિન્ન ભિન્ન અને અનેક આકારના હોય,પણ તેમના માં રહેલીઉષ્ણતા (ઉનાશ) તો એક જ છે,તે પ્રમાણે ચરાચર જીવો માં –એક જ અવિનાશી,બ્રહ્મ સૂક્ષ્મ રૂપે વ્યાપ્ત છે. (તે- જ જ્ઞેય છે)તે બ્રહ્મ શરીર ની અંદર પણ છે-અને શરીર ની બહાર પણ છે.દૂર છે અને નજીક પણ છે.તે બ્રહ્મ –સર્વવ્યાપક અને પરિપૂર્ણ છે,

 ચાર પ્રકારના (જરાયુજ,અંડજ,સ્વેદજ,ઉદ્ભિજ્જ) જુદા જુદા જીવો માં તેની અખંડ વ્યાપ્તિ છે. જેમ-હજારો જુદા જુદા ઘડાઓ માં ચંદ્રનું પ્રતિબિંબ જુદું જુદું દેખાય છે,પણ તેમાં જેમ ભેદ નથી,તેમ બ્રહ્મ સર્વ માં છે......(૧૬)

      તે બ્રહ્મ-“આકાશ” ની જેમ પરિપૂર્ણ છે, તેના કદી પણ ભાગ પડેલા નથી.-પણ- ચરાચર પ્રાણીઓ માં તે વિભકત (ભાગ પડેલું) (આત્મા રૂપે) હોય તેમ ભિન્ન ભિન્ન દેખાય છે.

જેવી રીતે-

--બાલ્યાવસ્થા,તરુણાવસ્થા અને વૃદ્ધાવસ્થા-ને એક-જ શરીર આધારભૂત છે,

--સવાર,બપોર અને સાંજ –એ ત્રણ સમય પસાર થાય પણ આકાશ ને તેનાથી કોઈ ફરક પડતો નથી


તેવી રીતે-

--સૃષ્ટિ ના ઉત્પત્તિ સમયે –જેને- આપણે- બ્રહ્મદેવ -કહીએ છીએ,

--સ્થિતિ ના સમયે-સર્વ નું પોષણ કરનાર ને-વિષ્ણુ- કહીએ છીએ,

--લય (નાશ) ના સમયે –જેને –આપણે રુદ્ર (મહેશ) -કહીએ છીએ,

--અને ઉપરનાં ત્રણે કાર્યો (ઉત્પત્તિ,સ્થિતિ,લય) -જયારે સમાપ્ત થાય છે-ત્યારે જે “શૂન્ય” હોય છે   તેને આપણે –“પ્રકૃતિ” -કહીએ છીએ.

--આ પ્રકૃતિ રૂપ “શૂન્ય” નો પણ જે નાશ કરે છે-તેને “મહાશૂન્ય” કહ્યું છે.

   (શ્રુતિ એ વર્ણન કર્યા મુજબ) –આ “મહાશૂન્ય” –તે જ આપણું “જ્ઞેય”-બ્રહ્મ છે......(૧૭)


તે બ્રહ્મ “પ્રકાશો નો પણ પ્રકાશ” એટલે કે-સૂર્યપ્રકાશ –કે જે-સમસ્ત જગતને પ્રકાશ આપે છે-

તેનો પણ પ્રકાશ છે.(અર્થાંત-તે સૂર્ય ને પણ પ્રકાશ આપે છે!!!!)

તે અંધકાર (અજ્ઞાન રૂપી અંધકાર)  ની પેલી (બીજી) બાજુએ છે-એમ કહેવાય છે.


તે બ્રહ્મ (પરમાત્મા) જ “જ્ઞાન” છે,

તે જ “જ્ઞેય” છે.

તે જ “જ્ઞાન”થી પ્રાપ્ત કરવા યોગ્ય છે, અનેતે જ સર્વ ના હૃદય માં રહેલો (વિદ્યમાન) છે.આ રીતે –ક્ષેત્ર,ક્ષેત્રજ્ઞ –જ્ઞાન અને જ્ઞેય વિષે સ્પષ્ટતા કરી.જેને જાણવાથી, જ્ઞાની ભક્ત,પરમાત્મા ના સ્વરૂપ માં મળી જાય છે (તદ્રુપ થાય છે).....(૧૮-૧૯)

  અત્યાર સુધી માં------“સર્વત્ર આત્મા (પરમાત્મા) છે”આ વાતનું સ્પષ્ટીકરણ કરવા માટે –એક જ બ્રહ્મ ના ચાર વિભાગ કરી બતાવ્યા.(ક્ષેત્ર,ક્ષેત્રજ્ઞ,જ્ઞાન,જ્ઞેય)
આટલું કર્યા પછી પણ અર્જુન ને બ્રહ્મ સ્પષ્ટ રીતે જાણવામાં ના આવ્યું-એટલે હવે –એક બ્રહ્મ ના ચાર ભાગ ને બદલે-અને-તે બ્રહ્મ એક જ છે એવું પણ ના માનતાં-અર્જુન ને આ વસ્તુ સમજાવવા માટે હવે–

શ્રીકૃષ્ણ-

તે –બ્રહ્મ-ના બે ભાગ કરે છે. –પુરુષ અને પ્રકૃતિ.(આત્મા અને અનાત્મા ).

પુરુષ અને પ્રકૃતિ નું જેમાં વર્ણન છે-તે માર્ગ ને “સાંખ્ય માર્ગ” પણ કહે છે.અને જે સાંખ્યમાર્ગ નું પૂર્ણ પણે વર્ણન કરવા “કપિલ અવતાર” થયો હતો.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
          શ્રીમદ ભગવદગીતા-૧૧૨-
                     અધ્યાય-૧૩-
              ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૬

         પુરુષ (બ્રહ્મ) અને પ્રકૃતિ (માયા) –એ બંને અનાદિ  (આરંભ નું મૂળ તત્વ) છે. -જેમ છાયા (પડછાયો) એ સ્વરૂપ નથી-પણ તે છાયા સ્વરૂપ ની સાથે જ લાગેલી હોય છે, -કે-

-જેમ બીજ વાવ્યા પછી-દાણો અને ફોતરાં ની ઉત્પત્તિ એક સાથે જ થાય છે-તેમ પુરુષ અને પ્રકૃતિ –એ બંનેનું જોડું અનાદિ-સિદ્ધ અને સુપ્રસિદ્ધ છે.

બહુ સરળતાથી સમજવા માટે –

આગળ જે ક્ષેત્ર (ખેતર) કહ્યું –તે સર્વ ની “પ્રકૃતિ: સમજવી –અને-જેને ક્ષેત્રજ્ઞ કહ્યો-તેને “પુરુષ” સમજવો.

     નામો જુદા જુદા છે-પણ એ નામો દ્વારા –જેનું નિરૂપણ (વર્ણન) કરવાનું છે-તે વસ્તુ ભિન્ન (જુદી) નથી. જેની સત્તા નો કદી નાશ નથી, તેને “પુરુષ” કહે છે. અને જેની સત્તા-ના યોગથી –જે જે –“ક્રિયા”ઓ થાય છે-તેને “પ્રકૃતિ” કહે છે.

     વિકારો (મન,બુદ્ધિ,ઇન્દ્રિયો-વગેરે) અને ગુણો (સત્વ,રજ,તમસ) –એ પ્રકૃતિ માંથી ઉપજે છે. અને તે વિકારો અને ગુણો ના દ્વારા કર્મો થતા રહે છે.....(૨૦)

        પ્રકૃતિ માં -સહુ પ્રથમ ઈચ્છા,ઈચ્છા માંથી બુદ્ધિ અને બુદ્ધિ માંથીઅહંકાર ઉત્પન્ન થાય છે.બુદ્ધિ-ફળપ્રાપ્તિ માટે ઇન્દ્રિયોને પોતપોતાનાં કર્મ માં પ્રવૃત કરે છે. આમ-ફળપ્રાપ્તિ માટે જે ઉપાય (કર્મ) કરવામાં આવે છે-તેને “કાર્ય” કહે છે.

       આ રીતે –ઉપર બતાવ્યા મુજબ-પ્રકૃતિ જ પ્રબળ ઈચ્છા ની સહાય થી બુદ્ધિ ને જાગ્રત કરી, તેના (બુદ્ધિના) દ્વારા સર્વ વ્યવહાર કરાવે છે. માટે-કાર્ય,કર્તૃત્વ અને કારણ-એ ત્રિપુટી નું મૂળ પ્રકૃતિ જ છે.અને આમ આ ત્રણે ભેગાં થતાં-પ્રકૃતિ “ક્રિયારૂપ” થાય છે.
હવે –તે-પ્રકૃતિ માં –જે- ગુણ (સત્વ,રજસ,તમસ) ની વધારે પ્રબળતા હોય –તે ગુણ પ્રમાણે -તે –પ્રકૃતિ-ક્રિયા –કરે છે.

 --જે કર્મ –સત્વગુણ-માંથી ઉપજે છે-તેને -સત્કર્મ-કહે છે.

--જે કર્મ –રજોગુણ –માંથી ઉપજે છે-તેને-મધ્યમ-કે-કામ્ય-કર્મ કહે છે.

--જે કર્મ –તમોગુણ-માંથી ઉપજે છે-તેને-નિષિદ્ધ-(ધર્મ વિરુદ્ધ)-કર્મ કહે છે.

       આ પ્રમાણે-પ્રકૃતિ (માં) થી જ –સારાં અને ખરાબ (માઠાં) કર્મો ઉત્પન્ન થાય છે. અને તે કર્મો દ્વારા –સુખ-દુઃખ-થાય છે.

--સારાં કર્મો (સત્કર્મો) થી સુખ પેદા થાય છે-અને

--ખરાબ (માઠાં) કર્મો થી દુઃખ  પેદા થાય છે.


      અને શરીર માં રહેલો પુરુષ (આત્મા-પરમાત્મા) આ સુખ-દુઃખ ને ભોગવે છે.જ્યાં સુધી પ્રકૃતિ –વ્યાપાર કરે છે-ત્યાં સુધી-સુખ-દુઃખ ઉત્પન્ન થતાં રહે છે-અને પુરુષ –તે ભોગવે છે. (ભોગવવાં પડે છે)..........(૨૧)

કેવું આશ્ચર્ય?!!.....કેવો ચમત્કાર ?!!!!

--કે સ્ત્રી (પ્રકૃતિ) રળે છે (કમાય છે) અને પુરુષ (પરમાત્મા-બ્રહ્મ) સ્વસ્થ બેસી ને ખાય છે.

--સ્ત્રી (પ્રકૃતિ) અને પુરુષ (બ્રહ્મ-પરમાત્મા) નો કદી સંબંધ પણ થતો નથી,અને-

  તો પણ સ્ત્રી (પ્રકૃતિ) માંથી જગત ઉત્પન્ન થાય છે !!!!!!

 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
          શ્રીમદ ભગવદગીતા-૧૧૩
                    અધ્યાય-૧૩-
              ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૭

          જે “બ્રહ્મ” નિરાકાર –એકલો અને ઉદાસીન છે.જે જગતની અતિવૃદ્ધ વસ્તુ થી પણ અતિવૃદ્ધ છે. તેનું બીજું નામ (ઉપનામ) “પુરુષ”  છે.બાકી વસ્તુત (સાચી રીતે) –તે-બ્રહ્મ,---પુરુષ-સ્ત્રી-કે નપુંસક છે---તે –નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી.
તે-બ્રહ્મ-ને આંખ,નાક,કાન,હાથ,પગ,રૂપ,વર્ણ કે નામ –વગેરે કશું પણ નથી. અનેતે-બ્રહ્મ-જ –પ્રકૃતિ નો સ્વામી છે.તે સુખ-દુઃખ નો ભોક્તા છે.અને અભોક્તા પણ છે.કારણ કે તે અકર્તા (કર્મો નો નહિ કરનાર) અને ઉદાસીન (અનાસક્ત) છે.

     છતાં પણ પતિવ્રતા “પ્રકૃતિ” જ તેને ઉપભોગ લેવામાં પ્રવૃત કરે છે.(તેવું દેખાય છે)તે- પ્રકૃતિ પોતાના ગુણ-અને રૂપ- ની જરા સરખી હિલચાલ વડે,અપૂર્વ ખેલો કરી બતાવે છે,તેથી તેને “ગુણમયી” એવું નામ મળ્યું છે. (તેને માયા પણ કહે છે)તે-પ્રકૃતિ –પ્રતિક્ષણે (ક્ષણે ક્ષણે) –રૂપ અને ગુણ થી નવી બને છે. અને પોતાના જુસ્સા વડે-જડ-વસ્તુઓ પાસે પણ કામ કરાવે છે. વાસ્તવિક રીતે જોતાં –મન-એ –નપુંસક છે,તો પણ તેને ત્રણે લોક માં દોડાવે છે. (બુદ્ધિને -કેવી –અહંકાર ને –કેવો અને મન ને કેવું –એમ કહે છે-તેથી મન ને નાન્યતર જાતિનું કહે છે) સર્વ વ્યાપકતા ને કારણે- તે –પ્રકૃતિ-નિરાકાર-બ્રહ્મ –નો આકાર બને છે, નિર્વિકાર –બ્રહ્મ-નો વિકાર બને છે.

       જે પ્રમાણે-ઉત્તમ રત્નો-વસ્ત્ર માં વીંટાળેલા હોય તો તેનું તેજ બહાર પડતું નથી. તે પ્રમાણે- પુરુષ (બ્રહ્મ) પ્રકૃતિ ને આધીન થઇ જતાં (પ્રકૃતિ વડે વીંટળાઈ જતાં) તેનું તેજ બહાર પડતું નથી.

        જો કે બ્રહ્મ એ શુદ્ધ અને નિત્ય હોવા છતાં –આવી રીત ની પ્રકૃતિ ની આધીનતા થી તેને ગુણ-સંગ લાગે છે,

--જેવી રીતે કંકુ પર સ્ફટિક (કે જે શુદ્ધ -કોઇ પણ રંગ વગરનો છે-તે)  મુકવાથી તે લાલ દેખાય છે.

--જેવી રીતે મનુષ્ય ને –સ્વપ્ન માં - સુખ-દુઃખ –ભોગવવા –નિંદ્રા પોતે-તેને નિંદ્રા માં જવા પ્રવૃત્ત કરે છે,અને મનુષ્ય-ખોટે ખોટાં સુખ દુઃખ નિંદ્રા માં ભોગવે છે-

--તેવી રીતે પુરુષ (બ્રહ્મ) ને જન્મ-મૃત્યુ –વગેરે ભોગવવાં પડતાં નથી-છતાં તેનો ભાસ થાય છે. તે સર્વ નું કારણ –પુરુષ (બ્રહ્મ) ની પ્રકૃતિ ના ગુણો ની સંગત છે,...(૨૨)

       જુઈ ના છોડ ને આધાર આપવા માટે ઉભો કરેલ થાંભલો –જે રીતે જુઈ ના સર્વ વિકારો થી અલિપ્ત હોય છે-તે રીતે –પુરુષ (બ્રહ્મ) માત્ર સાક્ષીભૂત  (સાક્ષી તરીકે) છે.

         તે બ્રહ્મ (પુરુષ) –પ્રકૃતિ ને ધારણ કરે છે,પ્રકૃતિ ને અનુકૂળ રહે છે,પ્રકૃતિ નો ઉપભોગ લે છે- અને તેને જ –પરમાત્મા-પરમેશ્વર -કહેવામાં આવ્યો છે. અને –આ જ પરમાત્મા –આત્મા રૂપે –દેહમાં (શરીરમાં) પણ વિરાજેલો છે....(૨૩)


🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
        શ્રીમદ ભગવદગીતા-૧૧૪-
            અધ્યાય-૧૩-
           ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૮

           જે ઉપર દર્શાવ્યા મુજબ પુરુષ (બ્રહ્મ-પરમાત્મા) ને –તથા-પ્રકૃતિ ને (ગુણ સહિત) જાણે છે-તેસર્વ રીતે કર્મો કરવા છતાં પણ  –મુક્ત થાય છે.(પુનર્જન્મ પામતો નથી)...(૨૪)

       કોઈ સાંખ્ય (જ્ઞાન) માર્ગ (સાંખ્ય યોગ) થી, કોઈ કર્મમાર્ગ (કર્મયોગ) થી કે કોઈ ભક્તિમાર્ગ (ભક્તિયોગ) થી, શુદ્ધ થયેલા મનથી –પોતામાં રહેલા આત્મા ને જુએ છે, અને અંતર માં તેનો (આત્માનો) સાક્ષાત્કાર કરે છે.....(૨૫) પરંતુ –ઉપર પ્રમાણે-જેમને આત્મજ્ઞાન ને લાધ્યું નથી, એવા કેટલાંક લોકો, સદગુરૂ ના મુખ થી આત્મજ્ઞાન નું શ્રવણ કરી (સાંભળી) આત્મજ્ઞાનની ઉપાસના કરે છે,અને પરમાત્મા નો સાક્ષાત્કાર કરી,જન્મ મૃત્યુ ને તરી જાય છે,(મોક્ષ પામે છે)....(૨૬)


        ક્ષેત્રજ્ઞ તરીકે પુરુષ (બ્રહ્મ-આત્મા-પરમાત્મા) અને ક્ષેત્ર તરીકે પ્રકૃતિ – એટલે કે પુરુષ અને પ્રકૃતિ ના સંયોગ થી જ –સર્વ સ્થાવર,જંગમ,અને સર્વ પ્રાણી (જીવ) ઉત્પન્ન થાય છે......(૨૭)

     પ્રકૃતિ ની આ સર્વ પેદાશ નાશવંત હોય છે. તેમ છતાં-
સર્વ જીવો માં (પ્રાણીઓમાં) સમાન પણે –અવિનાશી પરમાત્મા (આત્મા રૂપે) વાસ કરી રહેલો છે-અને એમ દરેક જીવ માં જે પરમાત્મા ને જુએ છે-તે જ સાચું જુએ છે, અને તે જ ખરો જ્ઞાની છે, અને તે પોતાના આત્મા માં પણ પરમાત્મા ને જુએ છે-પરમાત્માને પામે છે- અને ઉત્તમ ગતિ (મોક્ષ) ને પ્રાપ્ત થાય છે.............................(૨૮-૨૯)


         જે પ્રમાણે આકાશમાં વાદળાં દોડતાં હોય છે.પણ આકાશ તો સ્થિર જ હોય છે, તે પ્રમાણે-સર્વ કર્મો પ્રકૃતિ ના યોગ થી થાય છે, આત્મા (પરમાત્મા) તે કર્મો નો કર્તા નથી,એક પરમ પિતા પરમેશ્વર (પુરુષ) માંથી (પ્રકૃતિ ના સંયોગ થી) આ જગત નો વિસ્તાર થયો છે.એમ જયારે મનુષ્ય જાણે છે –ત્યારે જ તે બ્રહ્મ-સંપન્ન થાય છે (બ્રહ્મ ને પામે છે)....(૩૦-૩૧)

        આ પરમાત્મા અનાદિ,નિર્ગુણ,નિરાકાર,નિર્વિકાર –હોવાથી અવિનાશી છે. અને એટલા માટે જ-તે આત્મા રૂપે શરીરમાં હોવાં છતાં કશું પણ કરતો નથી અને કશાથી પણ લિપ્ત થતો નથી.જેવી રીતે સર્વવ્યાપક “આકાશ” –તેની સૂક્ષ્મતા ને લીધે કશાથી લિપ્ત નથી થતું તેમ-સર્વ શરીરો માં રહેલો આત્મા-શરીર ના કર્મો થી લિપ્ત થતો નથી.......(૩૨-૩૩)

        જેમ એક સૂર્ય –સર્વ જગતને પ્રકાશિત કરે છે-તેમ-એક ક્ષેત્રજ્ઞ (બ્રહ્મ-પુરુષ) સર્વ ક્ષેત્રો ને  (શરીરો ને) પ્રકાશિત કરે છે. આ પ્રમાણે ક્ષેત્ર (શરીર) અને ક્ષેત્રજ્ઞ  (પરમાત્મા) વચ્ચે ના ભેદ ને જે જાણે છે, તથા- સર્વ જીવો ની પ્રકૃતિ ના બંધન માં થી કેવી રીતે મુક્તિ થાય છે-તે પણ જે જાણે છે- તેઓ-બ્રહ્મને (પરમાત્માને) પ્રાપ્ત થાય છે........(૩૪-૩૫)



અધ્યાય-૧૩-ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-સમાપ્ત

🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
          શ્રીમદ ભગવદગીતા-૧૧૫-
                  અધ્યાય-૧૪-
               ગુણત્રય વિભાગ યોગ-૧

       આગળના અધ્યાય-૧૩માં પુરુષ (પરમાત્મા-આત્મા) અને પ્રકૃતિ (માયા) નું વર્ણન કર્યું, અને કહ્યું-કે-બંને ના સંયોગ થી જગતનું નિર્માણ થાય છે.પ્રકૃતિના ગુણો ના આગ્રહ થી જ પુરુષ (પરમાત્મા-આત્મા)સંસાર માં નિમગ્ન થાય છે. માયા (પ્રકૃતિ) ની ઉપાધિ થી જ સુખ-દુઃખ ના નિર્માણ થાય છે.
અને તેનાથી-વિરુદ્ધ-ગુણાતીત (તેના સંગ વગરના) થવાથી મુક્ત થવાય છે.

      શ્રીકૃષ્ણ જુએ છે-કે- પૂર્વે- અનેક જુદી જુદી રીતે “જ્ઞાન” ને સ્પષ્ટ કરીને -અર્જુન ને કહેવા છતાં.અર્જુન ના અજ્ઞાન નો હજુ સંપૂર્ણને નાશ થયો નથી,એટલે-

       અહીં આ અધ્યાય-૧૪  માં - તે “જ્ઞાન” ને પુનઃ (ફરીથી) કહે છે.

      શ્રીકૃષ્ણ કહે છે-કે-જે જ્ઞાન ને જાણી ને સર્વ મુનિઓ જન્મથી જ મોક્ષ-સિદ્ધિને  પામ્યા છે-તે ઉત્તમ અને શ્રેષ્ઠ “જ્ઞાન” હું તને પુનઃ (ફરીથી) કહું છું.......(૧)

      આ જ્ઞાન નો આશ્રય કરીને,જે લોકો મારામાં  (પરમાત્મા માં) આવી મળી ગયા છે, તે પછી,ઉત્પત્તિ કાળ માં જન્મતા નથી કે પ્રલયકાળ માં નષ્ટ પામતા નથી.....(૨)


વેદાંતીઓ જેને “માયા” કહે છે-તેને સાંખ્યમતવાદીઓ “પ્રકૃતિ” કહે છે.

અને આ પ્રકૃતિ ને  “મહદબ્રહ્મ” પણ કહે છે. કારણ કે તે-મહત્તત્વ નું લય-સ્થાન છે.(વિશ્રામ સ્થાન છે)તે સર્વ જગત કરતાં મોટી છે અને જેના સંસર્ગથી  (યોગથી) “વિકાર”અને “ગુણ” વૃદ્ધિ પામે છે.

    આ મહદબ્રહ્મ-કે-પ્રકૃતિ-કે-માયા-એ પરમાત્મા ના ગર્ભ મુકવાનું સ્થાન છે,અને તેમાંથી –સર્વ જીવો (પ્રાણીઓ) ની ઉત્પત્તિ થાય છે....(૩)

     બીજી (સાદી) રીતે કહીએ-તો-

  માયા (પ્રકૃતિ) ના અનુરોધ થી ચૈતન્ય (પુરુષ- (પરમાત્મા) –પોતાના આત્મસ્વ-રૂપ ને ભૂલી જઈને-અનેક રૂપો ધારણ કરે છે.

      જે રીતે મૂર્છા પામેલો મનુષ્ય-જયારે મૂર્છા માંથી જાગે ત્યારે કહે”હું સ્વર્ગ જોઈ આવ્યો”તેવી રીતે-એક વાર દૃષ્ટિ –આત્મસ્વ-રૂપ માં થી ચળી –(મૂર્છા આવી)એટલે પછી જે જે કલ્પનાઓ  થાય છે-તે સર્વ ને “સૃષ્ટિ” કહેવામાં આવે છે.સૃષ્ટિ ની રચવા પાછળ ની સત્તા તો પરમાત્મા માત્ર પાસે જ છે.માયાથી થતી આત્મસ્વ-રૂપ ની વિસ્મૃતિ –તે અજ્ઞાન નું (માયાનું) સ્વરૂપ છે.અને જયારે આત્મજ્ઞાન ની પ્રાપ્તિ થાય છે-ત્યારે પરમાત્મા સાથેની તદ્રુપતા જ થઇ જાય છે..(ઘડા નો (માયાનો-ઉપાધિ નો) નાશ થતાં –ઘટાકાશ-એ મહાકાશ માં મળી જાય છે)

      જ્ઞાનેશ્વર સૃષ્ટિ ની ઉત્પત્તિ (સર્ગ) ફરીથી ટૂંક માં-સમજાવતા કહે છે-કે-

--પરમાત્મા ના આત્મસ્વ-રૂપ ના સંસર્ગ માં આવતી પ્રકૃતિ  (માયા) ને પરમાત્મ ની સત્તા (આત્મ સત્તા) થીગર્ભ રહે છે.

--ત્યાર  પછી તે જીવભૂતા પ્રકૃતિ ના ઉદરમાં અષ્ટપ્રકૃતિ રૂપી  (વિકૃતિ રૂપી) ગર્ભ ની વૃદ્ધિ થાય છે (અષ્ટ પ્રકૃતિ=પૃથ્વી,જળ,તેજ,વાયુ,આકાશ,મન,બુદ્ધિ અને અહંકાર)

--પ્રથમ બુદ્ધિ-તત્વ અને પછી,મન અને અહંકાર ની ઉત્પત્તિ થાય છે.

--જેમના યોગ થી પંચમહાભૂતો,ઇન્દ્રિયો અને તેના વિષયો ની ઉત્પત્તિ થાય છે.

--વિષયો અને ઇન્દ્રિયો નો ક્ષોભ થાય છે,એટલે તેની પાછળ –સત્વ,રજ,તમસ –ગુણો હોય છે-જ.

--અને આ ગુણો ના યોગ થી-જેવી વાસના ઉપજી હોય –તે પ્રમાણે જીવ જુદા જુદા જન્મ ધારણ કરે છે.

        આ રીતે સર્વ જગતના પિતા -પરમાત્મા (પુરુષ-બ્રહ્મ) છે, અને માતા -પ્રકૃતિ (માયા) છે.સત્વ,રજસ અને તમસ ગુણો-એ પ્રકૃતિ માંથી ઉત્પન્ન થયેલા છે-અને-તેઓ આ દેહમાં રહેલા –અવિનાશી જીવાત્મા (આત્મા) ને બાંધી નાખે છે. (બંધન માં નાખે છે.) ....(૪-૫)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌿🌿
            શ્રીમદ ભગવદગીતા-૧૧૬-
                અધ્યાય-૧૪-
              ગુણત્રય વિભાગ યોગ-૨

          ગુણો નાં –સત્વ,રજસ અને તમસ એવાં નામો છે-અને તે પ્રકૃતિ માંથી (માયામાંથી) ઉત્પન્ન થયેલા છે.(સત્વ=ઉત્તમ, રજસ=મધ્યમ અને તમસ=કનિષ્ઠ  કહેવાય છે.)
આ ગુણો જીવાત્મા ને કેવી રીતે અને કેવું બંધન કરે છે-તે હવે પછી ના ત્રણ શ્લોક માં કહ્યું છે.

     જયારે આત્મા શરીર માં (ક્ષેત્રમાં) પ્રવેશ કરે છે,અને તે પછી જો જીવ ને -શરીર ની મમતા કે“આ દેહ મારો છે” કે “હું” એવું અભિમાન (અહમ) આવતું નથી ત્યાં સુધી કોઈ બંધન નથી.પણ સત્વ-ગુણ ના સપાટા માં આવી ગયા પછી-મનુષ્ય “હું જ્ઞાની છું” એવી બૂમો મારે છે,અને

    “મારા જેવો કોઈ બીજો જ્ઞાની નથી” તેવો દંભ આચરે છે. અને આ કારણથી –આત્મજ્ઞાન થી પ્રાપ્ત થતાસુખથી વંછિત થઇ જાય છે.પ્રવૃત્તિ માં તેને બાહ્યજ્ઞાનથી સુખ મળે છે-જે ટૂંક સમય માટે જ હોય છે.આવી રીતે-સત્વગુણ-જીવાત્મા ને સુખ તથા જ્ઞાન નું બંધન લગાડીને પોતાના કાબુ માં કરે છે..(૬)

      રજોગુણ ના સપાટામાં જયારે મનુષ્ય આવે છે-ત્યારે તેને કામનાઓ-નો નાદ લાગે છે,મન ની “ઇચ્છાઓ” પવન ની જેમ અહીં તહીં ફરવા લાગે છે.દુઃખદાયક વિષયો પણ તેને સુખદાયક લાગે છે.અને ઇન્દ્ર ના જેટલી સુખની પ્રાપ્તિ થાય તો પણ તેનેતૃપ્તિ થતી નથી. હંમેશાં વિચારે છે-કે-મારી પાસેનું દ્રવ્ય આજે પૂરું થઇ જશે તો –આવતી કાલે મારી શું દશા થશે ?- અને એવા ભયથી જે –તૃષ્ણા ના બળથી નવા નવા ધંધાઓ –ઉદ્યોગો કરે છે.

       થોડા પૈસા આવી ને કદાચ સુખી થાય તો પછી,સ્વર્ગ ની પ્રાપ્તિ ના ધાંધીયા માં લાગી જાય છે.પુણ્ય કમાવા –યજ્ઞો,વ્રતો દાનો વગેરે કરે છે.આવી રીતે તે મનુષ્ય (રજોગુણી મનુષ્ય) સંસાર અને સ્વર્ગ પ્રાપ્તિ માટે,અગ્નિ માં ભૂસકો મારવા માટે પણ આગળ પાછળ જોતો નથી, અને તૃષ્ણા ના સપાટા માં સપડાતાં –વ્યવહાર રૂપી-સાંકળ ને પોતાના ગળામાં બાંધી લે છે. એટલે કે રજોગુણ આમ –જીવાત્મા ને –વ્યવહાર રૂપી બંધન લગાડે છે .......(૭)

      તમોગુણ ના સપાટા માં જયારે મનુષ્ય આવે છે-ત્યારે તેની વ્યવહાર વિષયક દૃષ્ટિ પણ મંદ થાય છે.નિંદ્રા,આળસ અને પ્રમાદ –આ ત્રણ પાસો વડે-તમોગુણ –જીવાત્મા ને બાંધે છે...............(૮)

      જેવી રીતે ઉનાળો અને ચોમાસું વીતી ગયા પછી,ટાઢ પાડવા માંડતા-આકાશ માં શીતળતા પ્રસરી રહે છે-
તેવી રીતે-

--રજોગુણ અને તમોગુણ –કરતાં-સત્વગુણ અધિક વધે છે-ત્યારે “હું સુખી છું” એમ તે    જીવાત્મા ના  મુખેથી બોલાવે છે.

--સત્વગુણ અને રજોગુણ-કરતાં –તમોગુણ અધિક વધે છે-ત્યારે જીવાત્મામાં આળસ-પ્રમાદ- વધે છે.

--સત્વગુણ અને તમોગુણ –કરતાં-રજોગુણ અધિક વધે છે-ત્યારે જીવાત્માને કર્મ સિવાય બીજું કંઈસારું દેખાતું નથી.........................(૯-૧૦)


હવે પછી ના પાંચ શ્લોક માં (૧૧ થી ૧૫)
સત્વગુણ,રજોગુણ, અને તમોગુણ ની જયારે  દેહમાં વૃદ્ધિ થાય છે-ત્યારે તે મનુષ્ય નાં લક્ષણો કેવાં હોય છે ?તેના વિષે વર્ણન કર્યું છે.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
           શ્રીમદ ભગવદગીતા-૧૧૭-
              અધ્યાય-૧૪-
              ગુણત્રય વિભાગ યોગ-૩

           જે પ્રમાણે-વસંત ઋતુ માં ફૂલોની સુગંધી ચારે તરફ પ્રસરે છે-તે પ્રમાણે-જયારે સત્વગુણ આ દેહ માં વૃદ્ધિ પામે છે-ત્યારે-

--તે જીવાત્મા નું જ્ઞાન અંતર માંથી છલાછલ થઈને બહાર નીકળવા માંડે છે.

--તેની સર્વ ઇન્દ્રિયોમાં વિવેક પ્રસરી રહેલો હોય છે. સત્કર્મ કયાં? અને દુષ્કર્મ કયાં? તે ઇન્દ્રિયો જ જાણી જાય છે.એને વિચાર કરવાની પણ આવશ્યકતા રહેતી નથી.જેમકે-બોલવા જેવું ન હોય તેવું ભાષણ જીભ બોલતી નથી,કાન ને  જે ના સાંભળવા જેવું હોય તે સાંભળતા જ નથી અને આંખ ને જે ના જોવા જેવું હોય તે જોતી જ નથી.

--જે પ્રમાણે –અંધકાર દીવા પાસે આવી શકતો નથી-તે પ્રમાણે-નિષિદ્ધ વ્યવહારો –તે જીવાત્મા ની ઇન્દ્રિયો ની નજીક આવતા જ નથી.

--સર્વ વાસનાનો લોપ (નાશ) થતાં,તેનું મન પ્રવૃત્તિ માર્ગ પર જતું નથી,તેના મન ને વિષયો નો કંટાળો આવે છે. તેની બધી વૃત્તિઓ જ્ઞાન માં જ વિકાસ પામે છે.

--મૃત્યુ બાદ આવા મનુષ્યો ને બ્રહ્મ-લોક (બ્રહ્મદેવ ના લોક) ની પ્રાપ્તિ થાય છે.જયારે રજોગુણ આ દેહમાં વૃદ્ધિ પામે છે-ત્યારે-

--તેની સર્વ ઇન્દ્રિયો સ્વછંદતાપૂર્વક વિષયો તરફ દોડતી હોય છે.જેમ બકરી તેને ફાવે ત્યાં ચરે છે-તેમ તે પોતાની ઈચ્છા પ્રમાણે ભોગ ભોગવે છે.

--તેનો લોભ એટલો વધે છે-કે-જે વસ્તુ તેના સપાટામાં ન આવી હોય તે જ માત્ર તેનાથી બચી જાય છે.

--ગમે તેવો ઉદ્યોગ તેની સામે આવે-તો તે કરવામાં તે પાછી પાની  કરતો નથી.

--કોઈ એકાદ ભવ્ય મંદિર બંધાવવું,યજ્ઞ કરવો,તળાવ-કુવા બાંધવા,બાગો બનાવવા- વગેરે અગાધ કૃત્યો ને તે પોતાના હાથ માં લે છે.

--તેના મન કરતાં તેની ઈચ્છા ની દોડ આગળ હોય છે. અને તેની પ્રવૃત્તિ ને માટે સકળ વિશ્વ પૂરુ પડતું નથી.

--મૃત્યુ બાદ આવા લોકો કર્મો માં આસક્ત જનો માં જન્મે છે.જયારે તમોગુણ આ દેહમાં વૃદ્ધિ પામે છે-ત્યારે-

--તેને વિવેક હોતો નથી, તેને કામ કરવું ગમતું નથી,અને ઉદ્યોગ નો સદા માટે કંટાળો હોય છે.

--તેનામાં આળસ,પ્રમાદ અને મોહ-મુખ્ય હોય છે.

--મૃત્યુ બાદ આવા લોકો પશુ-ઈત્યાદી મૂઢ યોનિ માં જન્મે છે..................(૧૧ થી ૧૫)

એમ કહેવાય છે-કે-

--સત્વગુણ નું ફળ-સાત્વિક અને નિર્મળ હોય છે.સત્વગુણ થી જ્ઞાન ઉત્પન્ન થાય છે.અને દેવયોનિ મળે છે.

--રજોગુણ નું ફળ દુઃખ છે.રજોગુણ માંથી લોભ ઉત્પન્ન થાય છે.અને તેને મનુષ્યયોનિ મળે છે.

--તમોગુણ નું ફળ અજ્ઞાન છે.તમોગુણ થી અજ્ઞાન પેદા થાય છે.અને તેને પશુયોનિ મળે છે.(૧૬-૧૭-૧૮)


પણ.............

જીવાત્મા ને જયારે “જ્ઞાન”નો બોધ થાય છે (જયારે જ્ઞાન નો ઉદય થાય છે)-ત્યારે-તે જાણી જાય છે-કે-

“ગુણો (સત્વ,રજસ,તમસ) થી ચૈતન્ય (આત્મા-પરમાત્મા) ભિન્ન (જુદા) છે.અને તે “ગુણાતીત” બને છે.


જે પ્રમાણે નટ (નાટક નો કલાકાર) જયારે સ્ત્રીનો પાઠ ભજવે-ત્યારે તે સ્ત્રી ના “ગુણો” માં ફસાતો નથી,એટલે કે તે પોતાના  પુરુષત્વ ને ભૂલતો નથી, અથવા-તો-જે પ્રમાણે “આકાશ” માં ત્રણ ઋતુઓ  (શિયાળો,ઉનાળો,ચોમાસું) આવે અને જાય પણ તેનાથી તે અલિપ્ત છે-

તે પ્રમાણે-

તે જીવાત્મા –પોતાના “સ્વ-રૂપ” માં જ “સત્ય-બુદ્ધિ” ને રાખીને-તે ગુણો (સત્વ,રજસ,તમસ) ને જુએ છે.

ગુણો માં (સત્વ,રજસ,તમસ) વર્તતો હોવાં છતાં- તે “ગુણાતીત” રહીને “આત્મસ્વ-રૂપ” માં રત હોય છે.પણ તેનો “સ્વ-રૂપ વિષયક અહંકાર” કાયમ જ હોય છે,અને તે –સ્થળેથી (સ્વરૂપવિષયક અહંકારથી)  નિરીક્ષણ કરીને તે કહે છે-કે- “હું કર્મ નો કર્તા નથી,હું માત્ર સાક્ષીભૂત છું, સર્વ ક્રિયાઓને -ગુણ (સત્વ,રજસ,તમસ) ઉત્પન્ન કરે છે.”આત્મા (પરમાત્મા) ની –તો માત્ર “સત્તા” છે-કે જે “સત્તા” થી સર્વ “કર્મો” થાય છે, “ગુણો” વૃદ્ધિ પામે છે.અને આ “ગુણો” નો નાશ થયા પછી જે-બાકી રહે છે-તે “આત્મ-તત્વ” જ છે.

      બીજી રીતે કહીએ –તો- આત્મ-તત્વ ના પ્રકાશ થી જ “ગુણો” દૃષ્ટિગોચર (દેખાય) છે.અને આ “જ્ઞાન” જે જીવાત્મા ના હૃદય માં ઉદય પામે છે-તે “ગુણાતીત”(ગુણો થી પર) છે......(૧૯) 
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿

Friday, 3 November 2017

શ્રીમદ ભાગવત રહસ્ય (માહાત્મ્ય)

શ્રીમદ ભાગવત રહસ્ય (માહાત્મ્ય)

નોંધ:

અહીં પૂજ્ય ડોંગરે મહારાજના “શ્રીમદ્ ભાગવત રહસ્ય”ને તેના મૂળ સ્વરૂપે મૂકવાનો પ્રયત્ન કર્યો છે.

[આ પુસ્તક ઇ.સ.1962 (વિક્રમસંવત 2017)માં કોડીનાર(સૌરાષ્ટ્ર) ના શ્રી દુર્લભદાસ છગનલાલ ભગતે સંપાદિત કર્યુ અને જનહિતાર્થે શ્રી વિઠ્ઠલદાસ (બાબુભાઇ) ગીરધરદાસે મુંબઇથી પ્રસિદ્ધ કર્યું, એક લાખ નામ જપ કરનારને આ પુસ્તક વિના મૂલ્યે વિતરિત કરવામાં આવતું હતું.]

શ્રી ગણેશાય નમ:
શ્રીસરસ્વત્યૈય નમ:
શ્રીગુરુભ્યો નમ:
ૐ નમો ભગવતે વાસુદેવાય.
શ્રીકૃષ્ણ: શરણં મમ.

ભાગવતનો ઉદ્દેશ અને તેનું માહાત્મ્ય

સચ્ચિદાન્દરુપાય વિશ્વોત્પત્ત્યાદિહેતવે
તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમ:

જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણે પ્રકારોના તાપોનો નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણને અમે વંદન કરીએ છીએ.
પરમાત્માનાં ત્રણ સ્વરૂપો શાસ્ત્રમાં કહ્યાં છે: સત્, ચિત્ અને આનંદ. સત્ પ્રગટરૂપે સર્વત્ર છે. ચિત્-જ્ઞાન અને આનંદ અપ્રગટ છે. જડ વસ્તુઓમાં સત્, ચિત્ છે, આનંદ નથી. જીવમાં સત્, ચિત્ પ્રગટે છે, પરંતુ આનંદ અપ્રગટ રૂપે છે, અવ્યક્ત રૂપે છે, આનંદ પોતામાં જ છે છતાં મનુષ્ય આનંદ શોધે છે બહાર. મનુષ્ય સ્ત્રીના શરીરમાં, ધનમાં વગેરેમાં આનંદ શોધે છે. આનંદ એ તમારું સ્વરૂપ છે. આનંદ અંદર જ છે. એ આનંદને કેવી રીતે પ્રગટ કરવો એ ભાગવતશાસ્ત્ર બતાવશે.

દૂધમાં માખણ રહેલું છે છતાં દેખાતું નથી, પણ તેનું દહીં બનાવી છાશ કરીમંથન કરવાથી માખણ દેખાય છે. તેવી રીતે માનવીએ મનોમંથન કરી એ આનંદને પ્રગટ કરવાનો છે. દૂધમાં જેમ માખણનો અનુભવ થતો નથી તેમ ઇશ્વર સર્વત્ર છે પણ તેનો અનુભવ થતો નથી. જીવ ઇશ્વરનો છે. તે ઇશ્વરને ઓળખવાનો પ્રયત્ન કરતો નથી, તેથી તેને આનંદ મળતો નથી. કોઇ પણ જીવ હોય તેને ઇશ્વરને મળવું છે. નાસ્તિક પણ છેવટે શાંતિ જ શોધે છે.

આનંદના ઘણા પ્રકાર તૈતરીય ઉપનિષદમાં બતાવ્યા છે, પરંતુ તેમાંના બે મુખ્ય છે:

(1) સાધનજન્ય આનંદ
(2) સ્વયંસિદ્ધ આનંદ

સાધનજન્ય આનંદ-વિષયજન્ય આનંદ-સાધન કે વિષયનો નાશ થતાં તે આનંદનો નાશ થશે. યોગીઓ પાસે કંઇ હોતું નથી તેમ છતાં તેઓની પાસે આનંદ છે. તે બતાવે છે કે આનંદ અંદર છે.

સત્ ચિત્ આનંદ ઇશ્વરમાં પરિપૂર્ણ છે. પરમાત્મા પરિપૂર્ણ સત્ રૂપ છે, પરિપૂર્ણ ચિત્ રૂપ છે, પરિપૂર્ણ આનંદ રૂપ છે.

પરમાત્મા શ્રીકૃષ્ણ પરિપૂર્ણ આનંદ સ્વરૂપ છે. ઇશ્વર વગરનો સર્વ સંસાર અપૂર્ણ છે. ઇશ્વરનો અંશ જીવાત્મા અપૂર્ણ છે. જીવમાં ચિદ્ અંશ છે પણ પરિપૂર્ણ નથી. મનુષ્યમાં જ્ઞાન આવે છે પરંતુ તે જ્ઞાન ટકતું નથી કૃષ્ણ પરિપૂર્ણ જ્ઞાની છે. શ્રીકૃષ્ણને સોળ હજાર રાણીઓ વાત કરતાં પણ એજ જ્ઞાન અને દ્વારિકા વગેરેનો વિનાશ થાય છે ત્યારે પણ એ જ જ્ઞાન.સર્વનો વિનાશ થાય તોપણ કૃષ્ણના આનંદનો વિનાશ થતો નથી. કારણ પોતે જ આનંદરૂપ છે. સત્ નિત્ય છે. ચિત્ એ જ્ઞાનછે. જેનું જ્ઞાન નિત્ય ટકે તેને આનંદ મળે, તે આનંદરૂપ થાય. જીવને આનંદરૂપ થવું હોય તો તે સચ્ચિદાનંદનો આશ્રય લે. આ જીવ જ્યાં સુધી પરિપૂર્ણ થતો નથી ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી, આનંદ મળતો નથી.

સંસારના પ્રત્યેક પદાર્થ પરિણામમાં વિનાશી હોવાથી પરિપૂર્ણ થઇ શકતા નથી. પરિપૂર્ણ સ્વરૂપ એ ભગવાન નારાયણ છે. આ નારાયણને જે ઓળખે અને તેની સાથે મનને જે તદાકાર બનાવે તેનું મન નારાયણ સાથે એક બને છે. ત જીવાત્મા નારાયણરૂપ બની પરિપૂર્ણ થાય છે. ત્યારે જીવનું જીવન સફળ થાય છે. જીવ જ્યાં સુધી અપૂર્ણ છે, ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી. જીવ જ્યારે ઇશ્વરને મળે અને અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે, ત્યારે તે પૂર્ણ થાય છે.
વેદાંતમાં સાક્ષાત્કારના બે પ્રકારો બતાવ્યા છે:

(1) પરોક્ષ જ્ઞાન
(2) અપરોક્ષ જ્ઞાન.

ઇશ્વર જગતમાં કોઇ ઠેકાણે છે તેમ માને તે પરોક્ષ સાક્ષાત્કાર છે. ઇશ્વર વિના કાંઇ નથી ઇશ્વર જ બધું છે, હું પણ ઇશ્વરથી અલગ નથી એ ઇશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર. જોનારો ઇશ્વરને જોતો ઇશ્વરમય બને ત્યારે ઇશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે. ઇશ્વરનો સર્વમાં અનુભવ કરતો કરતો જે એકરૂપ બને છે તે જ ઇશ્વરના પરિપૂર્ણ સ્વરૂપને જાણી શકે છે અને વેદાંતમાં તેને અપરોક્ષ સાક્ષાત્કાર કહે છે.

ઇશ્વર જગતમાં કોઇ ઠેકાણે છે તે જ્ઞાન પણ અપૂર્ણ છે. ઇશ્વર જ્યારે જીવને અપનાવી પોતાના સ્વરૂપનું દાન કરે છે ત્યારે તે જીવ પૂર્ણ થાય છે. ઇશ્વર વિનાનો સર્વ સંસાર અપૂર્ણ છે. જીવ અપૂર્ણ છે એટલે તેને શાંતિ નથી. નારાયણ એ પરિપૂર્ણ છે. સાચી શાંતિ નારાયણમાં છે. નર એ નારાયણનો અંશ છે. એટલે નર તે નારાયણમાં સમી જવા માંગે છે. નારાયણને ઓળખવાનું અને નારાયણમાં લીન થવાનું સાધન તે ભાગવતશાસ્ત્ર.

જીવ નારાયણનો અંશ છે. તેમાં તેને મળી જવું છે. તે માટે શાસ્ત્રમાં અનેક ઉપાયો બતાવ્યા છે: કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ. મનુષ્યનું જીવન અતિ વિલાસી થયું તેથી જ્ઞાનમાર્ગથી જીવ ઇશ્વર પાસે જઇ શકે તે સંભવિત નથી. અતિ વૈરાગ્ય વગર જ્ઞાન સફળ ન થાય. જ્ઞાનનો પાયો છે વૈરાગ્ય. એવો વૈરાગ્ય પ્રાપ્ત કરવો કઠણ છે. શુકદેવજી મહારાજને એવો વૈરાગ્ય પ્રાપ્ત થયો હતો. જન્મતાં વેંત જ તેઓએ વન તરફ પ્રયાણ કર્યું. પિતાને કહ્યું, તમે પિતા નહિ અને હું પુત્ર નહિ.

શાસ્ત્ર સર્વ છોડવાનું કહે છે: કામ છોડો,ક્રોધ છોડો, પરંતુ મનુષ્ય કાંઇ છોડી શકતો નથી. જે પાનસોપારી છોડી શકતો નથી તે કામ, ક્રોધ, લોભ કેવી રીતે છોડશે? તે ઘર કેવી રીતે છોડી શકશે? મનુષ્યને કાંઇ છોડવું નથી. એ કાંઇ છોડી શકતો નથી. અને વેદાંત તો કહે છે કે બધું છોડીને સર્વસ્વનો ત્યાગ કરી ઇશ્વર પાછળ પડો તો ઇશ્વરને ઓળખી શકો, સર્વનો ત્યાગ કરવો એ સાધારણ મનુષ્ય માટે સુલભ નથી.

જે કામસુખ ભોગવે છે તે યોગાભ્યાસ કરી શકતો નથી. ભોગી યોગી થવા જશે તો તે રોગી થશે.

જ્ઞાનમાર્ગમાં જેનું પતન થાય છે તે નાસ્તિક બને છે.

યોગમાર્ગમાં જેનું પતન થાય છે તે રોગી બને છે.

ભક્તિમાર્ગમાં જેનું પતન થાય છે તે આસક્ત બને છે.

કળિયુગનો મનુષ્ય યોગ કરી શકશે નહિ. ભાગવત શાસ્ત્રની રચના કળિયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે કરવામાં આવી છે.

અમે ઘર ધંધો છોડી શકતા નથી કહેનારને ભાગવતશાસ્ત્ર કહે છે નિરાશ થશો નહીં. સર્વ છોડીને જંગલમાં જવાની જરૂર નથી. જંગલમાં જવાથી જ આનંદ મળે છે એવું નથી. જીવ સર્વ પ્રકારની પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિમાં બેસે છે ત્યારે મનમાં પ્રવૃત્તિના જ વિચાર આવે છે.

ભાગવતશાસ્ત્રનો આદર્શ દિવ્ય છે. ગોપીઓએ ઘર છોડ્યું નથી. ગોપીઓ ધંધો કરતી. સ્વધર્મનો ત્યાગ કરી તેણીઓ વનમાં ગઇ નથી. તેમ છતાં તેણીઓ ભગવાનને પ્રાપ્ત કરી શકી છે. ભાગવતશાસ્ત્ર માર્ગદર્શન આપશે કે યોગીને જે આનંદ સમાધિમાં મળે છેતે આનંદ તમે ઘરમાં રહી મેળવી શકો છો. ઘરમાં રહીને પણ તમે પ્રભુને પ્રસન્ન કરી શકો છો. પણ તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનવો જોઇએ.

ભાગવત તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવશે. ભાગવત વ્યવહાર અને પરમાર્થનો સમન્વય કરી આપશે, તમને ઘરમાં તે જ આનંદ અપાવશે, તમને ઘરમાં તે જ આનંદ અપાવશે જે આનંદ યોગીઓ વનમાં બેસીને ભોગવે છે.

સંસારના વિષયસુખમાં વૈરાગ્ય આવે અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તે જ ભાગવતની લીલાકથાનો ઉદ્દેશ છે. ભાગવત એટલે ભગવાનને મેળવવાનું સાધન. સંતનો આશ્રય કરનાર સંત બને છે. ભાગવતનો આશ્રય કરનારો ભગવાન બને છે.

ભક્તિ મંદિરમાં નહિ પણ જ્યાં બેસો ત્યાં થઇ શકે. તેને માટે એક દેશ કે કાળની જરૂર નથી. ભક્તિ ચોવીસ કલાક કરવાની. ભક્તિનો કાળ અને ભોગનો કાળ એવો ભેદભાવ રાખે તે ભક્તિ કરી શકતો નથી. ભક્તિ સતત કરો. ચોવીસ કલાક બ્રહ્મસંબંધ રાખો. હંમેશા ખ્યાલ રાખો, સદા સાવધાન રહો કે માયા સાથે સંબંધ ન થાય.

જ્યારે વસુદેવજીએ કૃષ્ણને મસ્તક ઉપર પધરાવ્યા ત્યારે બ્રહ્મસંબંધ થયો એટલે હાથપગની બેડીઓ તૂટી. પરંતુ યોગમાયાને લઇને ઓઅરત આવ્યા એટલે બંધન આવ્યું. વસુદેવજીને બ્રહ્મસંબંધ થયો પરંતુ વસુદેવજી બ્રહ્મસંબંધને ટકાવી શક્યા નહિ. બ્રહ્મસંબંધને ટકાવી રાખો. ઇશ્વરનું સ્મરણ છોડશો નહિ.

વૈષ્ણવો ભગવાન સાથે રમે છે. જીવ જે જે ક્રિયા કરે તે ઇશ્વરને માટે કરે તો તે પ્રત્યેક ક્રિયા ભક્તિ બને છે.

ભક્તિનો વિશેષ સંબંધ મન સાથે છે. જેનાથી મનથી ભક્તિ થતી નથી. તેને તનથી સેવા કરવાની જરૂર છે. માનસી સેવા શ્રેષ્ઠ છે. સાધુસંતો માનસી સેવામાં તન્મય બને છે. એમ થાય તો જીવ કૃતાર્થ થાય. ભક્તિમાર્ગના આચાર્યો ગોપીઓ છે. તેનો આદર્શ માનસ સમક્ષ રાખવો. જ્ઞાનમાર્ગથી, યોગમાર્ગથી જે ઇશ્વરના આનંદનો અનુભવ થાય છે તે સ્હેજે આ ભક્તિથી પ્રાપ્ત થાય છે. જ્ઞાની, યોગીને જે બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે તે આ જીવાત્માને પ્રાપ્ત થાય તે માટે ભાગવતની રચના કરવામાં આવી છે. એમાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે, ભગવાન કેવા છે?

તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમ:

આધ્યાત્મિક, આધિદૈવિક તથા આધિભૌતિક –ત્રણે પ્રકારના તાપોનો નાશ કરનાર ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. ઘ્ણા કહે છે વંદન કરવાથી શો લાભ? વંદન કરવાથી પાપ બળે છે. રાધાકૃષ્ણને વંદન કરશો તો તમારાસર્વ પાપ, તાપ નષ્ટ થશે, પણ વંદન શરીરથી નહિ પણ મનથી કરો, એટલે રાધાકૃષણને, હ્રદયમાં પધરાવો અને પ્રેમથી નમન કરો, વંદન પ્રભુને બંધનમાં નાખે છે.

દુ:ખમાં સાથ આપે તે ઇશ્વર, સુખમાં સાથ આપે તે જીવ. ઇશ્વર સર્વદા દુ:ખમાં જ. પાંડવો દુ:ખમાં હતા ત્યાં સુધી શ્રીકૃષ્ણે તેમને મદદ કરી છે. પાંડવો ગાડી ઉપર બેઠા પાંડવો ગાદી ઉપર બેઠા ત્યારબાદ શ્રીકૃષ્ણ ત્યાંથી ગયા છે. ઇશ્વર જેને જેને મળ્યા છે તે દુ:ખમાં જ. સુખનો સાથી જીવ અને દુ:ખનો સાથી ઇશ્વરછે એનું સતત મનન કરો.
મનુષ્ય પૈસા મેળવવા જેટલો પ્રયત્ન કરે છે(અને દુ:ખ સહન કરે છે) તેથી પણ ઓછો પ્રયત્ન જો ઇશ્વર માટે કરે, તો જરૂર તેને ઇશ્વર મળે. પૈસા પાછળ બહુ પડ્યા હવે થોડા ભગવાન પાછળ પડો, કન્હૈયો વગર આમંત્રણે ગોપીઓને ઘેર જતો હતો. પણ મારે ઘેર તેઓ કેમ આવતા નથી એવું કદી વિચાર્યું? તમે પણ નિશ્ચય કરો, હું મારા હાથે એવાં સત્કર્મ કરીશ કે તેઓ મારે ત્યાં આવશે.

ભગવાનને હાથ જોડવા, મસ્તક નમાવવું એટલે શું? હાથ એ ક્રિયાશક્તિનું પ્રતીક છે. હાથ જોડવા એટલે કે મારા હાથે હું સત્કર્મો કરીશ. મસ્તક નમાવવું એટલે મારી બુદ્ધિશક્તિ હે નાથ ! મેં તમને અર્પણ કરી છે. વંદન કરવું એટલે ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિનું ભગવાનને અર્પણ કરવું તે. મારા ભગવાનને વંદન કરવાથી પાપ તાપનો નાશ થાય છે. નિર્ભય થવુ6 હોય તો પ્રેમથી શ્રી કૃષ્ણને વંદન કરજો. મારા ભગવાન દયાના સાગર છે. વંદન કેવળ વાણીથી, શરીરથી નહિ પણ હ્રદયથી વંદન કરવાથી ભગવાન સાથે બ્રહ્મસંબંધ થાય છે.

ઘર બહાર નીકળો ત્યારે ઠાકોરજીને વંદન કરીને નીકળજો. ઇશ્વર પ્રેમ માંગે છે અને આપે છે. ઇશ્વર માને છે, મારો છે અને મારા પાસે ભીખ માંગે છે. વંદન કરવાથી

ઇશ્વર સાથે સંબંધ થાય છે. આ જીવનો સ્વભાવ એવો છે કે તે વંદન કરતો નથી. ઘરમાં દાખલ થાય છે ત્યારે સ્ત્રી ઘરમાં ન હોય તો પોતાના બાળકને પૂછે છે, બબલા, તારી મા ક્યાં ગઇ છે? પણ એની શી જરૂર છે? બહાર ગઇ હોય તો રામ રામ કરને. બહારથી ઘરમાં આવો ત્યારે પણ ઇશ્વરને વંદન કરો. રસ્તે ચાલતાં પણ વંદન કરો. ઇશ્વર સાથે એવો સંબંધ રાખો કે ઠાકોરજી નિત્ય મારી સાથે છે. જીવની છાતી ઉપર વિષયો ચઢી બેસે છે તેથી ઇશ્વર જ્યારે સાથે હોય ત્યારે આ વિષયો ચઢી બેસતા નથી. પ્રત્યેક કાર્યના આરંભમાં પ્રભુને વંદન કરો.

વંદન ભાવપૂર્વક કરો. વિચાર કરો કે મને પ્રભુએ આપ્યું છે તેના માટે હું લાયક છું? નાથ, હું નાલાયક છું, પાપી છું છતાં ઠાકોરજીએ મને સંપત્તિ આબરૂ જગતમાં આપ્યાં છે. જીવ લાયક નથી તોપણ જીવને પ્રભુએ ઘણું આપ્યું છે. નાથ તમારા અનંત ઉપકાર છે. નાથ તેનો બદલો હું આપી શકું તેમ નથી.માત્ર તમને વંદન કરું છું. વંદન કરવાથી અભિમાનનો ભાર ઓછો થાય છે. ઠાકોરજીમાં બિલકુલ ભાર નથી કારણકે તેમાં અભિમાનનથી. કૃષ્ણ બોડાણાની પત્નીની નાકની વાળીથી તોળાયા છે. ભાગવતનો આરંભ વંદનથી કર્યો છે. અને સમાપ્તિ પણ વંદનથી કરી છે.

નમામિ હરિં પરમ્

પ્રભુએ કેટલા ઉપકારો મનુષ્યો ઉપર કર્યા છે ! જીભ, આંખ, કાન, મન વગેરે આપ્યાં. બુદ્ધિ અને વિચારશક્તિ આપી. ઇશ્વરના ઉપકારોને યાદ કરો અને કહો કે ભગવાન હું તમારો ઋણી છું. વંદન કરી તમારી ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિનું અર્પણ કર્યા બાદ પછી કાંઇ અઘટિત કાર્ય ન કરવું અને ન વિચારવું .
વાંચે અને વિચારે એના કરતાં જીવનમાં ઉતારે તે શ્રેષ્ઠ છે.

વેદનકા અંત નહિ ઔર પુરાણોંકા પાર નહિ.

મનુષ્યજીવન થોડું છે અને શાસ્ત્રનો પાર નથી, પરંતુ તે એકને એટલે ઇશ્વરને જાણો એટલે સઘળું જાણી જશો.

કળિયુગનો માણસ થોડા સમયમાં પણ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે એ બતાવ્યું છે ભાગવત શાસ્ત્રે. સૂતજી કહે છે—સાત દિવસમાં પરીક્ષિતે સ ગતિ પ્રાપ્ત કરી એ મેં નજરે જોયું છે. પરીક્ષિતનો ઉદ્ધાર થયો પણ આપણા સર્વનો ઉદ્ધાર ઉદ્ધાર કેમ થતો નથી? પરીક્ષિત જેવા શ્રોતા થવું જોઇએ અને વક્તાએ શુકદેવજી જેવા થવું જોઇએ તો ઉદ્ધાર થાય.

આપણે સર્વ પરીક્ષિત છીએ. આ જીવ ગર્ભમાં આવ્યો ત્યારે જેણે મારી રક્ષા કરેલી તે ચતુર્ભુજ સ્વરૂપવાળો પુરુષ ક્યાં છે? ક્યાં છે? એમ કહેતાં ઇશ્વરની શોધમાં નીકળેલો જીવ એ પરીક્ષિત.

પરીક્ષિત એટલે ભગવાનનાં દર્શન કરવા માટે આતુર થયેલો છે તેવો જીવ.

પરીક્ષિતની આતુરતાનું એક કારણ હતું. તેને ખબર પડી હતી કે સાત દિવસમાં મારું મૃત્યુ થવાનું છે, તક્ષકનાગ કરડવાનો છે.

જીવ માત્રને તક્ષકનાગ કરડવા આવવાનો છે. તક્ષક એ કાળનું સ્વરૂપ છે તેમ ભાગવતના એકાદશ સ્કંધમાં કહ્યું છે. કાળ તક્ષક કોઇને છોડતો નથી. તે સાતમે દિવસે જ કરડે છે. વાર સાત છે, અને સાત વારમાંથી એક વારે તો અવશ્ય તે કાળ કરડવાનો જ. આ સાતમાંથી કોઇ એક વાર આપણા માટે નક્કી જ છે ને ! તો પરીક્ષિતની જેમ કાળને ભૂલશો નહીં.

કોઇપણ જીવને કાળની બીક લાગે છે. મૃત્યુની બીક મનુષ્યને જ છે તેવું નથી. બ્રહ્માજીને પણ કાળનો ડર લાગે છે. ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે. ભાગવતમાં લખ્યું છે. ધ્રુવજી મૃત્યુના માથા ઉપર પગ મૂકીને સ્વર્ગમાં ગયા છે. ભાગવતનો આશ્રય કરે તે નિર્ભય બને છે.

લોકો મૃત્યુને અમંગળ માને છે પરંતુ તે અમંગળ નથી . મૃત્યુ એ પરમાત્માનો સેવક છે એટલે તે પણ મંગળ છે. ઠાકોરજીને થાય કે મારો દીકરો લાયક થયો છે એટલે મૃત્યુને આજ્ઞા કરે છે કે જીવને પકડી લાવ. જેને પાપનો વિચાર આવતો નથી તેનું મૃત્યુ મંગળમય થાય છે. જીવનમાં મનુષ્ય મરણની સાચી બીક રાખતો નથી એટલે તેનું જીવન બગડે છે મરણ બગડે છે.

અંત:કાળમાં મનુષ્યને જે ગભરામણ થાય છે તે કાળની નહિ પણ પોતે કરેલાં પાપોની યાદથી તેને ગભરામણ થાય છે. પાપ કરતી વખતે મનુષ્ય ડરતો નથી. ડરે છે ત્યારે કે જ્યારે પાપની સજા થવાનો વખત આવે છે. વ્યવહારમાં લોકો એકબીજાની બીક રાખે છે, મુનીમ શેઠની, કારકુન અમલદારની, વગેરે.ત્યારે મનુષ્ય કોઇ દિવસ ઇશ્વરનો ડર રાખતો નથી. નિર્ભય થવું હોય તો પાપ કરવાનું છોડી દેજો.

પ્રતિક્ષણે ઇશ્વરનું સ્મરણ રાખે તેનું મરણ સુધરે છે. ભાગવત મરણ સુધારે છે.

રોજ સ્મશાને જવાની જરૂર નથી. પણ સ્મશાનને રોજ યાદ કરવાની જરૂર છે. શંકર સ્મશાનમાં વિરાજે છે. શંકર જ્ઞાનના દેવ હોવાથી સ્મશાનમાં રહે છે. સ્મશાન એ જ્ઞાનભૂમિ છે. સમભાવ જાગે તેનું નામ સ્મશાન. સમભાવ જાગે છે તેથી જ્ઞાન પ્રગટ થાય છે. તેથી તે જ્ઞાનભૂમિ છેસમભાવ એટલે વિષમનો ભાવનો અભાવ. સમભાવ એજ ઇશ્વરભાવ. મનુષ્ય સર્વમાં સમભાવ રાખી વ્યવહાર કરે તો તેનું મરણ સુધરે છે.

સર્વમાં ઇશ્વરભાવ જાગે તો જીવ દૈન્ય બને, અને પરમાત્માને પ્રસન્ન કરવાનું સાધન પણ દૈન્ય છે. મનુષ્ય સઘળાની તૈયારી કરે છે, જમવાની, લગ્નની વગેરે. પણ મરણની તૈયારી કોઇ કરતું નથી. મરણની તૈયારી કરો. મૃત્યુ માટે સાવધાન રહેજો.

મનુષ્યને અમર બનવું છે. ભાગવતની કથા અમર છે. અમર કથાનો આશ્રય કરે તે અમર બને છે. પરીક્ષિત, શુકદેવજી અમર છે. ભાગવતની કથા તમને અમર બનાવે છે, ભક્તિરસનું દાન કરે છે. મીરાંબાઇ દ્વારકાધીશમાં અને ગૌરાંગ પ્રભુ ભક્તિથી સએહે જગદીશમાં સમી ગયા અને અમર બન્યા છે. ભાગવતની કથા સાંભળો. અનાયાસે સમાધિ લાગશે. યોગ તપ વિના ભગવાનને મેળવવાનું સાધન છે ભાગવત શાસ્ત્ર.

ભાગવત ભગવાન એવા સરળ છે કે તે બધા સાથે બોલવા તૈયાર છે, જ્યારે ભગવાન કોઇક અધિકારી સાથે બોલે છે. સાધક ને સાધનમાર્ગમાં કેવા સંશયો આવે છે તે વિચારી વ્યાસજીએ કથા કરેલી છે. વ્યાસજીએ માન્યું છે કે જે મારા ભાગવતમાં નથી તે જગતના કોઇ ગ્રંથમાં નથી. ભાગવતમાં છે તે બીજા ગ્રંથોમાં છે. ભાગવતશાસ્ત્ર એ પરિપૂર્ણ નારાયણનું સ્વરૂપ છે. તે અતિશય દિવ્ય છે.

(ક્રમશઃ)

----------------------------------------------------------------------------------------


શ્રીમદ ભાગવત રહસ્ય (માહાત્મ્ય ભાગ ૨)

વ્યાસાશ્રમમાં ગણપતિ મહારાજ પ્રગટ થયા. વ્યાસજીએ કહ્યું, મારે ભાગવત શાસ્ત્રની રચના કરવી છે. પરંત લખે કોણ? ગણપતિ કહે બહુ સારું, હું લખવા તૈયાર છું. પરંતુ હું એક ક્ષણ પણ નવરો નહિ બેસું. ગણપતિનું વાહન ઉંદર છે. ઉંદર એટલે ઉદ્યોગ. ઉદ્યોગ ઉપર બેસે તેની સિદ્ધિ,બુદ્ધિ દાસી થાય છે. સતત ઉદ્યોગ કરો તો રિદ્ધિસિદ્ધિ તમારી દાસી થશે. એક ક્ષન ઇશ્વરના ચિંતન વગર બેસશો નહિ.

પ્રત્યેક કાર્યના આરંભમાં ગણપતિની પૂજા કરવામાં આવે છે. ગણપતિ વિઘ્નહર્તા છે. ગણપતિનું પૂજન કરવું એટલે જીતેન્દ્રિય થવું. ગણપતિ કહે કે હું નવરો બેસતો નથી. જે નવરો બેસતો નથી તેનું અમંગળ થતું નથી.

ગણપતિ મહારાજ થયા છે લેખક અને વ્યાસજી થયા છે વક્તા. ગણપતિએ કહ્યું કે હું એક ક્ષણ પણ નવરો નહિ બેસું. ચોવીસ કલાક તમારે કથા કરવી પડશે. ત્યારે વ્યાસજીએ કહ્યું, હું જે બોલું તે યોગ્ય છે કે અયોગ્ય તે વિચારપૂર્વક લખજો.સો શ્લોક થાય એટલે વ્યાસજી એક અઘરો શ્લોક મૂકે. તે વિચાર કરવામાં ગણપતિને સમય લાગે ત્યાં વ્યાસજી પોતાના બીજા કામો પતાવી લે.

દેવોને અપરોક્ષતા બહુ પ્રિય છે. લખ્યું છે કે ચિત્રકેતુ રાજાને એક કરોડ રાણીઓ હતી. સંસારના વિષયો મનમાં રાખે છે તે જ ચિત્રકેતુ છે. સંસારના સર્વ ચિત્રો જેના મનમાં બેસી ગયા છેતે ચિત્રકેતુ છે.તે મન જ્યારે વિષયોમાં તન્મય બને છે ત્યારે તે એક કરોડ રાણી સાથે રમણ કરે છે. તેવો અર્થ છે.

ભાગવતમાં અનેકવાર આવા પ્રસંગો આવે છે તેનો વક્તાશ્રોતા વિચાર કરે તેનો લક્ષ્યાર્થ શું છે તે વિચારે. તેથી વ્યાસજી અતિશયોક્તિ પણ કરે છે. લખ્યું છે હિરણ્યાક્ષના મુકુટનો અગ્રભાગ સ્વર્ગને સ્પર્શ કરતો હતો અને એના શરીરથી દિશાઓ આચ્છાદિત થઇ જતી હતી. દહાડે દહાડે લોભ વધે છે તે તત્ત્વ બતાવવાનો આનો ઉદ્દેશ છે.
સત્કર્મમાં વિઘ્ન આવે છે તેથી સાત દિવસની કથાનો ક્રમ બતાવ્યો છે. સૂત અને શૌનકાદિકની કથા એક હજાર દિવસ ચાલેલી. વિઘ્નન આવે તે માટે વ્યાસજી પ્રથમ શ્રી ગણેશાય નમ:, ગણપતિ મહારાજને વંદન કરે છે. સરસ્વતીની કૃપાથી મનુષ્યમાં સમજ આવે છે. સદ્ ગુરુને વંદન કરે છે.તે પછી ભાગવતના પ્રધાન દેવ શ્રીકૃષ્ણને વંદન કરે છે.

મેં ભાગવત શાસ્ત્રની રચના કરીછે એટલે પોતે આ ગ્રંથનો પ્રચાર કરી શકવાના નથી. ભાગવત મેં માનવ સમાજના કલ્યાણ માટે બનાવ્યું છે. ભાગવતની રચના કર્યા પછી કલમ મૂકી દીધી છે. બહુ બોલ્યો, બહુ લખ્યું હવે ઇશ્વર સાથે સંબંધ જોડીશ.

પ્રભુથી વિખૂટા પડેલા જીવો મારા શ્રી કૃષ્ણની સન્મુખ આવે તે માટે મેં ભાગવત શાસ્ત્ર બનાવ્યું છે. ભાગવત એ પ્રેમશાસ્ત્ર છે. શ્રી કૃષ્ણ સિવાય બીજા સાથે પ્રેમ કરનારો આ કથાનો અધિકારી નથી. આવો કોણ મળે? સંસારના કોઇ વિષયો પ્રત્યે રાગ ન હોય તેવો જન્મથી વૈરાગી કોણ મળે? સંસારસુખ ભોગવ્યા પછી ઘણાને વૈરાગ્ય આવે છે પણ જન્મથી વૈરાગ્ય અપનાવેલું હોય તેવો કોણ મળે? આવા વિચારે વૃદ્ધાવસ્થામાં વ્યાસજીને પુત્રેષણા જાગી. ભગવાન શંકર વૈરાગ્યનું સ્વરૂપ છે. વ્યાસજીએ શંકરની આરાધના કરી. શંકર પ્રસન્ન થયા. વ્યાસજીએ માંગ્યું:- સમાધિમાં જે આનંદ આપ ભોગવો છો તે જગતને આપવા આપ મારે ઘેર પુત્રરૂપે પધારો. શુકદેવજી ભગવાન શિવનો અવતાર હતા એટલે તેઓ જન્મથી પૂર્ણ નિર્વિકાર છે.

જ્ઞાની પુરુષો માયાનો સંગ રાખતા નથી. જ્ઞાની પુરુષો માયાથી અસંગ રહેવા પ્રયત્ન કરે છે ત્યારે વૈષ્ણવો માયામાં પણ ઇશ્વરનો અનુભવ કરે છે.

શુકદેવજીના જન્મની કથાઓ અન્ય પુરાણોમાં છે. શુકદેવજી જન્મ થતાં વન તરફ જવા લાગ્યા. વ્યાસ નારાયણ પુત્રની પાછળ દોડે છે. બૂમ પાડે છે, દીકરા, દીકરા,પાછો વળ. પરંતુ શ્રીકૃષ્ણનું ધ્યાન કરતાં કરતાં શુકદેવજી સઘળાનું ભાન ભૂલ્યા છે. ત્યાં હવે કોણ પિતા? કોણ માતા? લૌકિક સંબંધનું વિસ્મરણ થાય છે ત્યારે બ્રહ્મસંબંધ થાય છે. લૌકિક સંબંધનું સ્મરણ છે ત્યાં સુધી ઇશ્વરમાં આસક્તિ થતી નથી.

શુકદેવજી વતી વૃક્ષોએ જવાબ આપ્યો, આ જીવ અનેકવાર પુત્ર બન્યો, અનેકવાર પિતા બન્યો છે. વાસના પુનર્જન્મનું કારણ બને છે. પિતાજી તમારા મારા અનેક જન્મો થયા છે. પૂર્વજન્મ યાદ રહેતો નથી એ જ સારું છે. પિતાજી તમે મારા પિતા નથી. હું તમારો પુત્ર નથી. તમારા અને મારા સાચા પિતા નારાયણ છે. પિતાજી મારી પાછળ ન પડો, ભગવાન પાછળ પડો. પિતાજી તમારું જીવન પરમાત્મા માટે બનાવો. મને જે આનંદ મળ્યો છે તે આનંદ જગતને આપવા જાઉં છું. વ્યાસજી પત્નીને સમજાવે છે. તને જે શુક ખૂબ ગમે છે તે અંતરયામીને અર્પણ કરજે. જે ખૂબ ગમતું હોય તે પ્રભુને આપીએ તો આપણે પ્રભુને ગમીએ.

આવા સર્વભૂત હ્રદયસ્વરૂપ શ્રી શુકદેવજી ને હુ6 વારંવાર નમન કરું છું.

એકવાર નૈમિષારણ્ય ક્ષેત્રમાં શૌનકજીએ સૂતજીને કહ્યું-આજદિન સુધી કથાઓ બહુ સાંભળી. હવે કથાનું સાર તત્ત્વ સાંભળવાની ઇચ્છા છે. અમારે હવે કથા સાંભળવી નથી. કથાનો સાર સાંભળવો છે. કથાસારં મમ કર્ણરસાયનમ્ . એવી કથા જ સંભળાવો કે જેથી અમારી શ્રી કૃષ્ણપ્રત્યેની ભક્તિ દૃઢ થાય, અમને શ્રીકૃષ્ણની પ્રાપ્તિ થાય.
માખણ સર્વનું સાર છે અને સર્વના સાર શ્રીકૃષ્ણ ભગવાન છે.

જીવ પ્રકૃતિનો ભોગ છોડે અને શ્રી કૃષ્ણમાં મન જોડે તો જીવ પણ શિવ બને.

ભાગવત એ માખણ છે. બીજા શાસ્ત્રો દૂધ, દહીં જેવાં છે. સર્વ શાસ્ત્રોના સાર રૂપ આ કૃષ્ણ કથા છે.

શૌનકજી કહે છે:- જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ વધે એવી સારભૂત કથા સંભળાવો.

સોળ આની જ્ઞાન અને સોળ આની વૈરાગ્ય આવે ત્યારે જીવનો જીવ ભાવ જાગે છે.

ભાગવત શાસ્ત્ર એ પ્રેમશાસ્ત્ર છે. પ્રેમ એ પાંચમો પુરુષાર્થ છે. કૃષ્ણપ્રેમમાં દેહભાન ભુલાય, ત્યારે માનજો પ્રેમ સિદ્ધ થયો, ભક્તિ સિદ્ધ થઇ. પરમાત્મા પ્રેમીને જ પોતાનું સ્વરૂપ બતાવે છે.

જ્ઞાનમાર્ગમાં પ્રાપ્તની પ્રાપ્તિ છે. જ્ઞાનમાર્ગમાં જે મળેલું છે તેનો જ અનુભવ કરવાનો છે. ભક્તિમાર્ગમાં ભક્તિ દ્વારા ભેદનો વિનાશ કરવાનો છે. ભક્તિમાર્ગમાં ભેદનો વિનાશ છે. જ્ઞાનમાર્ગમાં ભેદનો નિષેધ કરવામાં આવે છે. બન્નેનું લક્ષ એક જ છે. સૂતજી બોલ્યા:- આપ સૌ જ્ઞાની છો પણ લોકો ઉપર ઉપકર કરવા માટે આપ પ્રશ્ન પૂછો છો તો સાવધાન થઇ સાંભળો.

કળિયુગના જીવોને કાળરૂપ સર્પના મુખમાંથી છોડવવા શુકદેવજીએ ભાગવતની કથા કહી છે. જ્યારે શુકદેવજી પરીક્ષિત રાજાને આ કથા સંભળાવતા હતા ત્યારે સ્વર્ગનું અમૃત લઇ દેવો ત્યાં આવેલા. દેવોએ કહ્યું કે સ્વર્ગનું અમૃત અમે રાજાને આપીએ અને કથાનું અમૃત આપ અમને આપો.

સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો ક્ષય થાય છે પરંતુ પાપનો ક્ષય થતો નથી. કથામૃતના પાનથી પાપનો નાશ થશે. કથામૃતથી ભોગવાસનાનો વિનાશ થાય છે. તેથી સ્વર્ગના અમૃત કરતાં આ કથામૃત શ્રેષ્ઠ છે.

રાજાએ કહ્યું: ભગવન્ મારે સ્વર્ગનું અમૃત પીવું નથી. મારે આ કથામૃતનું જ પાન કરવું છે.

સાત જ દિવસમાં જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે આ કથા છે.આપણામાં જ્ઞાન અને વૈરાગ્ય છે પણ સૂતેલાં છે. તેને જાગૃત કરવાના છે. આગળ કથા આવશે કે જ્ઞાન અને વૈરાગ્ય મૂર્છામાં પડેલાં છે. સાત જ દિવસમાં જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરી ભક્તિરસ ઉત્પન્ન કરવા માટે કથા છે.
એવો બીજો કોઇ ગ્રંથ નથી જે સાત દિવસમાં મુક્તિ અપાવી શકે.

સૂતજીએ કહ્યું કે સાત દિવસમાં પરીક્ષિતને જે કથાથી મુક્તિ મળી તે કથા હું તમને સંભળાવું છું. સાત દિવસમાં પરીક્ષિતને મુક્તિ મળી. પરીક્ષિતને ખાત્રી હતી કે સાતમે દિવસે મારો કાળ આવવાનો છે. આપણે કાળને ભૂલી જઇએ છીએ. વક્તા શુકદેવજી જેવો હોય અને શ્રોતા પરીક્ષિત જેવો થઇને બેસે તો સાત દિવસમાં મુક્તિ મળે.

કથા સાંભળી પરીક્ષિતને લેવા વિમાન આવ્યું. આજકાલ લોકો કથા બહુ સાંભળે છે; પરંતુ તેઓને લેવા માટે વિમાન કેમ આવતું નથી? કદાચ સ્વર્ગમાંથી વિમાન લેવા આવે તો મનુષ્યની જવાની તૈયારી ક્યાં છે? મનુષ્ય પત્ની, પુત્ર, ધન, ઘર વગેરેમાં ફસાયો છે. આ આસક્તિ જ્યાં સુધી છૂટે નહિ ત્યાં સુધી મુક્તિ નથી.

તુકારામને લેવા વિમાન આવ્યું. તુકારામ પોતાની પત્નીને કહે છે કે તને વિમાનમાં બેસાડીને પરમાત્માના ધામમાં લઇ જાઉં, ચાલ મારી સાથે. પરંતુ પત્નીએ માન્યું નહિ અને ગઇ નહિ. સંસારનો મોહ છોડવો કઠણ છે

વાસના ઉપર અંકુશ ન આવે ત્યાં સુધી શાંતિ મળતી નથી. કથાનો એકાદ સિદ્ધાંત પણ જો મગજમાં ઠસી જશે તો જીવન મધુર બની જશે. વાસના વધી, ભોગો વધ્યા, તેથી સંસાર ખારો ઝેર બન્યો છે.

વાસનાઓ મનથી ક્ષીણ ન થાય ત્યાં સુધી મુક્તિ મળવાની નથી. પૂર્વજન્મનું શરીર ગયું પણ મન ગયું નથી. લોકો તનની, કપડાંની કાળજી રાખે છે; પરંતુ મર્યા પછી પણ જે સાથે આવે છે તે મનની કાળજી રાખતા નથી. મર્યા પછી જે સાથે આવવાનું છે, તેની કાળજી રાખજો. ધન, શરીર વગેરેની કાળજી રાખશો નહિ. મર્યા પછી હાથની આંગળીમાં વીંટી હશે તે પણ લોકો કાઢી લેશે.

આચાર, વિચાર વિના મનની શુદ્ધિ થતી નથી. અને મનની શુદ્ધિ થાય નહિ ત્યાં સુધી ભક્તિ થઇ શકતી નથી. જ્ઞાન વૈરાગ્યને જુવાન કરવા માટે આ ભાગવતની કથા છે.

વિવેકથી સંસારનો અંત ન લાવો ત્યાં સુધી સંસારનો અંત આવવાનો નથી.

જીવનમાં સંયમ, સદાચાર જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પુસ્તકમાંનું જ્ઞાન કાંઇ કામ લાગશે નહિ.

કેવળ જ્ઞાન શા કામનું? એક ગૃહસ્થનો પુત્ર મરણ પામ્યો. ગૃહસ્થ રુદન કરે છે તેને ત્યાં જ્ઞાની સાધુ આવે છે અને ઉપદેશ આપે છે, “ આત્મા અમર છે. મરણ શરીરનું થાય છે. તેથી તમારા પુત્રના મરણનો શોક કરવો ઉચિત નથી.”

થોડા દિવસ પછી તે જ્ઞાની સાધુની બકરી મરી ગઇ તેથી તે રડવા લાગ્યો. સાધુને રડતો જોઇ તે ગૃહસ્થે સાધુને કહ્યું કે બાપજી તમે મને ઉપદેશ આપતા હતા ને કે કોઇના મરણ માટે શોક કરવો નહિ,તો તમે કેમ

રોવો છો? સાધુએ કહ્યું કે છોકરો તારો હતો પણ બકરી મારી હતી તેથી રડું છું, આવું પરોપદેશે પાંડિત્યમ શા કામનું? જ્ઞાનનો અનુભવ કરો. મુક્ત થવા માટે જ્ઞાનનો ઉપયોગ છે.

કથા જીવનને સુધારે છે, જીવનમાં પલટો લાવી દે છે. કથા સાંભળ્યા પછી જીવનનો પલટો ન થાય તો માનજો કે મેં કથા બરોબર સાંભળી નથી. કથા મુક્તિ આપે છે એ વાત સાચી છે. રોજ મૃત્યુને એક બે વાર યાદ કરો. કદાચ આજે મને યમદૂત પકડવા આવશે તો મારી શું દશા થશે એમ રોજ વિચારો તો પાપ થશે નહિ. મનુષ્યો રોજ મરણનો વિચાર કરતા નથી પણ ભોજનનો વિચાર રોજ કરે છે.

આ ભાગવત કથાનું માહાત્મ્ય એકવાર સનતકુમારોએ નારદજીને કહી સંભળાવ્યું હતું. માહાત્મ્યમાં એવું લખ્યું છે કે મોટા મોટા ઋષિઓ, દેવો બ્રહ્મલોક છોડી વિશાલા ક્ષેત્રમાં આ કથા સાંભળવા આવ્યા છે. કથામાં જે આનંદ મળે છે તે બ્રહ્માનંદ કરતાં પણ શ્રેષ્ઠ છે. યોગી એકલો તરે છે. સત્સંગી પોતે તરે છે અને સંગમાં આવેલાં સર્વને તારે છે.

જેને લોકો બદરિકાશ્રમ કહે છે તે વિશાલા ક્ષેત્ર છે. બદરી વિશાલલાલકી જય. બદ્રિનારાયણ વિશાલ રાજાને માટે પધાર્યા હતા. પુંડલિકને માટે વિઠ્ઠલનાથ આવ્યા.

જે ભક્તને માટે ભગવાન આવે તે ધન્ય . બદ્રિનારાયણ તપ ધ્યાનનો આદર્શ જગતને બતાવે છે. તે બતાવે છે કે હું ઇશ્વર છું છતાં તપ ધ્યાન કરું છું. તપશ્ચર્યા વગર શાંતિ મળતી નથી. જીવ એકદમ તપશ્ચર્યા કરી શકતો નથી, તેથી ભગવાન આદર્શ બતાવે છે. બાળક દવા લેતો નથી ત્યારે મા દવા ખાય છે. માને દવા ખાવાની જરૂર નથી પણ બાળકને સમજાવવા તે દવા ખાય છે.

બદ્રિનારાયણના મંદિરમાં લક્ષ્મીજીની મૂર્તિ મંદિરની બહાર છે. સ્ત્રીસંગ અને બાળકોનો સંગ તપશ્ચર્યામાં વિઘ્નરૂપ છે. આમાં સ્ત્રીની નિંદા નથી, પણ કામની નિંદા છે. કોઇ સ્ત્રી, બાળકોનો ત્યાગ કરવાનું નથી એટલે કહેવું પડે છે કે ઘરમાં સ્ત્રી બાળકો વચ્ચે રહીને ભગવાનનું ભજન કરજો. તેવી જ રીતે તપસ્વિની સ્ત્રી માટે પુરુષનો સંગ ત્યાજ્ય છે.

એક દિવસ ફરતાં ફરતાં નારદજી વિશાલાપુરીમાં આવ્યા. ત્યાં સનકાદિક ઋષિઓ અને નારદજીનું મિલન થયું. નારદજીનું મુખ ઉદાસ જોઇ તેઓએ ઉદાસીનતાનું કારણ પૂછ્યું.

સનકાદિકે નારદજીને પૂછ્યું:- આપ ચિંતામાં કેમ છો? કૃતશ્ચિન્તાતુરો.

ચિંતા ન કરે એ જ વૈષ્ણવ. વૈષ્ણવ તો પ્રભુનું ચિંતન કરે છે. નારદજીએ કહ્યું-મારો દેશ દુ:ખી છે. સત્ય, તપ, દયા, દાન રહ્યાં નથી. મનુષ્યો બોલે છે કાંઇ, મનમાં હોય છે કાંઇ અને કરે છે કાંઇ ! વધુ શું કહું? ઉદરમ્ભરિણો જીવા . જીવો માત્ર પેટભરા બની ગયા છે.

સમાજમાં કોઇને સુખ શાંતિ નથી. આજે દેશ દુ:ખી થયો છે. દેશ જ્યાં સુધી ધર્મ અને ઇશ્વરને ન માને ત્યાં સુધી દેશ સુખી થતો નથી. જેના જીવનમાં ધર્મને મુખ્ય સ્થાન નથી તેને જીવનમાં શાંતિ નથી. ધર્મ અને ઇશ્વરને ભૂલનારો કોઇ દિવસ સુખી થતો નથી.

જગતમાં હવે ધર્મ રહ્યો નથી. સત્ય રહ્યું નથી. સત્યં નાસ્તિ. જગતમાં અસત્ય બહુ વધ્યું છે. અસત્ય સમાન કોઇ પાપ નથી. ઉપનિષદમાં લખ્યું છે કે અસત્ય બોલનારને પાપ તો લાગે છે જ પણ અસત્ય બોલનારના પુણ્યનો પણ ક્ષય થાય છે.

તમે મિતભાષી થશો તો સત્યભાષી થશો.

જગતમાં ક્યાંય નીતિ દેખાતી નથી. કુટુંબસુખ સિવાય બીજું કોઇ સુખ છે કે નહીં તેનો વિચાર સરખો પણ મનુષ્યને આવતો નથી. વિચારે છે કે આ પૈસાથી કુટુંબને સુખી કરીશ. ઇન્દ્રિયોનો એવો ગુલામ બને છે કે તેને પવિત્ર વિચાર પણ આવતો નથી.

જીવનમાં જ્યાં સુધી કોઇ લક્ષ્ય નક્કી કરશો નહિ ત્યાં સુધી પાપ અટકશે નહિ. જે લક્ષ્યને લક્ષમાં રાખે તેનાથી પાપ થાય નહીં. પરંતુ મનુષ્યને પોતાના લક્ષ્યની જ ખબર નથી. મંદબુદ્ધિવાળો તે જે કામ કરવાની જરૂર છે તે કરતો નથી.

જગતમાં અન્નવિક્રય થવા લાગ્યો છે. અન્નવિક્રય એ પાપ છે. જ્ઞાનનો વિક્રય

થવા લાગ્યો છે. જ્ઞાનનો વિક્રય ન કરો. બ્રાહ્મણ નિષ્કામ ભાવથી જગતને જ્ઞાનનું દાન કરે, અન્નદાન કરતાં પણ જ્ઞાનદાન શ્રેષ્ઠ છે. તેથી કાયમની શાંતિ થાય છે.

મનુષ્યની ભાવના બગડી ત્યારથી જીવન બગડવા લાગ્યું છે.

દુનિયામાં મને ક્યાંય શાંતિ જોવામાં આવી નહિ. આ પ્રમાણે કળિયુગના દોષ જોતો ફરતાં ફરતાં હું વૃન્દાવન આવ્યો. ત્યાં એક કૌતુક જોયું, એક યુવતી સ્ત્રીને જોઇ અને તેની પાસે બે વૃદ્ધ પુરુષોને મૂર્છામાં પડેલા જોયા.

તે યુવતી સ્ત્રીએ મને કહ્યું કે હે સાધો એક ક્ષણ ઊભા રહો. ક્ષણં તિષ્ઠ..

બીજાનું કામ સાધો એટલે તમે સાધુ બનશો. જેને સમયની કિંમત નથી તે અંતકાળે ખૂબ પસ્તાય છે. કોઇની એક ક્ષણ પણ બગાડો નહીં. એટલે એક ક્ષણ ઊભા રહેવા કહ્યું. મેં પૂછ્યું: દેવી તમે કોણ છો?

સ્ત્રીએ કહ્યું:- મારું નામ ભક્તિ છે . આ જ્ઞાન અને વૈરાગ્ય નામે મારા બે પુત્રો છે. તેઓ વૃદ્ધ થઇ ગયા છે.

મારો જન્મ દ્રવિડ દેશમાં થયો. મહાન, મહાન આચાર્યો દક્ષિણ ભારતમાં પ્રગટ થયા છે. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય દક્ષિણમાં થયા છે. દક્ષિણ દેશ એ ભક્તિનો દેશ છે.

કર્ણાટકમાં મને પોષણ મળ્યું. હું વૃદ્ધિ પામી. આચારવિચાર જ્યાં શુદ્ધ હોય ત્યાં ભક્તિને પુષ્ટિ મળે છે. કર્ણાટકમાં હજુ આચારવિચાર વધારે જોવા મળે છે. વ્યાસજીને કર્ણાટક પ્રત્યે પક્ષપાત ન હતો. પણ જે સાચું હતું તેનું વર્ણન કર્યું. હજુ કર્ણાટકમાં લોકો નિર્જળા એકાદશી કરે છે. એકાદશી એટલે દિવાળી નહિ. મારી એક એક ઇન્દ્રિય મારે ભગવાનને અર્પણ કરવી છે એવી ભાવના એકાદશીએ કરો.

મહારાષ્ટ્રમાં કોઇ કોઇ ઠેકાણે મારું સન્માન થયું. મહારાષ્ટ્રમાં ભક્તિને કોઇ કોઇ જગ્યાએ માન મળ્યું છે. પંઢરપુર જેવા સ્થળમાં ભક્તિ જોવા મળે છે અને ગુજરાતમાં હું જીર્ણ થઇ.ગુર્જરે જીર્ણતાં ગતા.. ગુજરાતમાં મારા બે પુત્રો સાથે હું વૃદ્ધ થઇ. પૈસાના દાસ પ્રભુના દાસ થઇ શકતા નથી.

ભક્તિના પ્રધાન નવ અંગ છે. પહેલું શ્રવણ. કેવળ કથા સાંભળવાથી ભક્તિ પૂર્ણ થતી નથી. સાંભળ્યું હોય તેનું મનન કરી જેટલું જીવનમાં ઉતાર્યું તેટલું ભાગવત સાંભળ્યું. કથા સાંભળવાથી પાપ બળે છે. પરંતુ મનન કરવાથી અને જીવનમાં ઉતારવાથી મુક્તિ મળે છે. શ્રવણભક્તિ છિન્નભિન્ન થઇ છે. કારણ મનન રહ્યું નથી.

કીરતનભક્તિ રહી નથી. કિર્તનમાં કીર્તિનો અન કંચનનો લોભ આવ્યો ત્યારથી કીર્તનભક્તિ બગડી.

જ્ઞાની પુરુષોને અપમાન કરતાં માન વધારે ખરાબ લાગે છે. ધનનો લોભ છૂટવા કરતાં કીર્તિનો મોહ છૂટવો કઠિન છે. કીર્તિનો મોહ જ્ઞાનીને પણ પજવે છે. હું મારા મનને સમજાવું છું. જ્યાં સુધી તમે તમારા મનને નહીં સમજાવો ત્યાં સુધી તે માનશે નહિ.

કથા કીર્તનમાં અનાયાસે જગત ભુલાય છે. મનુષ્ય સર્વ છોડી માળા લઇને બેસે છે ત્યારે જગત યાદ આવે છે. કથામાં બેસો ત્યારે સંસાર વ્યવહારના વિચારો મનમાંથી કાઢી નાંખો. હું મારા શ્રીકૃષ્ણના ચરણમાં બેઠો છું એવી ભાવના કરો.

કીર્તનભક્તિ નિષ્કામ હોવી જોઇએ. તુલસીદાસજીએ કહ્યું છે સ્વાન્ત સુખાય. મારા સુખને માટે કથા કરું છું. બીજાને શું સુખ મળે છે તેની મને ખબર નથી. પણ મારામનને આનંદમળે છે તેથી કથા કરું છું.

વંદન ભક્તિ અભિમાનથી ગઇ. સર્વમાં શ્રીકૃષ્ણની ભાવના રાખી સર્વને વંદન કરો. વંદન કરવાથી વિરોધનો નાશ થાય છે. નરસિંહ મહેતાએ કહ્યું છે કે સકળ લોકમાં સહુને વંદે, વંદે એ વૈષ્ણવ. વંદન માંગે એ વૈષ્ણવ નહીં. અંદર હું પણું હશે ત્યાં સુધી ભક્તિ વધશે નહિ.

શરીરને લોકો શણગારવા લાગ્યા ત્યારથી અર્ચન ભક્તિ ગઇ. માટે જીવન સાદું રાખો.

ભક્તિના એક એક અંગનો નાશ થયો. બુદ્ધિનો બહુ અતિરેક થાય એટલે ભક્તિનો વિનાશ થાય. ભક્તિ છિન્નભિન્ન થઇ એટલે જીવન વિભક્ત થયું.

ભક્તિના બે બાળકો છે: જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિનો આદર કરો. જ્ઞાન વૈરાગ્યને મૂર્છા આવે છે ત્યારે ભક્તિ પણ રડે છે.કળિયુગમાં જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ થાય છે એટલે કે વધતાં નથી. જ્ઞાન પુસ્તકમાં આવીને રહ્યું ત્યારથી જ્ઞાન ગયું.

નારદજી કહે છે: જ્ઞાન અને વૈરાગ્યને કેમ મૂર્છા આવી છે તે હું જાણું છું .આ કળિકાળમાં જગતમાં અધર્મ વધ્યો છે તેથી તેઓને મૂર્છા આવી છે. આ વૃંદાવનની પ્રેમભૂમિથી તમને પુષ્ટિ મળી છે.

કળિયુગમાં જ્ઞાન વૈરાગ્યની ઉપેક્ષા થાય છે એટલે તે ઉત્સાહ વગરના વૃદ્ધ થયા છે. નારદજીએ જ્ઞાનવૈરાગ્યને જગાડવા અનેક પ્રયત્નો કર્યા પણ કાંઇ વળતું નથી. વેદોના અનેક પારાયણ કર્યા તો પણ જ્ઞાનવૈરાગ્યની મૂર્છા ઊતરતી નથી. નારદજી ચિંતામાં પડ્યા. તે વખતે આકાશવાણી થઇ. તમારો પ્રયત્ન ઉત્તમ છે. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિનો પ્રચાર કરવા તમે કાંઇક સત્ કર્મ કરો.પણ હું શું સત્ કર્મ કરું? આકાશવાણીએ કહ્યું કે સંતો તમને સત્ કર્મ બતાવશે.

સંત ક્યાં મળશે? શું સાધન બતાવશે? એનો વિચાર કરતાં નારદજી ફરતાં ફરતાં બદરિકાશ્રમમાં આવ્યા. ત્યાં સનકાદિ મુનિઓને તેમણે જોયા. ઉપર જણાવ્યા મુજબ સનકાદિક ઋષિઓ અને નારદજીનું મિલન થયું. નારદજીએ બધી વાત કહી. નારદજી કહે છે:- જે દેશમાં હું જન્મ્યો તે દેશને ઉપયોગી ન થાઉં તો મારું જીવન વૃથા છે. આપ બતાવો હું શું સત્ કર્મ કરું?

સનકાદિ મુનિઓ કહે છે:-દેશના દુ:ખે તમે દુ:ખી છો. તમારી ભાવના દિવ્ય છે. ભક્તિનો પ્રચાર કરવાની તમારી ઇચ્છા છે.

તમે ભાગવતજ્ઞાન માર્ગનું પારાયણ કરો. તમારી ઇચ્છા પૂર્ણ થશે. તમે ભાગવત જ્ઞાનયજ્ઞ કરો અને તેનો પ્રચાર કરો તેથી લોકોનું કલ્યાણ થાય.

વેદનું પારાયણ કરવું સારું છે પણ વેદનો અર્થ જલદી ધ્યાનમાં આવતો નથી. તેથી વેદ સર્વ વેદોના સાર જેવો આ ભાગવત જ્ઞાનયજ્ઞ કરો.

ભાગવત કથામૃતનું પાન કરવા ત્યાંથી તેઓ ગંગાકિનારે આવ્યા. શુદ્ધ ભૂમિમાં સાત્ત્વિક ભાવ જાગે. ભૂમિની અસર સૂક્ષ્મ રીતે મન ઉપર થાય. ગંગા જ્ઞાનભૂમિ છે. માટે આજ્ઞા કરી કે ગંગાકિનારે ચાલો. ભૃગુર્‍ષિ દરેકને ઘેર ઘેર જઇ બધાને કથામાં લઇ જાય છે. સત્ કર્મમાં બીજાને પ્રેરણા આપે તેને પણ પુણ્ય મળે છે.

અનાદિકાળથી મનુષ્યનું માયા સાથે યુદ્ધ થતું આવ્યું છે, જીવ ઇશ્વર પાસે જાય છે તે માયાને ગમતું નથી. જીવ સર્વ પ્રકારનો મોહ છોડી પ્રભુ પાસે જાય તે માયાને ગમતું નથી. માયાનું એક સ્વરૂપ નથી. ઇશ્વર જેમ વ્યાપક છે તેમ માયા પણ વ્યાપક જેવી છે. જીવ અને ઇશ્વરના મિલનમાં માયા વિઘ્ન કરે છે.

માયા મનને ચંચળ બનાવે છે. મનુષ્યને માયા હરાવે છે. મનુષ્યની હાર થાય છે, માયાની જીત થાય છે; કારણ મનુષ્ય ભગવાનનો જય જયકાર કરતો નથી. કથા-ભજનમાં ઇશ્વરનો પ્રેમથી જય જયકાર કરવો. માયાની હાર થાય અને મારી જીત થાય. ભૂખતરસને ભૂલશો નહિ તો પાપ થશે. ભૂખતરસને સહન કરવાની ટેવ પાડો. આગળ કથા આવશે પરીક્ષિતની બુદ્ધિ ભૂખ તરસે જ બગાડેલી.

સૂતજી સાવધાન કરે છે, હે રાજ , નારદજી આજે શ્રોતા થઇ બેઠા છે. સનકાદિ આસન ઉપર બિરાજ્યા એટલે જયજ્યકાર થવા લાગ્યો.

ભગવાન શ્રીકૃષ્ણ કાનમાંથી , આંખમાંથી મનમાં આવે છે. વારંવાર શ્રીકૃષ્ણકથા સાંભળે છે. તેના કાનમાંથી શ્રીકૃષ્ણ હ્રદયમાં પધારે છે.

કાનમાંથી પાપ મનમાં આવે છે. કાનને કથા શ્રવણ કરાવશો-તમે ભગવાનની કથા સાંભળશો તો મન ભગવાનમાં સ્થિર થશે. કાનમાંથી ભગવાન હ્રદયમાં આવશે.

આંખ અને કાન એ ભગવાનને હ્રદયમાં દાખલ કરવાના-દેહના બે દરવાજા છે, સાધન છે.

ઘણા આંખથી પ્રભુના સ્વરૂપને મનમાં ઉતારે છે. ઘણા કાનથી શ્રવણ કરી ભગવાનને હ્રદયમાં ઉતારે છે. આથી આંખ અને કાન બંને પવિત્ર રાખો. ત્યાં શ્રીકૃષ્ણને પધરાવો. દરેકસત્કર્મના આરંભમાં શાંતિપાઠ કરવામાં આવે છે. તેનો મંત્ર છે. ૐ ભદ્રં કર્ણેભિ: શ્રુણુયામ દેવા: ..

હે દેવ ! કાનો વડે અમે કલ્યાણમય વચનો સાંભળીએ.

કાન અને આંખ પવિત્ર થાય પછી સત્કાર્યનો આરંભ થાય. તેથી ગોર મહારાજ આંખે, કાને પાણી અડાડવાનું કહે છે ને?

શુદ્ધ ઇન્દ્રિયમાં જ પરમાત્માનો પ્રકાશ થાય છે, આથી ઇન્દ્રિયોને શુદ્ધ કરો. અને શુદ્ધ રાખો. મન શુદ્ધ કર. કાળ બગડ્યો નથી, કાળજું બગડ્યું છે.

સનકાદિ મુનિઓ કહે છે:- આ ભાગવત ગ્રંથમાં અઢાર હજાર શ્લોકો છે.

અઢારની સંખ્યા પરિપૂર્ણ છે. રામકૃષ્ણ ઓઅરિપૂર્ણ છે તેથી નવમીને દિવસે પ્રગટ થયા છે. કૃષ્ણ નવમીએ ગોકુળ આવ્યા ત્યારે નંદ મહોત્સવ કરવામાં આવે છે. રામજીની બાર કળા અને કૃષ્ણની સોળ કળા એવા ભેદ રાખશો નહિ.

(ક્રમશઃ)

-----------------------------------------------------------------------

Tuesday, 12 September 2017

સ્વરૂપ - ૧૮ અધ્યાયો, ૭૦૦ શ્લોકો

સ્વરૂપ - ૧૮ અધ્યાયો, ૭૦૦ શ્લોકો

 

ભગવદ્ ગીતા  ૧૮ અધ્યાયોમાં વહેંચાયેલી છે. આ અઢાર અધ્યાયોમાં ૭૦૦ શ્લોકો ગૂંથવામાં આવ્યા છે. તેમાં ૧ શ્લોક ધૃતરાષ્ટ્રજીના મુખે, ૪૭ શ્લોકો સંજયના મુખે, ૮૪ શ્લોકો અર્જુનના મુખે તથા ૫૭૪ શ્લોકો શ્રીકૃષ્ણજીના મુખે મૂકવામાં આવ્યા છે.

શૈલી - સંવાદાત્મક

ગીતા સંવાદ છે. આમ તો આખુંય મહાભારત સંવાદ છે. વૈશમ્પાયનજી તે સંવાદમાં મુખ્ય વક્તા છે. જન્મેજય મુખ્ય શ્રોતા બની સાંભળે છે. આમ મહાભારતનો મૂળ સંવાદ વૈશમ્પાયનજી તથા જન્મેજય વચ્ચે ચાલી રહ્યો છે.
આ સંવાદની અંતર્ગત બીજો સંવાદ આવે છે - ધૃતરાષ્ટ્ર અને સંજયનો સંવાદ. જેમાં ઉપર જાણ્યું તેમ અંધ ધૃતરાષ્ટ્ર સમરાંગણનો અહેવાલ જાણવા ઉત્સુક શ્રોતા બન્યા છે અને સંજય વક્તા. આમ આ સંવાદ મહાભારતનો દ્વિતીય સંવાદ છે. આ દ્વિતીય સંવાદમાં જ સમગ્ર ગીતાગ્રંથ સમાયો છે.
હવે આ દ્વિતીય સંવાદ અંતર્ગત ત્રીજો સંવાદ આવે છે. પાર્થ અર્જુન અને પાર્થસારથિ શ્રીકૃષ્ણ વચ્ચે થયેલો દિવ્ય સંવાદ.
મહાભારતમાં સંવાદ ત્રિવેણીનો એક અનોખો સંગમ રચાયો છે, જેમાં ત્રીજો સંવાદ ભગવદ્ ગીતા રૂપે મૂર્ધન્ય સ્થાને બિરાજે છે.

કાવ્યાત્મક

ભગવદ્ ગીતા  એક કાવ્ય છે. સંસ્કૃત કાવ્યજગતમાં પ્રસિદ્ધ અનુષ્ટુપ્, ઉપજાતિ વગેરે વિભિન્ન છંદોમાં મહાકવિ વ્યાસજીએ ભક્ત અને ભગવાનના દિવ્ય સંવાદને કાવ્યરૂપે વણી લીધો છે.
રહસ્યમયતા કાવ્યનો આત્મા છે. ગીતા પરમ રહસ્ય છે. સરસતા અને મધુરતા કાવ્યનાં ઘરેણાં છે. ગીતાનો ઉપદેશ સરસ અને સુમધુર છે. સહજતા કાવ્યની સુવાસ છે. ગીતાનો ઉપદેશ સહજ છે. ગીતા આદર્શ કાવ્ય છે. જીવનનું કાવ્ય! તત્ત્વજ્ઞાનનું કાવ્ય! લાગણીઓનો પ્રવાહ આ કાવ્યમાં ભરતીની જેમ સવાર થયેલો અનુભવાય છે. અને બ્રાહ્મીસ્થિતિરૂપ સ્થિતપ્રજ્ઞતાએ અહીં પ્રસ્તરની સ્થિરતા મૂર્તિમાન કરી દીધી છે.
આથી જ તો ઘણા કાવ્યપ્રેમીઓએ આ શાસ્ત્રને કાવ્યદૃષ્ટિએ પણ માણ્યું છે.
આમ ગીતાની શૈલીમાં સંવાદમયતાની સાથે કાવ્યાત્મકતાનું પણ સુંદર અને સમુચિત સંયોજન થયું છે.

ભગવદ્ ગીતા  - એક 'ઇતિહાસ'

મહાભારત 'ઇતિહાસ' છે. ભગવદ્ ગીતા  મહાભારતનો જ અંશ છે એટલે એ પણ 'ઇતિહાસ' છે. સત્ય ઘટના છે. કલ્પના નથી. પશુઓની કે પંખીઓની કાલ્પનિક વાર્તાઓ દ્વારા કે પછી ઉપજાવી કાઢેલા માનવીય પ્રસંગો દ્વારા જેમ નીતિબોધ આપવામાં આવે તેમ મહાભારત કાલ્પનિક વાર્તાઓનો સંગ્રહ નથી. કે ગીતા કવિરાજ વ્યાસજીની કલ્પનાસૃષ્ટિ નથી. ગીતામાં જે જે વર્ણવાયું છે તે બધું જ 'इति' એટલે 'એવી રીતે', 'ह' એટલે 'અવશ્ય, ખરેખર' અને 'आस' એટલે 'બન્યું હતું.' 'આવી ઘટના બની જ ન શકે' એવું માનવા કરતાં 'આવું પણ બની શકે' એવું તારણ કાઢી શકાય એટલી બુદ્ધિ નિર્મળ અને સ્વસ્થ હોવી જોઈએ. માટે શ્રીકૃષ્ણ કે અર્જુન કાલ્પનિક પાત્રો નથી. અર્જુનની નબળાઈ કે ધર્મસંમૂઢતા કાલ્પનિક નથી. અને શ્રીકૃષ્ણનો ઉપદેશ પણ ઉપજાવટ નથી. બધું જ હકીકત છે. કારણ કે ગીતા એક 'ઇતિહાસ' છે.
આ રીતે આપણે ભગવદ્ ગીતા નો બહિરંગ વૈભવ જાણ્યો. હવે તેને અંતરંગ રીતે માણીએ.

અંતરંગ વૈભવ

મોગરાના પુષ્પને હાથમાં લઈ કોઈ તેની સૌરભને માણે જ નહીં અને બધો સમય તેનાં પાંદડાં ગણવામાં વ્યસ્ત રહે, કે પછી, મધુર મધપૂડાના મધને મૂકી કોઈ તેનાં છિદ્રો ગણવામાં જ સમય વિતાવી દે, તે કેવું થયું કહેવાય? આવું ભગવદ્ ગીતા  વિષે ન થઈ જાય તે ધ્યાન રાખવું જોઈએ. કેવળ તેના કર્તા, સમય, સ્થળ, ભાષા, શૈલી વગેરે જાણી લઈ બેસી રહ્યે ન ચાલે. તેના અંતરંગ તત્ત્વની અનુભૂતિ થવી જોઈએ. વર્તનમાં પરિવર્તન લાવવાનું એ અનુભૂતિમાં કૌવત છે.
તો શું છે ભગવદ્ ગીતા નું અંતરંગ તત્ત્વ? ભગવદ્ ગીતા ના પ્રત્યેક અધ્યાયના અંતે અધ્યાયસમાપ્તિ સૂચક સંકલ્પ પરંપરાથી ઉચ્ચારવામાં આવે છે. જેમ કે, ''इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः॥'' આ શબ્દો વિચારવાથી ભગવદ્ ગીતા ના અંતરંગ તત્ત્વને, તેના પ્રધાન પ્રતિપાદ્ય રહસ્યને પામવાની દિશા મળશે.

‘उपनिषत्सु’

'उपनिषत्सु' એમ કહીને અહીં ભગવદ્ ગીતા ને ઉપનિષદનો દરજ્જો આપ્યો છે. ભગવદ્ ગીતા  ઉપનિષદ્ કેમ? જવાબ છે - ઉપનિષદોના પરમસિદ્ધાંતોને જ ગીતા સમજાવે છે, રક્ષે છે, પોષે છે અને જીવતાજીવન સુધી લઈ આવે છે તેથી. આ અંગે એક ઉક્તિ પ્રસિદ્ધ છે - ''सर्वोपनिषदो गावो दोग्घा गोपालनन्दनः। पार्थो वत्सः सुघीर्भोक्ता दुग्घं गीतामृतं महत्॥'' અર્થાત્ સકળ ઉપનિષદો ગાયમાતાના સ્થાને છે. તે ગાયોનું દોહન કરનાર ગોપાલનંદન શ્રીકૃષ્ણ છે. વળી, જેને જોઈને ગાયમાતા પારસો મૂકે તેવું વત્સલ-વાછરડું છે પાર્થ-અર્જુન. અને એ ઉપનિષદો રૂપી ગાયમાતાનું અમૃતમય દૂધ એટલે ભગવદ્ ગીતા , જેનું બુદ્ધિશાળી ભક્તો પાન કરે છે. (ગીતામાહાત્મ્ય)
તત્ત્વજ્ઞાનીઓની ભાષામાં કહીએ તો ગીતાએ ઉપનિષદોનું સાચા અર્થમાં 'ઉપબૃંહણ' કર્યું છે. ઉપબૃંહણ કરવું એટલે ઉપનિષદોનાં રહસ્યોને સ્પષ્ટ કરવા અને પુષ્ટિ આપી તેને સુદૃઢ બનાવવા. ભગવદ્ ગીતા એ આ કર્તવ્ય બરાબર નિભાવ્યું છે. ઉપનિષદો પોતે જ રહસ્યમય છે. અને તે રહસ્ય એટલે 'બ્રહ્મવિદ્યા.' ઉપનિષદ્ બ્રહ્મવિદ્યાનું શાસ્ત્ર છે. ભગવદ્ ગીતા  ઉપનિષદ્ના રહસ્યને એટલે કે બ્રહ્મવિદ્યાને સ્પષ્ટ કરે છે, અને પુષ્ટિ આપી તેને સુદૃઢ બનાવે છે.
આમ, ઉપનિષદોનો સનાતન તત્ત્વસિદ્ધાંત જ ભગવદ્ ગીતા માં આબેહૂબ પ્રતિબિંબિત થયો છે.
એટલે જ તો 'उपनिषत्सु' એમ કહી ભગવદ્ ગીતા ને 'ब्रह्मविद्यायाम्' એમ કહીને પણ બિરદાવી છે.

‘ब्रह्मविद्यायाम्’

'ब्रह्मविद्यायाम्' કેટલું ઊંડાણ છે આ શબ્દમાં? ભગવદ્ ગીતા  એટલે સાક્ષાત્ બ્રહ્મવિદ્યા! આ શબ્દનું મૂલ્ય સમજવા માટે પાછો ઉપનિષદનો આધાર લીધા વગર છૂટકો નથી. મુંડક ઉપનિષદમાં બ્રહ્મવિદ્યાનો અર્થ સમજાવવામાં આવ્યો છે. મંત્રના શબ્દો છે - ''येनाऽक्षरं पुरुषं वेद सत्यं प्रोवाच तां तत्त्वतो ब्रह्मविद्यायाम्'' (મુંડક ઉપનિષદ્ - ૧/૨/૧૩) અર્થાત્ 'જેના વડે અક્ષરમ્ કહેતાં અક્ષરબ્રહ્મ અને પુરુષમ્ કહેતાં પુરુષોત્તમ પરબ્રહ્મ, આ બે દિવ્ય સ્વરૂપોનું તત્ત્વે કરીને જ્ઞાન થાય તેને બ્રહ્મ વિદ્યા કહેવાય.' ભગવદ્ ગીતા માં અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ આ બંને દિવ્ય સ્વરૂપોનો સતત ઉપદેશ થયો છે. એમાંય વળી આઠમા અધ્યાયમાં તો ''किं तद् ब्रह्म'' (ગીતા ૮/૧) એમ અર્જુનને જિજ્ઞાસા થતાં, ''अक्षरं ब्रह्म परमम्'' (ગીતા ૮/૩) એમ ઉત્તર આરંભી શ્રીકૃષ્ણભગવાને સમગ્ર અધ્યાયમાં અક્ષરબ્રહ્મનું જ સવિસ્તર તાત્ત્વિક નિરૂપણ કર્યું છે. તેથી જ આ આઠમો અધ્યાય ''अक्षरब्रह्मयोगः'' એ નામે જ સર્વત્ર પ્રસિદ્ધિ પામ્યો છે.
એ જ રીતે ૧૫મો અધ્યાય ''पुरुषोत्तमयोगः'' નામે પ્રસિદ્ધ છે. તેનું કારણ પણ એટલું જ કે તેમાં ક્ષર થકી અને અક્ષર થકી પર એવા પુરુષોત્તમ પરબ્રહ્મનો ઉપદેશ થયો છે. વળી ''एषा ब्राह्मी स्थितिः पार्थ'' (ગીતા ૨/૭૨), ''स ब्रह्मयोगमुक्तात्मा सुखमक्षय्यमश्नुते'' (ગીતા ૫/૨૧), ''ब्रह्मभूतः प्रसन्नात्मा'' (ગીતા ૧૮/૫૪) વગેરે વાક્યોમાં બ્રહ્મવિદ્યા જ પોતાના આત્માને બ્રહ્મ સંગાથે એક કરી પરબ્રહ્મની ભક્તિ-ઉપાસના કરવાના સિદ્ધાંત રૂપે પડઘાતી રહી છે.
આથી 'ब्रह्मविद्यायाम्' એમ કહીને ભગવદ્ ગીતા નું સમુચિત સન્માન થયું છે. ફેર એટલો જ કે ઉપનિષદોમાં જે જ્ઞાન પરોક્ષપણે પીરસાયું તે જ્ઞાનનો ગીતામાં પ્રત્યક્ષ પરમાત્માના સ્વરૂપમાં સુભગ સંયોગ સધાયો છે. આકાશમાં ભડાકા નથી. અને એટલે જ ભગવદ્ ગીતા ને 'योगशास्त्रे' એમ કહીને બ્રહ્મવિદ્યાના સિદ્ધાંતોમાં પરમાત્માની પ્રત્યક્ષતાનો ઉદ્ઘોષ કરનાર શાસ્ત્ર તરીકે વિશેષપણે નવાજવામાં આવ્યું છે.

[9:37PM, 14/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿          શ્રીમદ ભગવદગીતા-૧૨૧-                    અધ્યાય-૧૫-   ...