[11:53AM, 27/10/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૮૦-
અધ્યાય-૭-
જ્ઞાન-વિજ્ઞાન યોગ-૧
શ્રીકૃષ્ણ કહે છે-કે-
--યોગ નો (આગળના અધ્યાય -૬ માં બતાવ્યો તે) અભ્યાસ કરીને-
--અહીં તહીં ભટકતા તારા મન ને –મારામાં (આત્મામાં-પરમાત્મામાં) જ આસક્ત કરીને-અને
--કેવળ મારો (આત્માનો-પરમાત્માનો) આશ્રય ધરીને-(શરણ માં જઈ ને)
તું મારું (આત્માનું-પરમાત્માનું) સ્વરૂપ –કોઈ પણ સંશય વગર –
કેવી રીતે જાણી શકીશ-તેનું “જ્ઞાન” કહું છું...................................................(૧)
જે “જ્ઞાન” ને જાણ્યા પછી આ લોકમાં જાણવા યોગ્ય કશું બાકી રહેતું નથી તે
સંપૂર્ણ જ્ઞાન હું વિજ્ઞાન સહિત કહું છું .........................................................(૨)
જ્ઞાનેશ્વર સત્ય (બ્રહ્મ) જ્ઞાન સિવાયના વિરુદ્ધ સર્વ જ્ઞાનને –વિજ્ઞાન-(વ્યવહારજ્ઞાન-કે-પ્રપંચજ્ઞાન) કહે છે.
---“સત્ય જ્ઞાન” –એ એવું જ્ઞાન છે-કે-તે કદી પણ બદલાતું નથી.-જયારે -
---“વ્યવહારિક જ્ઞાન”(વિજ્ઞાન) નો આધાર “અનુભવ” હોવાથી-.
જેમ જેમ નવા નવા અનુભવ થતા જાય તેમ તેમ તે જ્ઞાન બદલાતું જાય.
---“સત્ય જ્ઞાન” (પરમાત્મા-આત્મા) ના સાક્ષાત્કાર વખતે- બુદ્ધિ,વિચારો અને તર્ક ની સમાપ્તિ થઇ જાય છે.
(બુદ્ધિ-સ્થિર થાય છે-જેમ નાવ નું લંગર નાખ્યું હોય તો તે હાલતી નથી તેમ)
---“યોગ” નું જ્ઞાન –એ-"વિજ્ઞાન" છે- કે જેનાથી “સત્ય જ્ઞાન” ને પામી શકાય છે.
સમજવામાં થોડીક અઘરી લાગતી –આ જ વાત ઉદાહરણ થી સમજવા પ્રયત્ન કરીએ.
વિજ્ઞાન એ પ્રયોગો પર આધારિત છે.અને પ્રયોગો પછી તેનું એક સમીકરણ (તારણ) મુકાય છે.
હવે જો આપણી સમક્ષ ત્રણ વાડકા માં પાણી ભરેલું હોય-તો
આપણે નરી આંખે તેને જોઈ ને કહી શકીએ કે ત્રણ વાડકા માં પાણી છે.(સત્ય જ્ઞાન)પણ હવે જો ડાબા વાડકામાં ખુબ જ ગરમ પાણી અને જમણા વાડકામાં ખુબ જ ઠંડું પાણીઅને વચ્ચે ના વાડકા માં સાદું –વાતાવરણ ના ઉષ્ણતામાન (ટેમ્પરેચર) વાળું પાણી ભરવામાં આવે-તો આપણે પ્રયોગ કરીએ છીએ –એટલે આપણ ને ખબર છે-કે વચ્ચે ના વાડકા માં સાદું પાણી છે.કે જેનું વાતાવરણ ના ઉષ્ણતામાન જેટલું જ ઉષ્ણતામાન છે
હવે કોઈ વ્યક્તિ ને પ્રથમ ડાબા વાડકામાં થોડીવાર હાથ ડૂબાડી રાખી ને –અને પછી તરત તેને –તે હાથવચ્ચે ના વાડકામાં ડૂબાડી રાખી પૂછવામાં આવે તો-તે કહેશે કે-વચ્ચેના વાડકા નું પાણી ગરમ છે-પણ સાચી રીતે આપણે જાણીએ છીએ કે તે વચ્ચે ના વાડકા નું પાણી ગરમ નથી.
હવે બીજી કોઈ વ્યક્તિ ને પ્રથમ જમણા વાડકામાં થોડીવાર હાથ ડૂબાડી રાખી ને –અને પછી તરત તેને –તે હાથ વચ્ચે ના વાડકામાં ડૂબાડી રાખી પૂછવામાં આવે તો-તે કહેશે કે-વચ્ચેના વાડકા નું પાણી ઠંડું છે- પણ સાચી રીતે આપણે જાણીએ છીએ કે તે વચ્ચે ના વાડકા નું પાણી ઠંડું નથી.
વચ્ચે ના વાડકા ના પાણી ના અનુભવ પછી-એક વ્યક્તિ કહે છે-કે પાણી ગરમ છે-અને બીજી વ્યક્તિ કહે છે-કે- પાણી ઠંડું છે. અને આપણે જાણીએ છીએ કે તેમાંનું પાણી એ પાણી જ છે-
આમ જુદા જુદા અનુભવ નું જ્ઞાન એ અનુભવ ઉપર આધારિત હોવાથી –તે બદલાતું કે જુદું જુદું લાગે છે.જેને વ્યવહારિક જ્ઞાન-કે -વિજ્ઞાન-કે-પ્રપંચ જ્ઞાન કહી શકાય.
પણ અહીં શ્રીકૃષ્ણ કહે છે-કે-
હવે હું તને એવું (સત્ય) જ્ઞાન કહું છું-(એવું ગુપ્ત –ગોપનીય “તત્વ” કહું છું)કે જે જાણ્યા પછી –જગતમાં કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી.(જે જ્ઞાન કદી બદલાતું નથી)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[11:53AM, 27/10/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૮૧-
અધ્યાય-૭-
જ્ઞાન-વિજ્ઞાન યોગ-૨
હજારો મનુષ્યો માંથી કોઈ એકાદ મનુષ્ય ને જ આ “સત્ય જ્ઞાન” ની “ઈચ્છા” થયેલી હોય છે.
આવી “ઈચ્છા થયેલા મનુષ્યો” માંથી પણ કોઈ એકાદ જ આ-“સત્યજ્ઞાન” મેળવવા પ્રયત્ન કરે છે.અને આવા પ્રયત્ન કરનારા માંથી કોઈ એકાદ જ –આ સત્યજ્ઞાન ને –પરમાત્મા નેઓળખી શકે છે.(મેળવી શકે છે).........(૩)
બીજી રીતે કહીએ તો- પરમાત્મા ના સત્ય-જ્ઞાન ને મેળવવા માટે-કેટલાય લોકો આસ્થા ના પૂરમાં ભૂસકા મારે છે-કુદી પડે છે-
પરંતુ સામે કાંઠે તો –કોઈ એકાદ જ માણસ પહોંચી શકે છે.(કોઈ એક ને જ સત્ય ની પ્રાપ્તિ થાય છે)માટે આ સામાન્ય વાત નથી.
એટલે હવે “સત્યજ્ઞાન” ની વાત પહેલાં “વિજ્ઞાન” ના સ્વરૂપને સમજીએ.અને ધીરે ધીરે સત્યજ્ઞાન (પરમાત્મા) ને સમજવા તરફ પ્રયાણ કરીએ.
પંચમહાભૂત (પૃથ્વી,જલ,અગ્નિ,વાયુ,આકાશ) અને મન,બુદ્ધિ,અને અહંકાર-આ આઠ ભેદ વાળી (આઠ ભાગ માં વિભક્ત થયેલી) બ્રહ્મની- પ્રકૃતિ – સ્થૂળ-જડ-અપરા છે..(૪)
જે પ્રમાણે શરીર નો પડછાયો પડે-પણ પડછાયો તે શરીર નથી--તેમ
બ્રહ્મ (પરમાત્મા) એ જગતનું --કારણ - છે. અને તેનો પડછાયો જે- છે –તે-ઉપર બતાવેલી
આઠ ભેદ વળી પ્રકૃતિ----------કાર્ય ---રૂપે --માયા --રૂપે --છે .
આ માયા –કે- જેને પ્રકૃતિ પણ કહે છે-તે-બ્રહ્મ નથી-પણ તે પડછાયા રૂપે છે-જડ-કે-સ્થૂળ- છે- તેને અપરા (ગૌણ-સ્થૂળ) પ્રકૃતિ પણ કહેવામાં આવે છે. બ્રહ્મની (પરમાત્માની) એક બીજી (જુદી) -પ્રકૃતિ- કે જે- ચેતન- છે -જેને –પરા (સૂક્ષ્મ) પ્રકૃતિ- કે-
જીવભુતા પ્રકૃતિ -કહે છે.જેના વડે બ્રહ્મ (પરમાત્મા) આ જગત ધારણ કરે છે....(૫)
અપરા (ગૌણ-સ્થૂળ) પ્રકૃતિ–કે જે –ઉપર બતાવ્યા મુજબ-આઠ ભેદ વાળી છે-તેનું-
એકીકરણ (ઐક્ય) તે પરા (સૂક્ષ્મ) પ્રકૃતિ.આ પરા પ્રકૃતિ-કે-જે- બ્રહ્મ માં (શૂન્ય-અવ્યક્ત-નિરાકાર-નિર્ગુણ-નિર્વિકલ્પ-પરમાત્મામાં)
જીવભાવ ઉત્પન્ન કરે છે.તેથી તેને “જીવભૂતા પ્રકૃતિ” પણ કહે છે.
આ -પરા (સૂક્ષ્મ-જીવભૂતા) પ્રકૃતિ -અચેતન ને ચેતન (જીવન) આપે છે.અને જેના સાનિધ્ય થી બુદ્ધિ માં જ્ઞાન ઉત્પન્ન થાય છે. “હું” (અહમ) નું ભાન ઉત્પન્ન થાય છે.પરા પ્રકૃતિ અહંકાર(વૈકારિક) ના કૌશલ્ય થી જગત ધારણ કરે છે.
સર્વ જીવો- આ બે પ્રકારની (પરા -અપરા) પ્રકૃતિ થી ઉત્પન્ન થયા છે.અને આ બંને પ્રકૃતિ ના “કાર્ય” દ્વારા (મારફત) -જ- સમગ્ર જગતની ઉત્પત્તિ અને સંહાર નું “કારણ” બ્રહ્મ (પરમાત્મા) બને છે...(૬)
જયારે પરા (સૂક્ષ્મ) પ્રકૃતિ સ્વેચ્છાએ અપરા (સ્થૂળ) પ્રકૃતિ જોડે સંયુક્ત થાય છે ---ત્યારે સૃષ્ટિ માં જીવો ની (પ્રાણીઓની) ઉત્પત્તિ થાય છે. અને જીવો નો વિસ્તાર થાય છે.જીવો માં માયા (પ્રકૃતિ) નું અવતરણ થાય છે. આ –જ- માયા પ્રવૃત્તિ (કર્મો) કરાવે છે. કર્મો નો હિસાબ રાખે છે.અને હિસાબ પુરો થતાં (સરભર થતાં) તે-જીવોના (પ્રાણીઓના) સંહાર નું કારણ પણ બને છે.
સહુથી મહત્વની વાત જો સમજી શકાય તો એ છે-કે-આ પ્રકૃતિ (માયા) એ બ્રહ્મ (પરમાત્મા) માં જ લય પામતી હોવાથી-જગતની ઉત્પત્તિ,સ્થિતિ અને વિનાશ નું કારણ એ બ્રહ્મ (પરમાત્મા) જ છે.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
આ જ વસ્તુ-સહેલાઇ થી બુદ્ધિ માં ઉતરે તેવી રીતે અહીં જોઈએ.કે જેને સર્ગ-સિદ્ધાંત પણ કહે છે.
--પુરૂષ અને પ્રકૃતિ બંને એકબીજાથી વિરુદ્ધ ધર્મ ધરાવે છે.પણ -એક જ પુરૂષ -માં સ્થિત છે.
જેને -પરમાત્મા- કહી શકાય
ઉદાહરણ તરીકે (માત્ર સમજવા પૂરતું) જોઈએ-તો-
--પુરૂષ ની અંદર (+) અને (-) બંને છે-- હવે તેને છુટા પાડવા હોય તો - પુરૂષ ને (+) અને પ્રકૃતિ ને (-) આમ કહી શકાય
-- પુરૂષ (+) ને નિમિત્ત -કારણ -રૂપ કહ્યો છે.
-- પ્રકૃતિ (-) જે કાર્ય રૂપ છે-જેને શક્તિ કહી છે અને જે માયા તરીકે વિખ્યાત છે.
---આ પુરૂષ (+) અને પ્રકૃતિ (-) નો કોઈ વાસ્તવિક રીતે સંયોગ થતો નથી.
-- પણ બંને સાથે જ નજદીક -નજદીક રહેવાથી- બિંબ-પ્રતિબિંબ ની ક્રિયા થાય છે
અને જેથી પ્રકૃતિના ગુણો નો ક્ષોભ થાય છે-અને આ પ્રકૃતિ ના ગુણો નો ક્ષોભ થવાથી જગતની ઉત્પત્તિ થાય છે.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[3:54PM, 27/10/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૮૮-
અધ્યાય-૮-
અક્ષરબ્રહ્મ યોગ-૪
પરમાત્મા (બ્રહ્મ) નો જે “અવ્યક્ત” ભાવ છે-(નિરાકાર-નિર્ગુણ) – તેને “અક્ષર” (નાશ ન પામનાર) કહે છે. અને તેને જ “પરમ ગતિ” કહેવામાં આવે છે. પરમાત્મા નું એ પરમધામ છે. કે જ્યાં જ્ઞાનીઓ પહોંચ્યા પછી ફરીથી ત્યાંથી પાછા આવતા નથી.
પરમાત્મા ના આ પરમધામ માં સર્વ જીવો નો સમાવેશ થઇ જાય છે. જેનાથી (જે પરમાત્માથી) આ જગત વ્યાપ્ત છે-તે – “પરમ પુરુષ” અનન્ય ભક્તિ થી જ પ્રાપ્ત થાય છે. (૨૧-૨૨)
આ વાત ઉદાહરણ આપી ને સમજાવે છે-કે –જે પ્રમાણે-
(૧) શેરડી માં થી એક વખત ખાંડ બનાવ્યા પછી તે ખાંડ ને કોઈ પણ ચતુરાઈ થી પાછી શેરડી બનાવી શકાતી નથી.
(૨) પારસમણી ના સ્પર્શ થી એક વખત લોખંડ નું સોનું થઇ જાય પછી તે સોનાને બીજો કોઈ પણ પદાર્થઅડકાડવાથી -તે સોનું પાછું લોખંડ બની શકતું નથી.
(૩) એકવાર ઘી બની જાય પછી તેનું ફરી દૂધ માં રૂપાંતર કરી શકાતું નથી.
તે પ્રમાણે-જેમાં (પરમાત્મામાં-પરમાત્મા ના પરમધામ માં- (અવ્યક્તમાં) મળી જવાથી પુનર્જન્મ નથીમૃત્યુ વખતનો સમય (કાળ) પણ જીવ ની ગતિ (મુક્તિ –કે-પુનર્જન્મ) માટે મહત્વનો હોય છે.
હવે પછી ના શ્લોક-૨૩ થી શ્લોક -૨૫ સુધી કયા કાળ માં કઈ ગતિ મળે છે-તેનું વર્ણન છે.અને શ્લોક -૨૬ માં મૃત્યુ પછી ના બે માર્ગો નું વર્ણન છે.
એક માર્ગે-મોક્ષ છે-જયારે બીજા માર્ગે પુનર્જન્મ છે. આગળ વધેલા સાધક માટે વિચારણીય અને પસંદગી ની આ વાત આપણા જેવા સામાન્ય માનવી ને સમજવી અઘરી છે. કારણકે સામાન્ય માનવી ને તો દેહના અવસાન સમયે (કાળે)- પ્રારબ્ધ અનુસાર-જે પણ માર્ગ પ્રાપ્ત થાય તે જ સાચો છે. માત્ર યોગ માર્ગ માં ખૂબ આગળ વધેલા મહાત્માઓ જ પોતાની પસંદગી મુજબ શરીર ને ત્યાગી શકે છે-
સામાન્ય માનવી ને અકસ્માત કઈ વેળા શું (મોક્ષ કે પુનર્જન્મ) પ્રાપ્ત થશે –એનો કોઈ નિયમ હોતો નથી. એટલે એ વાત રહેવા દઈશું –અને દેહ ના અંત સમયે-“બ્રહ્મ” ની પ્રાપ્તિ (મોક્ષ) કરી લેવા કયો માર્ગ છે? તે સંબંધી જ આપણે વિચાર કરીશું.
જ્ઞાનીઓ તો –એમ જ સમજે છે-કે –આ દેહ રહે કે દેહ નું મૃત્યુ થાય-“અમે તો કેવળ બ્રહ્મ જ છીએ” જે જ્ઞાની દેહ માં રહી, દેહ ની સાથે જ “બ્રહ્મ” બની જાય છે- તેને દેહનું બીજું નામ (ઉપનામ) યાદ જ રહેતું નથી. (આત્મા અને પરમાત્મા એક થઇ જાય એટલે દેહ વિસરાઈ જાય છે) --તો પછી આવા વખતે-કોનો નાશ થાય છે ? --દેશ(સ્થળ),કાળ (સમય) –પણ જયારે તે જ્ઞાની-પોતે જ બની ગયો હોય તો-તેને ત્યાર પછી- બ્રહ્મ-પ્રાપ્તિ ના માર્ગ ની શોધ શા માટે કરવી પડે ?
--જે વખતે ઘડો ફૂટે છે-તે વખતે –તે ઘડા માં રહેલું આકાશ (ઘડાકાશ) –ને કોઈ બરોબર કે સારો રસ્તો ખોળવા જવું પડતું નથી. તે તો તરત જ મહાકાશ માં મળી જ જાય છે. આવા જ્ઞાન ( “હું બ્રહ્મ છું”) થી પરિપૂર્ણ –અનુભવયુક્ત –યોગીને માટે-–કોઈ સારો કે આડો માર્ગ નથી.
માટે જ શ્રીકૃષ્ણ અર્જુન ને કહે છે-કે-હે અર્જુન, તું સદા યોગયુક્ત થા...(૨૭)
વેદો નું અધ્યયન, યજ્ઞ,તપ અને દાન કરવા થી જે પુણ્ય ની પ્રાપ્તિ થાય છે, અને તે પુણ્ય થી જે લોક (સ્વર્ગલોક વગેરે) ની પ્રાપ્તિ થાય છે- તેવા લોકો (સ્વર્ગલોક વગેરે) થી પણ ઉત્તમ લોક માં (પરમાત્મા ના ધામ માં) “યોગી જનો “ જાય છે. બ્રહ્મ, અધ્યાત્મ,કર્મ,અધિભૂત,અધિદૈવ,અધિયજ્ઞ અને મરણ સમયે ભગવદચિંતન – આ સર્વ જેને પૂર્ણતા થી જાણવામાં આવી જાય તે –યોગી-આપોઆપ બ્રહ્મ-સ્વ-રૂપ બને છે. આવો યોગી અક્ષર-બ્રહ્મ (બ્રહ્મ-અવ્યક્ત-નિરાકાર -નિર્ગુણ) ને સાચી રીતે જાણે છે-
અને સર્વ પુણ્ય કર્મ ના ફળો ને –બાજુમાં રાખી ને સીધો જ – આદ્ય-ઉત્કૃષ્ટ-પરમાત્મા ના સ્થાન ને જ જઈ મળે છે.જ્યાંથી પાછા આવવાનું રહેતું નથી ..(૨૮)
અધ્યાય-૮-અક્ષરબ્રહ્મયોગ-સમાપ્ત
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[3:54PM, 27/10/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૮૯-
અધ્યાય-૯-
રાજવિદ્યા-રાજગુહ્ય યોગ-૧
શ્રીકૃષ્ણ અર્જુન ને કહે છે-કે-જે જ્ઞાનને જાણવાથી આ અશુભ સંસારમાં થી મુક્ત થવાય છે-તે અત્યંત ગુહ્ય (ગુપ્ત) જ્ઞાન વિજ્ઞાન સહિત તને (ફરીથી) કહી સંભળાવું છું. (૧)
(સ્વ-ધર્મ નું જ્ઞાન=ગુહ્યજ્ઞાન---આત્મજ્ઞાન=ગુહ્યત્તરજ્ઞાન---પરમાત્મજ્ઞાન=ગુહ્યત્તમ જ્ઞાન)
આ જ્ઞાન સર્વ વિદ્યા નો રાજા (રાજ-વિદ્યા) સર્વ ગુહ્ય માં શ્રેષ્ઠ (રાજ-ગુહ્ય) છે.
-પવિત્ર છે,-ઉત્તમ છે,-પ્રત્યક્ષ અનુભવમાં આવી શકે તેમ છે,-ધર્મ ને અનુસરનારુ છે,
-સહેલાઈ થી પ્રાપ્ત થનારું છે, અને -અવિનાશી (નાશ ન પામે તેવું) છે ..(૨)
જે પ્રમાણે- કોઈ દુર્ભાગી મનુષ્ય ના ઘરમાં પુષ્કળ ધન દટાયેલું પડ્યું હોય,પણ પોતાને તે વાતની ખબર ન હોવાથી, અન્ન ના સાંસા હોય તેવી હાલત માં જીવતો હોય,
તે પ્રમાણે- પ્રાણીમાત્ર ના સુખ અને શાંતિ નું સ્થાન –તે પ્રાણીઓના હૃદય માં (આત્મારૂપે) હોવાં છતાં-તે- અજ્ઞાની જીવો ને વિષયો (સ્વાદ-વગેરે) પર જ માયા લાગેલી હોય છે, અને શાંતિ ને બહાર ખોળે છે.
મન માં અહંતા-મમતા (હું અને મારું) –સંપૂર્ણ પણે અધિકાર લઇ બેસી જાય છે,અને તે જન્મ-મરણ ના બે કાંઠા વચ્ચે ડચકાં ખાતા પડી રહે છે. ...(૩)
જેમ દૂધ માંથી દહી થાય છે,બીજ માંથી વૃક્ષ થાય છે,સોનાની લગડી માંથી અલંકારો થાય છે- તેમ- આ સર્વ જગત એ પરમાત્મા ના નિર્ગુણ સ્વ-રૂપ નો જ વિસ્તાર છે. પરમાત્મા નું આ નિર્ગુણ સ્વરૂપ –જયારે અવ્યક્ત હોય છે-ત્યારે નિરાકાર (આકાર વગરનું) હોય છે.પણ પછી તે માયા ને આધારે સૃષ્ટિ રૂપે વિસ્તાર પામીને આકાર ધારણ કરે છે.
જે પ્રમાણે-પાણી માં પાણી થી જ ફીણ થાય છે- પણ તે ફીણ માં પાણી દેખી શકતું નથી.-તે પ્રમાણે- સર્વ જીવો પરમાત્મા માં દેખાય છે- પણ પરમાત્મા તેમના માં નથી....(૪)
(આ જ વાત અગાઉ અધ્યાય-૭-શ્લોક-૧૨-માં આવી ગયેલી છે-એટલે તેની વધુ ચર્ચા અહીં કરતા નથી)
સાકાર ને નિરાકાર સાથે સંબંધ હોઈ શકે નહિ .એ કેવી રીતે બની શકે ? આ એક ઈશ્વરની અદભૂત ઘટના છે-
પરમાત્મા સર્વ પ્રાણીઓ ને ધારણ કરે છે.(પ્રાણીઓ માં આત્મા રૂપે રહી ને શરીર ધારણ કરે છે,)- પરંતુ- તે અસંગ (અનાશક્ત) હોવાથી, સાચી રીતે (સત્ય માં) તે – પ્રાણીઓ સાથે કોઈ સંબંધ વાળો થઈને રહેતો નથી. આ રહસ્યમય જેવી લાગતી વાત ને સમજવા-સ્વપ્ન નું ઉદાહરણ લઈએ. જેવી રીતે સ્વપ્ન જોનાર ને સ્વપ્ન સાથે સંબંધ નથી. તેમ પરમાત્મા સર્વ પ્રાણીઓ ની ઉત્પત્તિ અને સંરક્ષણ કરનારો હોવાં છતાં –તેમના માં વસતો નથી.....(૫)
આકાશ નો જેટલો વિસ્તાર છે,તેટલાજ પ્રમાણ માં તેમાં વાયુ ભરાઈ ને રહેલો છે, બંને જુદાજુદા જોઈ શકાતા નથી,પણ જો વાયુ ને હલાવવામાં આવે તો તે આકાશ થી જુદો ભાસે છે (પવન તરીકે અનુભવાય છે). આમ જે રીતે દરેક જગ્યાએ અનુભવાતો વાયુ –સદા-આકાશમાં જ હોય છે-તે જ રીતે – સર્વ જીવો પરમાત્મા માં છે.એમ સમજવાનું છે........(૬)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[3:57PM, 27/10/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
- શ્રીમદ ભગવદગીતા-૮૬-
અધ્યાય-૮-
- અક્ષરબ્રહ્મ યોગ-૨
સાધારણ નિયમ એવો છે કે-અંતસમયે (મરણ સમયે)અંતઃકરણ માં જેનું સ્મરણ થાય છે, અથવામન માં વાસનાઓ રહી જાય છે-તો-જ- તેનો બીજો જન્મ થાય છે.એટલે-કે- જે મનુષ્યો-મન માં જે જે ભાવ લાવીને –શરીર ને છોડે છે-(મૃત્યુ પામે છે) –તેતેમના બીજા જન્મ માં -આગળના જન્મ માં મરતી વખતે મન માં જે ભાવ હતા –તેવા ભાવ સાથે જ તે જન્મ લે છે. ...(૬)
માટે જ મન અને બુદ્ધિ ને સર્વદા પરમાત્મા માં અર્પણ કરીને સદૈવ પરમાત્માનું ચિંતનકરવાથી, અંત સમયે પણ પરમાત્મા નુ જ ચિંતન રહે છે-અને જીવ પરમાત્મા માં જ મળી જાય છે ..(૭)
પોતાના મન ને બીજે ક્યાંય જવા ન દેતાં-યોગાભ્યાસ ના સાધનથી, મન ને એકાગ્ર કરી પરમાત્મા માં પરોવવાથી-તે જીવ પ્રકાશાત્મક પરમ પુરુષ (પરમાત્મા) માં જઈ મળે છે ......(૮)
જીવન દરમ્યાન મન ને એકાગ્ર કરવાના કોઈ પણ સાધન કર્યા હોય તો જ અંતકાળે મન નિશ્ચળ રહી શકે છે. અને જે મનુષ્ય અંતકાળે---ભક્તિયુક્ત થઇ અને મન ને નિશ્ચળ રાખી-બે ભ્રમરો ની વચ્ચે (આજ્ઞાચક્રમાં) “પ્રાણ” ને સ્થિર કરી---પરમાત્મા નુ જ ચિંતન કરે છે-તે પરમાત્મા માં જ લીન થાય છે.(મળી જાય છે)....(૯-૧૦)પવન નો જયારે વંટોળિયો બને છે –ત્યારે તેની આગળ વાદળો નભી શકતા નથી, વાદળો નુ કશું જોર ત્યાં ચાલતું નથી,પણ આકાશ –એ એક જ એવું છે-જે તેની સામે અડગ રહી શકે છે. તે જ પ્રમાણે-“જ્ઞાની” -જેને સમજી ચુક્યો છે-(જગત) તે વસ્તુ જ્ઞાન ની “મર્યાદા” માં આવી ગયેલી કહેવાય છે.જ્ઞાનીને ખબર પડી ગઈ છે-કે જગત મિથ્યા છે-તેથી જ તે જગતને ક્ષર (નાશવંત) કહેવામાં આવે છે.અને જે સહજતાથી જાણી શકાતું નથી –અને જે જ્ઞાન ની સીમા બહાર છે-તેને અક્ષર (અવિનાશી) કહે છે.આ અક્ષર (બ્રહ્મ) એ શુદ્ધ અને માયા વગરનું (માયાતીત) હોઈ-“સચ્ચિદાનંદરૂપ” છે.
અને જે- અક્ષર (બ્રહ્મ) ને પામવા-વિરક્ત મનુષ્યો-વિષયો (સ્વાદ-વગેરે) ની ઈચ્છા છોડી અને નિષ્ઠુરતાથી –ઇન્દ્રિયો (મુખ-વગેરે) નુ દમન કરી, બ્રહ્મચર્ય-વગેરે જેવા અનેક વ્રતો પાળી,ઉદાસીન વૃત્તિ ધારણ કરીને બેસે છે-અને અંતે દુર્લભ પદ (અક્ષર-બ્રહ્મ) ને પ્રાપ્ત થાય છે.....(૧૧)
એટલા માટે જ નિર્વિકાર બ્રહ્મ નો વાચક-એકાક્ષર-પ્રણવ- ॐકાર –નો ઉચ્ચાર કરતાં-કરતાં –અને
પરમાત્મા નુ સ્મરણ કરતાં કરતાં-જે દેહ નો ત્યાગ કરે છે-તે નિશ્ચયપૂર્વક પરમાત્મા માં જ સમાઈ જાય છે.(મુક્ત થઇ જાય છે).............(૧૨-૧૩)
(ઉપરના બે શ્લોક માં આધ્યાત્મિક અભ્યાસ (યોગ) કરી -પરમાત્મા નું સ્મરણ કરતાં કરતાં
કેવી રીતે કરી ને "પ્રાણ" ત્યાગ થાય તે બતાવ્યું છે.
જ્ઞાનેશ્વરે અત્યંત રસમય (અને રહસ્યમય) રીતે આનું વર્ણન કર્યું છે-
જે કદાચ થોડા આગળ વધેલા સાધકો ને જ –ખૂબી થી સમજાય કે અનુભવાય - તેવું લાગે છે.
શરૂઆત ના સાધકો ને કદાચ –સમજવામાં અઘરું લાગે???!!!
જયારે ઇન્દ્રિયો (મુખ-વગેરે) ના –દ્વારો- ને- નિગ્રહ-રૂપી તાળાં વડે વસાયેલાં હોય છે-ત્યારે જ –
--સહજતાથી- ચિત્ત (મન-વગેરે) –સ્વાધીન થઇ હૃદયમાં સ્થિર થઇ બેસી જાય છે.
--ચિત્ત ની સ્થિરતા થઇ એટલે પ્રાણાયામ થી ॐકાર નુ ધ્યાન કરવું.અને-
--પ્રાણવાયુ ને ક્રમેક્રમે –બ્રહ્મરંઘ્ર સુધી લાવવો. પછી-
--“અ”કાર,”ઊ”કાર અને “મ”કાર –એ ત્રણે માત્રા ઓ નો –લય-અર્ધમાત્રા- ᴗ માં થાય-ત્યાં સુધી-
ધારણાશક્તિ ના-બળ- થી પ્રાણવાયુ ને-બ્રહ્માકાશ-માં મળવાની તૈયારી માં હોય –તેવી રીતે ધરી રાખવો.
અર્થાંત-ત્યાં સુધી તે પ્રાણવાયુ ને મસ્તક ના આકાશ માં સ્થિર કરવો.-ત્યાર પછી-
-- ॐકાર અને તેનો (મસ્તક-આકાશનો) સંયોગ થતાં –મૂળ-સ્વરૂપ (બ્રહ્મ- (બિંદુ) માં મળી જાય છે.
--આમ થતા ની સાથે-જ- ॐકાર નુ સ્મરણ બંધ પડી જાય છે.
--અને તે જ વખતે "પ્રાણ" નો અંત થાય છે. અને બ્રહ્માનંદ-સ્વ-રૂપ જ બાકી રહે છે.)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[3:57PM, 27/10/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૮૭-
અધ્યાય-૮-
અક્ષરબ્રહ્મ યોગ-૩
અંત (મરણ) સમયે આવી રીતે ॐકાર નુ સ્મરણ કરવું તે સામાન્ય માનવી માટે સહેલું નથી.
બધા જ લોકો આમ કરી શકે કે કેમ તે સવાલ છે.એટલે અહીં એક સહેલો ઉપાય (માર્ગ) પણ બતાવ્યો છે. (જપયોગ)જીવનભર ઈશ્વરનું સતત સ્મરણ કરવું (નામ-જપ) તે સહુથી સહેલો ઉપાય છે.
જે બીજા કોઈ પણ પદાર્થ નો વિચાર નહિ કરતાં-એક ચિત્ત થી –સ્થિર-થઇ –સતત પરમાત્માનું સ્મરણકરે છે-તેને–અંત સમયે પરમાત્મા નુ જ સ્મરણ રહે છે-અને-પરમાત્માને સહેલાઈ થી પ્રાપ્ત કરી શકાય છે (પામી શકાય છે)....(૧૪)
અને એકવાર જે મહાત્મા એ પરમાત્મા ને પામી લીધા છે-તેમને ફરીથી જન્મ (પુનર્જન્મ) નથી.
જન્મ-કે-જે-અશાશ્વત અને દુઃખ નુ સ્થાન-છે-તેની પીડા માંથી તે મુક્ત થાય છે.......(૧૫)
બ્રહ્મલોક(બ્રહ્મા ના લોક) –સુધી ના બધા લોક-ઉત્પત્તિ અને વિનાશ ને આધીન હોય છે.એટલે-બ્રહ્મ લોક માં આત્મા ની ગતિ થઇ હોય –તો પણ-ફરી થી જન્મ થઇ શકે છે.પુણ્યો ના આધારે સ્વર્ગ-લોક ની પ્રાપ્તિ થાય પણ –સ્વર્ગલોક માં પુણ્યો ભોગવી ને પુણ્ય નોક્ષય થાય –પછી જન્મ લેવો પડે છે.
બ્રહ્મલોક ના બ્રહ્મા –ભલે પોતાના બ્રહ્મત્વ નો ઘમંડ (અભિમાન) રાખે-પણ –તેમને પણ –પુનર્જન્મ ના ફેરામાંથી નિવૃત્તિ નથી.માત્ર જયારે પરમાત્મા (નિર્વિકલ્પ-નિરાકાર બ્રહ્મ) ની પ્રાપ્તિ થાય-પછી પુનર્જન્મ થતો નથી...(૧૬)
હવે પછી ના ૧૭-૧૮-૧૯ શ્લોક માં –બ્રહ્મા (બ્રહ્મદેવ) ના આયુષ્ય ના સમય ની ગણત્રી નુ વર્ણન છે..
કહેવાનો મતલબ એવો છે-કે બ્રહ્મદેવ ની સાથે સાથે ચરાચર (સૃષ્ટિ ) પેદા થાય છે અને-નાશ પણ થાય છે.જે પ્રમાણે દૂધ નુ દહી થયા પછી-દૂધ નુ નામરૂપ નાશ પામે છે-તે પ્રમાણે –
આકાર (જગત) નો નાશ થવા સાથે જગત નુ “જગત-તત્વ” પણ નાશ પામે છે.પરંતુ જેમાંથી એ જગતની ની ઉત્પત્તિ થઇ છે-તે સ્થળ તો તેના મૂળ સ્વરૂપ (નિરાકાર) માં જ હોય છે.આવું જે નિરાકાર (આકાર વગરનું) મૂળ સ્વરૂપ (પરમાત્મા) ને “અવ્યક્ત” કહેવામાં આવે છે. અનેજયારે તે નિરાકાર, સાકાર બને છે,નામ રૂપ ધારણ કરે છે-ત્યારે તેને (જગતને) “વ્યક્ત” કહે છે.
જેવી રીતે “આકાર” ને જોવાથી અને ધીરે ધીરે જાણવાથી –“નિરાકાર” ની પ્રતીતિ થાય છે. નેનિરાકાર ને જાણવાથી આકાર ની પ્રતીતિ થાય છે. તેવી જ રીતે. આ “વ્યકત” અને “અવ્યક્ત” એ એક બીજા ની પ્રતીતિ કરાવનારાં બે “નામો” જ છે.વાસ્તવિક રીતે જોવા જતા, આ બંને માંથી એકે વસ્તુ નથી.જે પ્રમાણે દાગીનાના ભાગી નાખેલ આકાર ને લગડી કહેવામાં આવે છે, પછી ફરીથી તે લગડીમાં થીદાગીના બનાવતાં લગડી નાશ પામે છે. તે જ પ્રમાણે-“વ્યક્ત” અને “અવ્યક્ત” આ બંને વિચારો-“બ્રહ્મ” સંબંધી હોવાં છતાં, તે “બ્રહ્મ” વ્યક્ત કે અવ્યક્ત નથી.તે “બ્રહ્મ” ઉત્પન્ન થતો નથી કે નાશ પામતો નથી.
જેમ પાણી પર તરંગ ઉત્પન્ન થાય ને નાશ પામે -તો પણ પાણી તો કાયમ જ રહે છે....(૨૦)
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[8:48PM, 28/10/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૯૦-
અધ્યાય-૯-
રાજવિદ્યા-રાજગુહ્ય યોગ-૨
પ્રાણીમાત્ર ની ઉત્પત્તિ-સ્થિતિ-અને લય –એ ત્રણે અવસ્થા નું કારણ “માયા” છે.
જેને “પ્રકૃતિ” પણ કહેવામાં આવે છે.અને તેના બે મૂળભૂત પ્રકાર છે -પરા-અપરા
(જુઓ-અધ્યાય-૭-૪,૫) કલ્પ ના અંતે સર્વ જીવો પરમાત્માના પ્રકૃતિરૂપ (અવ્યક્ત) સ્વરૂપ માં લય પામે છે. (પ્રલય=લય નો સમય)અને બીજા કલ્પના આરંભ માં ફરીથી જીવો ને ઉત્પન્ન પણ પરમાત્મા –પ્રકૃતિ ના આધારે કરે છે...(૭)
--જેવી રીતે-પૃથ્વીમાંથી ઘાસ ઉગે છે-અને પૃથ્વી માં જ સુકાઈ જાય છે,
--જેવી રીતે પાણી માંથી તરંગ ઉત્પન્ન થાય છે અને પાણી માં જ સમાઈ જાય છે.
--જેવી રીતે સ્વપ્નો,મનમાં થી ઉત્પન્ન થઇ ને-વ્યક્તિ જયારે જાગે-ત્યારે મન માં જ લય પામે છે,તેવી જ રીતે-પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા જીવો –પ્રલય સમયે,પ્રકૃતિમાં જ લય પામે છે.
જયારે એમ કહેવામાં આવે કે-“ફલાણું શહેર ફલાણા રાજાએ વસાવ્યું” પરંતુ વાસ્તવિક રીતે જોવા જતાં રાજા ના હાથ ને તો કંઇ મહેનત કરવી પડતી નથી, અને રાજાની આજ્ઞામાં રહેલી શહેરની પ્રજા પોતપોતાના સ્વાર્થ માટે પોતપોતાના વ્યવહાર ચલાવ્યે જાય છે, પણ ત્યાં – રાજા ને કોઈ વ્યવહાર કરવા જવું પડતું નથી- તેમ જીવ-સૃષ્ટિ ના નિર્માણ માં કે પાલન માં પરમાત્મા ને કોઈ શ્રમ પડતો નથી.
લોખંડ જડ હોવા છતાં પણ જો લોહચુંબક નજીક હોય તો તે હાલે છે, પણ આ લોખંડ ની નજીક રહેવામાં લોહચુંબક ને કોઈ પરિશ્રમ પડતો નથી.
આ જ પ્રમાણે પરમાત્મા (બ્રહ્મ) જયારે પ્રકૃતિ નો આશ્રય (અંગીકાર) કરે છે,એટલે આપોઆપ જ જીવ-સૃષ્ટિ નો વિસ્તાર થવા માંડે છે. સર્વ જીવ-સૃષ્ટિ પ્રકૃતિ (માયા) ને આધીન છે. આમ આવી જીવ-સૃષ્ટિ ફરી ફરી ઉત્પન્ન અને નાશ થયે જાય છે.......(૮)
જે પ્રમાણે ઘરમાં રાખેલો દીપક (દીવો) –કોઈ ને અમુક કાર્ય કરવાની કે નહિ કરવાની આજ્ઞા ફરમાવતો નથી, વળી-કોણ શું કાર્ય કરે છે-તે પણ જાણતો નથી,તે તો માત્ર સાક્ષીભાવે (નિર્લેપ-ઉદાસીન-ભાવે) ઘરનાં કામ કરવામાં મદદરૂપ થાય છે-
તે પ્રમાણે-પરમાત્મા (બ્રહ્મ) –એ પ્રકૃતિ ના કાર્ય (ઉત્પત્તિ-સ્થિતિ-લય) નું એક કારણ થઇ અને આ કર્મ (કાર્ય) કરે છે,પરંતુ તે આ કર્મો પ્રત્યે ઉદાસીન (નિર્લેપ) છે. “સાક્ષી” ભાવથી આસક્તિ વિનાના આ કર્મો –પરમાત્મા ને બંધન કરતાં નથી.......(૯)
આ રીતે પરમાત્મા (બ્રહ્મ) ની અધ્યક્ષતા થી (આધારથી) માયા (પ્રકૃતિ) આ ચરાચર (જગત) ને ઉત્પન્ન કરે છે,અને જગત માં પરિવર્તન પણ તે માયા ને લીધે જ થાય છે....(૧૦)
આ પરમાત્મા નું મુખ્ય “તત્વ” છે, વેદાંત-સિદ્ધાંત નું “રહસ્ય” છે. (અદ્વૈત) અને આ “રહસ્ય” જ્યાં સુધી બરોબર રીતે હસ્તગત ન થાય ત્યાં સુધી-પરમાત્માનું “તત્વ” સમજાતું નથી. આ વેદાંત-તત્વ (અદ્વૈત) ને જાણ્યા વિના –અનુભવ્યા વિના –પરમાત્મા નું “સત્ય-નિરાકાર” સ્વરૂપ- કોઈના પણ જાણ્યા માં આવી શકતું નથી. બાકી માત્ર “અનુમાન”(કલ્પના) ના જોર પર –જો મનુષ્ય ને ખરું જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેવું તેને લાગે-તો તે વ્યર્થ જ છે. જેમ મૃગજળ ની ભીનાશથી પૃથ્વી કદી પણ ભીંજાય નહિ. તેમ “સત્ય” ના અનુભવ સિવાય નું –સર્વ જ્ઞાન- એ માત્ર ભ્રમણા છે.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[8:48PM, 28/10/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૯૧-
અધ્યાય-૯-
રાજવિદ્યા-રાજગુહ્ય યોગ-૩
શ્રીકૃષ્ણ કહે છે-કે-મેં મનુષ્ય-દેહ ધારણ કરેલો હોવાથી,મૂર્ખ લોકો મારી ઉપેક્ષા (અવજ્ઞા) કરે છે. કારણ કે “હું સર્વ જીવો નો સ્વામી (માલિક) છું, એવું મારું જે ઉત્કૃષ્ટ (નિરાકાર-નિર્ગુણ-સત્ય) સ્વરૂપ છે-
₹ તેનું જ્ઞાન –તે (મૂર્ખ) લોકો ને હોતું નથી.”....(૧૧)
જેને કમળો થયો હોય તેને બધું પીળું જ દેખાય છે-અથવા- જો મનુષ્ય ને તાવ આવ્યો હોય તો તેને દૂધ પણ ઝેર જેવું કડવું લાગે છે, તેમ મૂર્ખ લોકો ને પરમાત્મા ના નિર્મળ સ્વરૂપ માં દોષ જ દેખાય છે. આવા મૂર્ખ લોકો પરમાત્મા (બ્રહ્મ) એ મનુષ્ય ---ના --હોવા છતાં તેમને મનુષ્ય માને છે. જેઓ ભૌતિક આંખો વડે પરમાત્મા ને જોવા ઈચ્છે છે-તે પરમાત્મા (બ્રહ્મ) ને જાણી શકતા નથી.
જો મૃગજળ ને ગંગાજળ સમજી તેની નજીક જવામાં આવે તો કાંઇ પણ પ્રાપ્ત થતું નથી. અજ્ઞાની –મૂર્ખ લોકો માં વિવેક અને સાચી સમજણ હોતી નથી, માયા થી મોહિત થઇ અને ભ્રમણા વાળી મનોવૃત્તિ થી માનવરૂપ માં રહેલા પરમાત્મા (શ્રીકૃષ્ણ-આત્મા) ની ઉપેક્ષા-તિરસ્કાર કરે છે.
અજ્ઞાની મનુષ્ય –“કલ્પનાઓ” કરે છે-અને પરમાત્મા-કે જે-
--કોઈ પણ “નામ” વગરના છે-તેને “નામ” આપે છે,
--કોઈ પણ “ક્રિયા” વગરના છે તેને “ક્રિયા કરતા” માને છે.
--કોઈ પણ “દેહ” વગરના (નિરાકાર) ને “દેહધારી” (આકારવાળા) માને છે.
આવા અજ્ઞાનીઓ-
--જગતને બનાવનાર પરમાત્માની ની -મૂર્તિઓ બનાવે છે.!!!
--અને નિત્ય અને સર્વત્ર એવા પરમાત્મા ની એ મૂર્તિ માં “પ્રાણ-પ્રતિષ્ઠા “ પણ કરે છે!!!
--જગત નું પોષણ કરનાર ને –તે કપડાં પહેરાવે છે-જમાડે છે-આવાહન,વિસર્જન કરે છે !!!
--મૂર્તિ ને “દેવ” માની ને ભજે છે અને મૂર્તિ ભાંગી જતાં તેનો ત્યાગ પણ કરે છે !!!
આવી રીતે એક (અદ્વૈત) પરમાત્માનું –“મનુષ્ય” કે “દેવ” રૂપે “દ્વૈત” (બે) નું જે જ્ઞાન છે તે જ્ઞાન જ “સત્ય” જ્ઞાન (અદ્વૈત) ની આડે આવે છે.
જો કે-
જ્યાં -પરમાત્મા (બ્રહ્મ) –નથી એવું એક પણ સ્થાન જગમાં નથી, તેમ છતાં તે પરમાત્મા (બ્રહ્મ) ને મનુષ્યો જોઈ શકતા નથી, એ એક મોટી કમનસીબી છે.એ દયાજનક સ્થિતિ છે. ખોટેખોટા (વ્યર્થ) જ્ઞાનવાળા, ખોટેખોટા (વ્યર્થ) કર્મ કરનારા અને ખોટેખોટી (વ્યર્થ) આશા રાખનારા, મનુષ્યો ની વિવેક-બુદ્ધિ નો નાશ થયેલો હોય છે, સાચા વિચારોનો તેમના મન માં ઉદ્ભવ થતો હોતો નથી, અને આમ તેઓ “મોહ” પમાડનારી આસુરી કે રાક્ષસી પ્રકૃતિ વાળા કહેવાય છે....(૧૨)
પણ જે મહાત્માઓ સર્વ જગતના ઉત્પત્તિ સ્થાન,આદિ,અવિનાશી –એવા પરમાત્માના સત્ય સ્વ-રૂપ ને જાણે છે,અને માત્ર તે પરમાત્મા ને જ ભજે છે-તે દૈવી પ્રકૃતિવાળા કહેવાય છે. આવા મહાત્માઓ -સર્વદા ભક્તિયુક્ત થઇ અને કિર્તન કરનારા,દૃઢ વ્રતવાળા,પરમાત્માને નમસ્કાર કરનારા અને પરમાત્માની જ ઉપાસના કરનારા હોય છે..........(૧૩-૧૪)
પછી ના શ્લોક ૧૫ થી ૨૧ સુધી માં જુદી જુદી જગ્યાઓ માં ઈશ્વરનાં સ્થાન,યજ્ઞો (કર્મો) અને તેનાથીથતી જુદી જુદી ગતિ-સ્થિતિઓ વિષે વર્ણન છે.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[8:54PM, 28/10/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૮૮-
અધ્યાય-૮-
અક્ષરબ્રહ્મ યોગ-૪
પરમાત્મા (બ્રહ્મ) નો જે “અવ્યક્ત” ભાવ છે-(નિરાકાર-નિર્ગુણ) – તેને “અક્ષર” (નાશ ન પામનાર) કહે છે. અને તેને જ “પરમ ગતિ” કહેવામાં આવે છે. પરમાત્મા નું એ પરમધામ છે. કે જ્યાં જ્ઞાનીઓ પહોંચ્યા પછી ફરીથી ત્યાંથી પાછા આવતા નથી.
પરમાત્મા ના આ પરમધામ માં સર્વ જીવો નો સમાવેશ થઇ જાય છે. જેનાથી (જે પરમાત્માથી) આ જગત વ્યાપ્ત છે-તે – “પરમ પુરુષ” અનન્ય ભક્તિ થી જ પ્રાપ્ત થાય છે. (૨૧-૨૨)
આ વાત ઉદાહરણ આપી ને સમજાવે છે-કે –જે પ્રમાણે-
(૧) શેરડી માં થી એક વખત ખાંડ બનાવ્યા પછી તે ખાંડ ને કોઈ પણ ચતુરાઈ થી પાછી શેરડી બનાવી શકાતી નથી.
(૨) પારસમણી ના સ્પર્શ થી એક વખત લોખંડ નું સોનું થઇ જાય પછી તે સોનાને બીજો કોઈ પણ પદાર્થઅડકાડવાથી -તે સોનું પાછું લોખંડ બની શકતું નથી.
(૩) એકવાર ઘી બની જાય પછી તેનું ફરી દૂધ માં રૂપાંતર કરી શકાતું નથી.
તે પ્રમાણે-જેમાં (પરમાત્મામાં-પરમાત્મા ના પરમધામ માં- (અવ્યક્તમાં) મળી જવાથી પુનર્જન્મ નથીમૃત્યુ વખતનો સમય (કાળ) પણ જીવ ની ગતિ (મુક્તિ –કે-પુનર્જન્મ) માટે મહત્વનો હોય છે.
હવે પછી ના શ્લોક-૨૩ થી શ્લોક -૨૫ સુધી કયા કાળ માં કઈ ગતિ મળે છે-તેનું વર્ણન છે.અને શ્લોક -૨૬ માં મૃત્યુ પછી ના બે માર્ગો નું વર્ણન છે.
એક માર્ગે-મોક્ષ છે-જયારે બીજા માર્ગે પુનર્જન્મ છે. આગળ વધેલા સાધક માટે વિચારણીય અને પસંદગી ની આ વાત આપણા જેવા સામાન્ય માનવી ને સમજવી અઘરી છે. કારણકે સામાન્ય માનવી ને તો દેહના અવસાન સમયે (કાળે)- પ્રારબ્ધ અનુસાર-જે પણ માર્ગ પ્રાપ્ત થાય તે જ સાચો છે. માત્ર યોગ માર્ગ માં ખૂબ આગળ વધેલા મહાત્માઓ જ પોતાની પસંદગી મુજબ શરીર ને ત્યાગી શકે છે-
સામાન્ય માનવી ને અકસ્માત કઈ વેળા શું (મોક્ષ કે પુનર્જન્મ) પ્રાપ્ત થશે –એનો કોઈ નિયમ હોતો નથી. એટલે એ વાત રહેવા દઈશું –અને દેહ ના અંત સમયે-“બ્રહ્મ” ની પ્રાપ્તિ (મોક્ષ) કરી લેવા કયો માર્ગ છે? તે સંબંધી જ આપણે વિચાર કરીશું.
જ્ઞાનીઓ તો –એમ જ સમજે છે-કે –આ દેહ રહે કે દેહ નું મૃત્યુ થાય-“અમે તો કેવળ બ્રહ્મ જ છીએ” જે જ્ઞાની દેહ માં રહી, દેહ ની સાથે જ “બ્રહ્મ” બની જાય છે- તેને દેહનું બીજું નામ (ઉપનામ) યાદ જ રહેતું નથી. (આત્મા અને પરમાત્મા એક થઇ જાય એટલે દેહ વિસરાઈ જાય છે) --તો પછી આવા વખતે-કોનો નાશ થાય છે ? --દેશ(સ્થળ),કાળ (સમય) –પણ જયારે તે જ્ઞાની-પોતે જ બની ગયો હોય તો-તેને ત્યાર પછી- બ્રહ્મ-પ્રાપ્તિ ના માર્ગ ની શોધ શા માટે કરવી પડે ?
--જે વખતે ઘડો ફૂટે છે-તે વખતે –તે ઘડા માં રહેલું આકાશ (ઘડાકાશ) –ને કોઈ બરોબર કે સારો રસ્તો ખોળવા જવું પડતું નથી. તે તો તરત જ મહાકાશ માં મળી જ જાય છે. આવા જ્ઞાન ( “હું બ્રહ્મ છું”) થી પરિપૂર્ણ –અનુભવયુક્ત –યોગીને માટે-–કોઈ સારો કે આડો માર્ગ નથી.
માટે જ શ્રીકૃષ્ણ અર્જુન ને કહે છે-કે-હે અર્જુન, તું સદા યોગયુક્ત થા...(૨૭)
વેદો નું અધ્યયન, યજ્ઞ,તપ અને દાન કરવા થી જે પુણ્ય ની પ્રાપ્તિ થાય છે, અને તે પુણ્ય થી જે લોક (સ્વર્ગલોક વગેરે) ની પ્રાપ્તિ થાય છે- તેવા લોકો (સ્વર્ગલોક વગેરે) થી પણ ઉત્તમ લોક માં (પરમાત્મા ના ધામ માં) “યોગી જનો “ જાય છે. બ્રહ્મ, અધ્યાત્મ,કર્મ,અધિભૂત,અધિદૈવ,અધિયજ્ઞ અને મરણ સમયે ભગવદચિંતન – આ સર્વ જેને પૂર્ણતા થી જાણવામાં આવી જાય તે –યોગી-આપોઆપ બ્રહ્મ-સ્વ-રૂપ બને છે. આવો યોગી અક્ષર-બ્રહ્મ (બ્રહ્મ-અવ્યક્ત-નિરાકાર -નિર્ગુણ) ને સાચી રીતે જાણે છે-
અને સર્વ પુણ્ય કર્મ ના ફળો ને –બાજુમાં રાખી ને સીધો જ – આદ્ય-ઉત્કૃષ્ટ-પરમાત્મા ના સ્થાન ને જ જઈ મળે છે.જ્યાંથી પાછા આવવાનું રહેતું નથી ..(૨૮)
અધ્યાય-૮-અક્ષરબ્રહ્મયોગ-સમાપ્ત
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[8:54PM, 28/10/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૮૯-
અધ્યાય-૯-
રાજવિદ્યા-રાજગુહ્ય યોગ-૧
શ્રીકૃષ્ણ અર્જુન ને કહે છે-કે-જે જ્ઞાનને જાણવાથી આ અશુભ સંસારમાં થી મુક્ત થવાય છે-તે અત્યંત ગુહ્ય (ગુપ્ત) જ્ઞાન વિજ્ઞાન સહિત તને (ફરીથી) કહી સંભળાવું છું. (૧)
(સ્વ-ધર્મ નું જ્ઞાન=ગુહ્યજ્ઞાન---આત્મજ્ઞાન=ગુહ્યત્તરજ્ઞાન---પરમાત્મજ્ઞાન=ગુહ્યત્તમ જ્ઞાન)
આ જ્ઞાન સર્વ વિદ્યા નો રાજા (રાજ-વિદ્યા) સર્વ ગુહ્ય માં શ્રેષ્ઠ (રાજ-ગુહ્ય) છે.
-પવિત્ર છે,-ઉત્તમ છે,-પ્રત્યક્ષ અનુભવમાં આવી શકે તેમ છે,-ધર્મ ને અનુસરનારુ છે,
-સહેલાઈ થી પ્રાપ્ત થનારું છે, અને -અવિનાશી (નાશ ન પામે તેવું) છે ..(૨)
જે પ્રમાણે- કોઈ દુર્ભાગી મનુષ્ય ના ઘરમાં પુષ્કળ ધન દટાયેલું પડ્યું હોય,પણ પોતાને તે વાતની ખબર ન હોવાથી, અન્ન ના સાંસા હોય તેવી હાલત માં જીવતો હોય,
તે પ્રમાણે- પ્રાણીમાત્ર ના સુખ અને શાંતિ નું સ્થાન –તે પ્રાણીઓના હૃદય માં (આત્મારૂપે) હોવાં છતાં-તે- અજ્ઞાની જીવો ને વિષયો (સ્વાદ-વગેરે) પર જ માયા લાગેલી હોય છે, અને શાંતિ ને બહાર ખોળે છે.
મન માં અહંતા-મમતા (હું અને મારું) –સંપૂર્ણ પણે અધિકાર લઇ બેસી જાય છે,અને તે જન્મ-મરણ ના બે કાંઠા વચ્ચે ડચકાં ખાતા પડી રહે છે. ...(૩)
જેમ દૂધ માંથી દહી થાય છે,બીજ માંથી વૃક્ષ થાય છે,સોનાની લગડી માંથી અલંકારો થાય છે- તેમ- આ સર્વ જગત એ પરમાત્મા ના નિર્ગુણ સ્વ-રૂપ નો જ વિસ્તાર છે. પરમાત્મા નું આ નિર્ગુણ સ્વરૂપ –જયારે અવ્યક્ત હોય છે-ત્યારે નિરાકાર (આકાર વગરનું) હોય છે.પણ પછી તે માયા ને આધારે સૃષ્ટિ રૂપે વિસ્તાર પામીને આકાર ધારણ કરે છે.
જે પ્રમાણે-પાણી માં પાણી થી જ ફીણ થાય છે- પણ તે ફીણ માં પાણી દેખી શકતું નથી.-તે પ્રમાણે- સર્વ જીવો પરમાત્મા માં દેખાય છે- પણ પરમાત્મા તેમના માં નથી....(૪)
(આ જ વાત અગાઉ અધ્યાય-૭-શ્લોક-૧૨-માં આવી ગયેલી છે-એટલે તેની વધુ ચર્ચા અહીં કરતા નથી)
સાકાર ને નિરાકાર સાથે સંબંધ હોઈ શકે નહિ .એ કેવી રીતે બની શકે ? આ એક ઈશ્વરની અદભૂત ઘટના છે-
પરમાત્મા સર્વ પ્રાણીઓ ને ધારણ કરે છે.(પ્રાણીઓ માં આત્મા રૂપે રહી ને શરીર ધારણ કરે છે,)- પરંતુ- તે અસંગ (અનાશક્ત) હોવાથી, સાચી રીતે (સત્ય માં) તે – પ્રાણીઓ સાથે કોઈ સંબંધ વાળો થઈને રહેતો નથી. આ રહસ્યમય જેવી લાગતી વાત ને સમજવા-સ્વપ્ન નું ઉદાહરણ લઈએ. જેવી રીતે સ્વપ્ન જોનાર ને સ્વપ્ન સાથે સંબંધ નથી. તેમ પરમાત્મા સર્વ પ્રાણીઓ ની ઉત્પત્તિ અને સંરક્ષણ કરનારો હોવાં છતાં –તેમના માં વસતો નથી.....(૫)
આકાશ નો જેટલો વિસ્તાર છે,તેટલાજ પ્રમાણ માં તેમાં વાયુ ભરાઈ ને રહેલો છે, બંને જુદાજુદા જોઈ શકાતા નથી,પણ જો વાયુ ને હલાવવામાં આવે તો તે આકાશ થી જુદો ભાસે છે (પવન તરીકે અનુભવાય છે). આમ જે રીતે દરેક જગ્યાએ અનુભવાતો વાયુ –સદા-આકાશમાં જ હોય છે-તે જ રીતે – સર્વ જીવો પરમાત્મા માં છે.એમ સમજવાનું છે........(૬)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[1:24PM, 30/10/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા--૯૨-
અધ્યાય-૯-
રાજવિદ્યા-રાજગુહ્ય યોગ-૪
શ્રીકૃષ્ણ કહે છે-કે-જે લોકો એકનિષ્ઠ થઈને મારું ચિંતન કરી-મારી ઉપાસના કરે છે-અને પોતાનું મન સંપૂર્ણપણે-પૂર્ણ ભાવથી મારામાં અર્પણ કરી દે છે,-એટલે કે- જે મારી “સંપૂર્ણ શરણાગતિ” સ્વીકારીને પોતાનો સર્વ બોજો (ભાર) મારા પર નાંખી દે છે, તેમના યોગક્ષેમ ને (જીવન નિર્વાહને) હું ચલાવ્યા કરું છું (યોગક્ષેમ વહામ્યહમ)....(૨૨)
“પરમાત્મા સર્વ જગ્યાએ રહેલા છે” એવું જે લોકો જાણતા નથી તેવા લોકો જુદા જુદા સંપ્રદાયો-ધર્મો બનાવી ને જુદા જુદા દેવ-દેવીઓ,પિતૃઓ,ભૂતો માં ભગવાન છે,એમ માની ને તેમને ભજે છે. જો કે-આવું કરી ને પણ તે પરમાત્મા નું જ પૂજન કરે છે-કારણ કે ઈશ્વર સર્વ જગ્યાએ સર્વ માં છે. પરંતુ આવા પ્રકારનું દેવો-દેવીઓ ને ભજવાનું અને તેમનું પૂજન –વિધિપૂર્વક(સમજપૂર્વક) નહિ હોતાં-તે- ભૂલ ભરેલું છે.....(૨૩)
વૃક્ષ ની શાખાઓ,પાંદડાઓ-વગેરે બીજ માંથી જ ઉત્પન્ન થાય છે,પાણી તો મૂળ માં જ સિંચવું પડે છે. તે જ રીતે પરમાત્મા એ મૂળ છે. અને દેવો-દેવીઓ એ શાખા ઓ અને પાંદડાઓ છે. ગમે તે દેવ કે દેવી ની પૂજા કરીએ –પણ તે પૂજા પરમાત્મા (બ્રહ્મ) ની પ્રીતિ અર્થે કરવી જોઈએ. જો -આ જાણ્યા વગર –પરમાત્મા ને જાણ્યા વગર –દેવ-દેવીઓનું ભજન કરવા માં આવે તો - તે ભજન નકામું છે.કારણ કે “જ્ઞાન-દૃષ્ટિ” માત્ર “કર્મ ના આચરણ” માં જ હોય તો- આ જાતનું “જ્ઞાન” દોષ વાળું છે.
આવા લોકો -તેમના કર્મ આચરણ –(એટલે કે –જુદા જુદા યજ્ઞો-કર્મો)-નો ભોક્તા અને સ્વામી –માત્ર –એક-પરમાત્મા જ છે-તેવું “તત્વ” તે ભૂલી જાય છે,
અને માત્ર જે તે યજ્ઞ ના દેવ-દેવી ને જ-ભજવાથી અને પૂજન કરવાથી તેમને –જે તે દેવ-દેવી ની જ પ્રાપ્તિ થાય છે- પણ તેમને પરમાત્મા (બ્રહ્મ-સત્ય) ની પ્રાપ્તિ થતી નથી.
જુદા જુદા યજ્ઞો ના (કર્મો ના) આદિ (શરૂઆત) અને અંત –માત્ર-પરમાત્મા જ છે.પરંતુ દુર્બુદ્ધિ –મૂર્ખ મનુષ્યો-તે –પરમાત્મા (બ્રહ્મ) ને ભૂલીને (ત્યાગી ને) દેવ-દેવી ઓ ને ભજે છે. જેવી રીતે ગંગાનું પાણી દેવ-દેવી-પિતૃઓ ને નામે ગંગામાં જ અર્પણ કરવામાં આવે છે.તેવી રીતે- પરમાત્મા ની જ બનાવેલી બધી વસ્તુ ઓ પરમાત્મા ને જ અર્પણ થાય છે.
પણ અહીં મનુષ્યો ના જુદા જુદા ભાવ ને લીધે-પરમાત્મ-ભાવ ભુલાય છે –અને આવા મનુષ્યો ક્યારેય પરમાત્મા (બ્રહ્મ) ને પામતા નથી. પરંતુ તેઓ પોતાના મન માં જેવી “ઈચ્છા” ધારણ કરે છે-તે જ તે પામે છે......(૨૪)
--દેવ-દેવીઓ ની ઉપાસના કરનારા મનુષ્યો-દેવ-લોક માં જાય છે.
--પિતૃ ના વ્રતો કરનાર –પિતૃઓ ની ઉપાસના કરનાર પિતૃલોક માં જાય છે.
--પિશાચ અને ક્ષુદ્ર દેવો (ભૂત-પિશાચાદિ) ને સાધવા અને જારણમારણ-વગેરે મંત્રો સાધનાર ને મરણ પછી પિશાચયોનિ પ્રાપ્ત થાય છે. આ પ્રકારે તેમના સંકલ્પ પ્રમાણે તેમનાં કર્મો તેમને ફળ આપે છે.-પણ- જે મનુષ્યો સદા-સર્વદા –માત્ર પરમાત્મા (બ્રહ્મ) નું જ ભજન કરે છે- તેમને જ માત્ર પરમાત્મા ની જ પ્રાપ્તિ થાય છે. .....(૨૫)
ટૂંક માં અહીં સહેલાઈથી સમજવા નો પ્રયત્ન કરીએ તો એમ પણ કહી શકાય -કે- દેવ-દેવીઓ –એ એક વિશિષ્ટ શક્તિ (વ્યક્તિત્વ) ધરાવનાર “આત્મા” ઓ છે.(પરમાત્મા –નહિ) દરેક ‘આત્મા” એ “પરમાત્મા” છે –એ નિયમાનુસાર તેમનું પૂજન કરતાં –“જ્ઞાન-દૃષ્ટિ” ને- પરમાત્મા (બ્રહ્મ) તરફ રાખવી જોઈએ.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[1:24PM, 30/10/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૯૩-
અધ્યાય-૯-
રાજવિદ્યા-રાજગુહ્ય યોગ-૫
પોતાનું (આપણું) “પોતાપણું (હું પણું-અહમ)” પરમાત્મા માં અર્પણ કર્યા સિવાય –પરમાત્મામાં –આપણો ખરો પ્રેમ ઉત્પન્ન થયો છે- એવું કહી શકાય નહિ.
“હું ઈશ્વર નું જ્ઞાન ધરાવું છું” આવું જ્ઞાન ધરાવવાનું અભિમાન જે રાખે છે-તેને ઈશ્વરનું જ્ઞાન નથી.
“હું કૃતાર્થ થયો છું” એમ જે અભિમાન થી કહે તે સાચી રીતે કૃતાર્થ થયો નથી.
“હું મુક્ત થયો છું” એમ જે અહમ થી બોલે- તે મુક્ત થયો નથી.
“મેં યજ્ઞ કર્યા,મેં ધર્માચરણ કર્યા,મેં તપ કર્યા” આવો જેને ઘમંડ છે-તેને ઈશ્વરની પ્રાપ્તિ ની યોગ્યતા નથી.
થોડો વિચાર કરવામાં આવે તો- જો “જ્ઞાન” ની વાત કરવામાં આવે તો –“વેદ” માં જે જ્ઞાન (પરમાત્મ-જ્ઞાન) નું નિરૂપણ કર્યું છેતેનાથી વધુ જ્ઞાન કોઈનું પણ ના હોઈ શકે.!! નવાઈ ની વાત એ છે-કે- વેદો પણ જે પરમાત્મા વિષે-“નેતિ-નેતિ” એટલેકે-“આ વસ્તુ પરમાત્મા નથી” એમ કહી ને અટકી જાય છે-મૌન થઇ જાય છે-તેને –અભિમાની લોકો શી રીતે પ્રાપ્ત કરી શકે ?
સનકાદિ ઋષિઓ જેવા પૂર્ણ બ્રહ્મજ્ઞાનીઓ પણ પરમાત્મસ્વ-રૂપ નો નિર્ધાર કરતાં ભ્રમિત થઇ ગયા છે. મહાદેવ શિવ થી મોટો કોઈ તપસ્વી નથી-પરંતુ તેમણે પણ અભિમાન છોડી-પરમાત્મા નું ચરણોદક- એટલે કે ગંગા ને પોતાના મસ્તક પર ધારણ કરી છે.
લક્ષ્મી એ પણ અભિમાન નો ત્યાગ કરી પુરા મનોભાવ થી સેવા કરી ત્યારે તે પરમાત્મા ના ચરણ ધોવાના અધિકાર ને પ્રાપ્ત કરી શકી છે.
લક્ષ્મીજી નું ઐશ્વર્ય અને મહાદેવ શિવ નું તપ પણ જ્યાં (ઈશ્વર આગળ) કોઈ વિસાત માં નથી-તો અજ્ઞાનીઓ,પાખંડીઓ,અને અભિમાની જીવો –પરમાત્મા ને કેવી રીતે જાણી શકે ? સૂર્ય ના તેજ આગળ જો ચંદ્ર ના પ્રકાશ ની પણ વિસાત ના હોય તો પછી-આગિયાઓ પોતાના તેજ નો
ઘમંડ કેવી રીતે કરી શકે ?
એટલા માટે જ –સર્વ દેહાભિમાન છોડીને –પોતાની સંપત્તિ વગેરે ના અભિમાન ને છોડીને – મનુષ્યે પોતાનું સર્વસ્વ અને છેવટે પોતાનો દેહ પણ પરમાત્મા પર ઓવારી નાખવો જોઈએ. પોતાની મહત્તા ને ત્યજી દઈ-સર્વ શાસ્ત્રીય જ્ઞાન ને ભૂલી જઈ ને પોતાની વિદ્વતા નું અભિમાન મૂકી દઈ- જયારે વિનમ્રતા,ભક્તિ અને વિવેક આવે છે –ત્યારે જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે...(૨૫)
અને જો આમ અહમ ને ત્યાગી ને દૃઢ ભક્તિપૂર્વક જો કોઈ મનુષ્ય-પરમાત્મા ને પત્ર,પુષ્પ,ફળ અને પાણી –પણ અર્પણ કરે તો તે –શુદ્ધ ચિત્તવાળા ભક્તે –પ્રેમપૂર્વક આપેલી આવી નાની ચીજો ને પણ ઈશ્વર સગુણ-રૂપ થી પ્રગટ થઇ ને સ્વીકાર કરે છે...(૨૬)
પત્ર,પુષ્પ,ફળો-વગેરે તો ભક્તિ માટે નું નિમિત્ત માત્ર છે,મુખ વસ્તુ છે-અનન્ય,દૃઢ,તીવ્ર-ભક્તિ.
શ્રીકૃષ્ણ કહે છે-કે- હે અર્જુન, તું જે જે વસ્તુ નો ઉપભોગ કરે છે,જે કંઈ યજ્ઞ-કર્મ કરે છે, જે કંઈ દાન આપે છે, જે કંઈ સ્વ-ધર્મ રૂપી તપ-કર્મ કરે છે-તે સર્વ અહંકાર ત્યજી ને નિષ્કામ બુદ્ધિ થી મને અર્પણ કર..(૨૭)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[1:26PM, 30/10/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૯૦-
અધ્યાય-૯-
રાજવિદ્યા-રાજગુહ્ય યોગ-૨
પ્રાણીમાત્ર ની ઉત્પત્તિ-સ્થિતિ-અને લય –એ ત્રણે અવસ્થા નું કારણ “માયા” છે.
જેને “પ્રકૃતિ” પણ કહેવામાં આવે છે.અને તેના બે મૂળભૂત પ્રકાર છે -પરા-અપરા
(જુઓ-અધ્યાય-૭-૪,૫) કલ્પ ના અંતે સર્વ જીવો પરમાત્માના પ્રકૃતિરૂપ (અવ્યક્ત) સ્વરૂપ માં લય પામે છે. (પ્રલય=લય નો સમય)અને બીજા કલ્પના આરંભ માં ફરીથી જીવો ને ઉત્પન્ન પણ પરમાત્મા –પ્રકૃતિ ના આધારે કરે છે...(૭)
--જેવી રીતે-પૃથ્વીમાંથી ઘાસ ઉગે છે-અને પૃથ્વી માં જ સુકાઈ જાય છે,
--જેવી રીતે પાણી માંથી તરંગ ઉત્પન્ન થાય છે અને પાણી માં જ સમાઈ જાય છે.
--જેવી રીતે સ્વપ્નો,મનમાં થી ઉત્પન્ન થઇ ને-વ્યક્તિ જયારે જાગે-ત્યારે મન માં જ લય પામે છે,તેવી જ રીતે-પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા જીવો –પ્રલય સમયે,પ્રકૃતિમાં જ લય પામે છે.
જયારે એમ કહેવામાં આવે કે-“ફલાણું શહેર ફલાણા રાજાએ વસાવ્યું” પરંતુ વાસ્તવિક રીતે જોવા જતાં રાજા ના હાથ ને તો કંઇ મહેનત કરવી પડતી નથી, અને રાજાની આજ્ઞામાં રહેલી શહેરની પ્રજા પોતપોતાના સ્વાર્થ માટે પોતપોતાના વ્યવહાર ચલાવ્યે જાય છે, પણ ત્યાં – રાજા ને કોઈ વ્યવહાર કરવા જવું પડતું નથી- તેમ જીવ-સૃષ્ટિ ના નિર્માણ માં કે પાલન માં પરમાત્મા ને કોઈ શ્રમ પડતો નથી.
લોખંડ જડ હોવા છતાં પણ જો લોહચુંબક નજીક હોય તો તે હાલે છે, પણ આ લોખંડ ની નજીક રહેવામાં લોહચુંબક ને કોઈ પરિશ્રમ પડતો નથી.
આ જ પ્રમાણે પરમાત્મા (બ્રહ્મ) જયારે પ્રકૃતિ નો આશ્રય (અંગીકાર) કરે છે,એટલે આપોઆપ જ જીવ-સૃષ્ટિ નો વિસ્તાર થવા માંડે છે. સર્વ જીવ-સૃષ્ટિ પ્રકૃતિ (માયા) ને આધીન છે. આમ આવી જીવ-સૃષ્ટિ ફરી ફરી ઉત્પન્ન અને નાશ થયે જાય છે.......(૮)
જે પ્રમાણે ઘરમાં રાખેલો દીપક (દીવો) –કોઈ ને અમુક કાર્ય કરવાની કે નહિ કરવાની આજ્ઞા ફરમાવતો નથી, વળી-કોણ શું કાર્ય કરે છે-તે પણ જાણતો નથી,તે તો માત્ર સાક્ષીભાવે (નિર્લેપ-ઉદાસીન-ભાવે) ઘરનાં કામ કરવામાં મદદરૂપ થાય છે-
તે પ્રમાણે-પરમાત્મા (બ્રહ્મ) –એ પ્રકૃતિ ના કાર્ય (ઉત્પત્તિ-સ્થિતિ-લય) નું એક કારણ થઇ અને આ કર્મ (કાર્ય) કરે છે,પરંતુ તે આ કર્મો પ્રત્યે ઉદાસીન (નિર્લેપ) છે. “સાક્ષી” ભાવથી આસક્તિ વિનાના આ કર્મો –પરમાત્મા ને બંધન કરતાં નથી.......(૯)
આ રીતે પરમાત્મા (બ્રહ્મ) ની અધ્યક્ષતા થી (આધારથી) માયા (પ્રકૃતિ) આ ચરાચર (જગત) ને ઉત્પન્ન કરે છે,અને જગત માં પરિવર્તન પણ તે માયા ને લીધે જ થાય છે....(૧૦)
આ પરમાત્મા નું મુખ્ય “તત્વ” છે, વેદાંત-સિદ્ધાંત નું “રહસ્ય” છે. (અદ્વૈત) અને આ “રહસ્ય” જ્યાં સુધી બરોબર રીતે હસ્તગત ન થાય ત્યાં સુધી-પરમાત્માનું “તત્વ” સમજાતું નથી. આ વેદાંત-તત્વ (અદ્વૈત) ને જાણ્યા વિના –અનુભવ્યા વિના –પરમાત્મા નું “સત્ય-નિરાકાર” સ્વરૂપ- કોઈના પણ જાણ્યા માં આવી શકતું નથી. બાકી માત્ર “અનુમાન”(કલ્પના) ના જોર પર –જો મનુષ્ય ને ખરું જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેવું તેને લાગે-તો તે વ્યર્થ જ છે. જેમ મૃગજળ ની ભીનાશથી પૃથ્વી કદી પણ ભીંજાય નહિ. તેમ “સત્ય” ના અનુભવ સિવાય નું –સર્વ જ્ઞાન- એ માત્ર ભ્રમણા છે.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[1:26PM, 30/10/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૯૧-
અધ્યાય-૯-
રાજવિદ્યા-રાજગુહ્ય યોગ-૩
શ્રીકૃષ્ણ કહે છે-કે-મેં મનુષ્ય-દેહ ધારણ કરેલો હોવાથી,મૂર્ખ લોકો મારી ઉપેક્ષા (અવજ્ઞા) કરે છે. કારણ કે “હું સર્વ જીવો નો સ્વામી (માલિક) છું, એવું મારું જે ઉત્કૃષ્ટ (નિરાકાર-નિર્ગુણ-સત્ય) સ્વરૂપ છે-
₹ તેનું જ્ઞાન –તે (મૂર્ખ) લોકો ને હોતું નથી.”....(૧૧)
જેને કમળો થયો હોય તેને બધું પીળું જ દેખાય છે-અથવા- જો મનુષ્ય ને તાવ આવ્યો હોય તો તેને દૂધ પણ ઝેર જેવું કડવું લાગે છે, તેમ મૂર્ખ લોકો ને પરમાત્મા ના નિર્મળ સ્વરૂપ માં દોષ જ દેખાય છે. આવા મૂર્ખ લોકો પરમાત્મા (બ્રહ્મ) એ મનુષ્ય ---ના --હોવા છતાં તેમને મનુષ્ય માને છે. જેઓ ભૌતિક આંખો વડે પરમાત્મા ને જોવા ઈચ્છે છે-તે પરમાત્મા (બ્રહ્મ) ને જાણી શકતા નથી.
જો મૃગજળ ને ગંગાજળ સમજી તેની નજીક જવામાં આવે તો કાંઇ પણ પ્રાપ્ત થતું નથી. અજ્ઞાની –મૂર્ખ લોકો માં વિવેક અને સાચી સમજણ હોતી નથી, માયા થી મોહિત થઇ અને ભ્રમણા વાળી મનોવૃત્તિ થી માનવરૂપ માં રહેલા પરમાત્મા (શ્રીકૃષ્ણ-આત્મા) ની ઉપેક્ષા-તિરસ્કાર કરે છે.
અજ્ઞાની મનુષ્ય –“કલ્પનાઓ” કરે છે-અને પરમાત્મા-કે જે-
--કોઈ પણ “નામ” વગરના છે-તેને “નામ” આપે છે,
--કોઈ પણ “ક્રિયા” વગરના છે તેને “ક્રિયા કરતા” માને છે.
--કોઈ પણ “દેહ” વગરના (નિરાકાર) ને “દેહધારી” (આકારવાળા) માને છે.
આવા અજ્ઞાનીઓ-
--જગતને બનાવનાર પરમાત્માની ની -મૂર્તિઓ બનાવે છે.!!!
--અને નિત્ય અને સર્વત્ર એવા પરમાત્મા ની એ મૂર્તિ માં “પ્રાણ-પ્રતિષ્ઠા “ પણ કરે છે!!!
--જગત નું પોષણ કરનાર ને –તે કપડાં પહેરાવે છે-જમાડે છે-આવાહન,વિસર્જન કરે છે !!!
--મૂર્તિ ને “દેવ” માની ને ભજે છે અને મૂર્તિ ભાંગી જતાં તેનો ત્યાગ પણ કરે છે !!!
આવી રીતે એક (અદ્વૈત) પરમાત્માનું –“મનુષ્ય” કે “દેવ” રૂપે “દ્વૈત” (બે) નું જે જ્ઞાન છે તે જ્ઞાન જ “સત્ય” જ્ઞાન (અદ્વૈત) ની આડે આવે છે.
જો કે-
જ્યાં -પરમાત્મા (બ્રહ્મ) –નથી એવું એક પણ સ્થાન જગમાં નથી, તેમ છતાં તે પરમાત્મા (બ્રહ્મ) ને મનુષ્યો જોઈ શકતા નથી, એ એક મોટી કમનસીબી છે.એ દયાજનક સ્થિતિ છે. ખોટેખોટા (વ્યર્થ) જ્ઞાનવાળા, ખોટેખોટા (વ્યર્થ) કર્મ કરનારા અને ખોટેખોટી (વ્યર્થ) આશા રાખનારા, મનુષ્યો ની વિવેક-બુદ્ધિ નો નાશ થયેલો હોય છે, સાચા વિચારોનો તેમના મન માં ઉદ્ભવ થતો હોતો નથી, અને આમ તેઓ “મોહ” પમાડનારી આસુરી કે રાક્ષસી પ્રકૃતિ વાળા કહેવાય છે....(૧૨)
પણ જે મહાત્માઓ સર્વ જગતના ઉત્પત્તિ સ્થાન,આદિ,અવિનાશી –એવા પરમાત્માના સત્ય સ્વ-રૂપ ને જાણે છે,અને માત્ર તે પરમાત્મા ને જ ભજે છે-તે દૈવી પ્રકૃતિવાળા કહેવાય છે. આવા મહાત્માઓ -સર્વદા ભક્તિયુક્ત થઇ અને કિર્તન કરનારા,દૃઢ વ્રતવાળા,પરમાત્માને નમસ્કાર કરનારા અને પરમાત્માની જ ઉપાસના કરનારા હોય છે..........(૧૩-૧૪)
પછી ના શ્લોક ૧૫ થી ૨૧ સુધી માં જુદી જુદી જગ્યાઓ માં ઈશ્વરનાં સ્થાન,યજ્ઞો (કર્મો) અને તેનાથીથતી જુદી જુદી ગતિ-સ્થિતિઓ વિષે વર્ણન છે.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[9:25PM, 01/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૯૬-
અધ્યાય-૧૦-
વિભૂતિયોગ-૨
શ્રીકૃષ્ણ કહે છે-કે-દેવો અને મહર્ષિઓ ને પણ મારી “ઉત્પત્તિ” વિષે જાણ નથી. સકળ સૃષ્ટિ માં –માત્ર-હું (બ્રહ્મ) જ સર્વ દેવો અને મહર્ષિ ઓ નું આદિ (મૂળ) કારણ છું.....(૨)
પરમાત્મા (બ્રહ્મ) નું સ્વરૂપ જાણવામાં વેદો ની વાણી પણ કુંઠિત થઇ ગઈ છે.જે પ્રમાણે માતાના ઉદરમાં રહેલો ગર્ભ –માતાની ઉંમર જાણવા માટે અસમર્થ છે, તે પ્રમાણે-પરમાત્મા માંથી જ ઉદભવેલા દેવો-પરમાત્મા ને જાણવા સમર્થ નથી.
જે પ્રમાણે સમુદ્ર ના જળચરો (માછલી વગેરે) સમુદ્ર નો અંત (સમુદ્ર કેવડો છે તે) જાણી શકતા નથી,કે મચ્છર પુરા આકાશ ને ઓળંગી શકતું નથી, તે પ્રમાણે મહર્ષિ ઓ નું જ્ઞાન બ્રહ્મને જાણી શકતું નથી.
પરમાત્મા (બ્રહ્મ) કોણ છે ?કેવડા છે ? કોના છે ? શામાંથી ઉત્પન્ન થયા છે? તેનો નિર્ણય કરતાં-મહર્ષિઓ-જ્ઞાનીઓ ને યુગો ના યુગો વીતી ગયા છે.-કારણ કે-
આ સર્વ મહર્ષિઓ, સર્વ દેવો અને સર્વ પ્રાણીઓનું મૂળ (આદિ) પરમાત્મા છે.પરમાણુ માં જો જગત સમાઈ જાય –એવું બનતું જો દેખાય તો જ –જીવ પરમાત્મા ને જાણી શકે.પણ આવું બનતું નરી આંખે-જોઈ શકાતું નથી,એથી પરમાત્મા ને જાણવા કઠિન છે.
તેમ છતાં પણ જો કોઈ વખત સહેજ ભૂલ થી પણ –જો કોઈ જીવ – બાહ્ય પ્રવૃત્તિ નો માર્ગ છોડી –ઇન્દ્રિયો ને વશ કરે તો –અને દેહ (શરીર) નો દેહભાવ-છોડી,મન ને અંદર ની તરફ વાળે-તો-અંદરના નિર્મળ આત્મા ના પ્રકાશ થી જ –અવ્યક્ત પરમાત્મા (આત્મા) ને પોતાની આંખ સમક્ષ જોઈ શકે છે.
પરમાત્મા ના આ અવ્યક્ત,અવિનાશી,અજન્મા,નિરાકાર,અનાદિ –“તત્વ” ને જે જાણી જાય છે-તે-સર્વ પાપો ના બંધન થી મુક્ત થઇ જાય છે......(૩)
જુદી જુદી જાતના નીચે દર્શાવ્યા છે-તે જાતના ભાવ (વિકાર) પણ ઈશ્વર વડે જ ઉત્પન્ન થાય છે.૨૦-પ્રકારના જુદા જુદા ભાવો કહેવાય છે.
--બુદ્ધિ (નિશ્ચય કરવાની શક્તિ)—તત્વજ્ઞાન (અમર્યાદ જ્ઞાન)—નિર્મોહતા (અમૂઢતા)—સહનશીલતા—ક્ષમા—સત્ય—મનોનિગ્રહ (શમ) અને ઈન્દ્રિયનિગ્રહ (દમ)—સુખ-દુઃખ—ઉત્પત્તિ-વિનાશ—ભય-અભય—યશ-અપયશ—અહિંસા—સમતા—સંતોષ—તપ—દાન—
જગતના સર્વ જીવો એકબીજાથી જુદા પડે છે, તેમ તેમના વિકારો (ભાવો) પણ જુદાજુદા છે.આમાં ના કેટલાંક ને પરમાત્મા નું જ્ઞાન થાય છે અને કેટલાંક ને થતું નથી.જેમ પ્રકાશ અને અંધકાર –એક સૂર્ય થી જ પેદા થાય છે-તે જ પ્રમાણે-
ઈશ્વર નું જ્ઞાન થવું કે ના થવું તે તેમના કર્મો નું ફળ છે. અને એટલા માટે જ –તેમના માં –જુદા જુદા વિકારો ના આવિર્ભાવ થાય છે........(૫)
ઉપર દર્શાવ્યા તે ૨૦-જુદી જુદી જાતના વિકારો (ભાવો) થી જગત (સૃષ્ટિ) ભરેલું છે.હવે જેઓ માંથી જગતની વૃદ્ધિ થઇ છે--જેઓ આ પૃથ્વીના પાલક છે-અને –જેમની આજ્ઞા મુજબ જગતના સર્વ લોકો વર્તે છે-તેવી ૧૧-વિભૂતિ ઓ (૧૧-ભાવો) છે. .......(૬)
----૪-બ્રહ્માના (માનસ) પુત્રો-મનુ ઓ-(સ્વાયંભુવ.સ્વરોચિષ,ઉત્તમ અને તામસ)
----૭-મહર્ષિઓ-(ભૃગુ,મરીચિ,પુલસ્ત્ય,પુલહ,ક્રતુ,અત્રિ,વશિષ્ઠ)
સહેલાઈ થી સમજવા-ટૂંકમાં જોઈએ તો-
--પરમાત્મા માંથી સહુ પ્રથમ મન ની ઉત્પત્તિ થઇ- અને
--મન માંથી મનુ ઓ-(ચાર) અને સાત ઋષિઓ ઉત્પન્ન થયા.(અગિયાર ભાવો –વિકારો-વિભૂતિઓ)
--તેમાંથી ઇન્દ્ર વગેરે ૮-લોક્પાલો ઉત્પન્ન થયા-જેમણે અનેક પ્રકારના “લોકો” ઉત્પન્ન કર્યા.
--અને આ લોકો માંથી સર્વ ૨૦-પ્રકારના જુદાજુદા ભાવો-વિકારોવાળા-જીવો ની ઉત્પત્તિ થઇ.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[9:25PM, 01/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૯૭-
અધ્યાય-૧૦-
વિભૂતિયોગ-૩
જે કંઈ દૃશ્ય સંસાર (આંખથી દેખાય છે –તે સંસાર) છે-તે ઈશ્વર ની માયા છે, અને માત્ર ઈશ્વર (બ્રહ્મ) જ પરિપૂર્ણ છે-આ –જાણવું તે “તત્વ” છે.
જે મનુષ્ય ઈશ્વર ની –આ ઐશ્વર્ય-રૂપ-“વિભૂતિ” ને-જાણે છે-(એટલે-કે-ઈશ્વર નો વિસ્તાર –ઈશ્વર ની માયા (યોગ શક્તિ)થી થાય છે-એ તત્વ ને જાણે છે)તે મનુષ્ય-આ નિશ્ચળ યોગ વડે –ઈશ્વરના જ્ઞાન ને જાણેલો છે-અને તે પોતે ઈશ્વરમય જ બને છે..(૭)
બ્રહ્મા (બ્રહ્મદેવ) થી શરૂઆત કરી-નાના માં નાની કીડી સુધી,પરમાત્મા ના “પરમાત્મ-તત્વ” સિવાયબીજું કશું નથી, આ “સત્ય” સ્વરૂપ ને જે જાણે છે-તેને જ “સત્ય”જ્ઞાન ની જાગૃતિ થાય છે.આમ સંપૂર્ણ જગત ની ઉત્પત્તિ નું કારણ ને સર્વ જગતની પ્રવૃત્તિ નું કારણ –માત્ર પરમ-પિતા પરમાત્મા-જ-છે-એમ જાણી ને જ્ઞાની મનુષ્યો તે પરમાત્મા ને જ નિરંતર ભજે છે.....(૮)
ઈશ્વર માટે જ જેમણે પોતાનું જીવન અર્પણ કરી દીધું છે,તેવા ભક્ત જનો -તેમના જેવા જ બીજા ભક્ત જનો ની સાથે એકબીજાને બોધ કરતા,અને સદા ય ઈશ્વરનું કીર્તન કરતા સંતોષમાં અને આનંદ માં રહે છે. (૯)
પરમાત્મા માં તદ્રુપ થયેલા ઓ ની સ્થિતિ માં એકબીજા વચ્ચે આપ-લે-નો વ્યવહાર પણ જ્ઞાન નો જ હોય છે. જે પ્રમાણે પાસ પાસેનાં તળાવો પાણી થી છલકાઈ ગયા પછી,તેમના પાણી એકબીજા સાથે ભળી જાય છે-અને પછી તરંગો ને તરંગો નો જ આશ્રય મળી જાય છે. આવા નિત્ય પરમાત્મા સાથે યુક્ત થયેલા અને પરમાત્મા ને નિરંતર ભજનાર,ને પરમાત્મા બુદ્ધિયોગ
(જ્ઞાનયોગ) આપે છે,કે જેનાથી તે આત્મજ્ઞાન (બ્રહ્મજ્ઞાન) પ્રાપ્ત કરે છે...(૯)
તેમના ઉપર અનુકંપા ને કારણે જ તેમના અંતરમાં રહી,(આત્મારૂપે),તેજસ્વી જ્ઞાન ના દીવા થી ,તેમના માં રહેલા અજ્ઞાન રૂપી અંધકાર નો નાશ કરે છે. ,,(૧૧)
પછી ના ૧૨ થી ૧૮ સુધીના શ્લોક માં અર્જુન –શ્રીકૃષ્ણ ની સ્તુતિ કરે છે, અને પછી કહે છે-કે-
મને તમારી અનંત વિભૂતિઓ માંથી જેટલી વ્યાપક,શક્તિમાન અને સતેજ હોય -તેમાંની મુખ્ય-મુખ્ય અને પ્રસિદ્ધ હોય તેમના વિષે મને કહો.આપનું સતત ચિંતન કરનારો હું આપને કઈ રીતે જાણી શકું ?આપ કયા કયા ભાવો માં (વિભૂતિઓમાં) મારા વડે ચિંતન કરવા યોગ્ય છો? તે મને કહો.
તમારો યોગ અને વિભૂતિઓ મને ફરીથી વિસ્તારપૂર્વક કહો,કારણકે,તમારું અમૃતમય વક્તવ્ય (ભાષણ)ગમે તેટલી વાર સાંભળવા છતાં પણ મને તૃપ્તિ થતી નથી.
ત્યારે શ્રીકૃષ્ણ (પરમાત્મા) કહે છે-કે-
તેં પૂછેલી મારી વિભૂતિઓ અગણિત છે,તે અગણિત વિભૂતિઓ જોકે મારી જ છે,તેમ છતાં તેની ગણત્રી,મારી બુદ્ધિ થી પણ કરી શકાતી નથી.
જેવી રીતે કોઈથી પણ પોતાના અંગ પરના વાળ ગણી શકતા નથી,તે પ્રમાણે મારી વિભૂતિઓ પણ ગણી શકાતી નથી. એટલા માટે મારી જે મુખ્ય મુખ્ય વિભૂતિઓ છે-તે તને કહું છું. આ મુખ્ય મુખ્ય વિભૂતિઓ ને જાણવાથી,બીજી સર્વ વિભૂતિઓ તારી જાણ માં આવી જશે. જેમ વૃક્ષ નું બીજ હાથ માં આવતાં-આખું વૃક્ષ જ હાથમાં આવ્યા જેવું થાય છે-તેમ-તે વિભૂતિઓ ને જોવાથી સર્વ વિશ્વ (જગત) જોવામાં આવ્યા પ્રમાણે થાય છે.
ખરેખર તો મારા વિસ્તાર નો અંત જ નથી,આકાશ સમાન મહાન પદાર્થો પણ મારામાં સમાઈ જાય છે.(૧૯)
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[9:30PM, 01/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૯૩-
અધ્યાય-૯-
રાજવિદ્યા-રાજગુહ્ય યોગ-૫
પોતાનું (આપણું) “પોતાપણું (હું પણું-અહમ)” પરમાત્મા માં અર્પણ કર્યા સિવાય –પરમાત્મામાં –આપણો ખરો પ્રેમ ઉત્પન્ન થયો છે- એવું કહી શકાય નહિ.
“હું ઈશ્વર નું જ્ઞાન ધરાવું છું” આવું જ્ઞાન ધરાવવાનું અભિમાન જે રાખે છે-તેને ઈશ્વરનું જ્ઞાન નથી.
“હું કૃતાર્થ થયો છું” એમ જે અભિમાન થી કહે તે સાચી રીતે કૃતાર્થ થયો નથી.
“હું મુક્ત થયો છું” એમ જે અહમ થી બોલે- તે મુક્ત થયો નથી.
“મેં યજ્ઞ કર્યા,મેં ધર્માચરણ કર્યા,મેં તપ કર્યા” આવો જેને ઘમંડ છે-તેને ઈશ્વરની પ્રાપ્તિ ની યોગ્યતા નથી.
થોડો વિચાર કરવામાં આવે તો- જો “જ્ઞાન” ની વાત કરવામાં આવે તો –“વેદ” માં જે જ્ઞાન (પરમાત્મ-જ્ઞાન) નું નિરૂપણ કર્યું છેતેનાથી વધુ જ્ઞાન કોઈનું પણ ના હોઈ શકે.!! નવાઈ ની વાત એ છે-કે- વેદો પણ જે પરમાત્મા વિષે-“નેતિ-નેતિ” એટલેકે-“આ વસ્તુ પરમાત્મા નથી” એમ કહી ને અટકી જાય છે-મૌન થઇ જાય છે-તેને –અભિમાની લોકો શી રીતે પ્રાપ્ત કરી શકે ?
સનકાદિ ઋષિઓ જેવા પૂર્ણ બ્રહ્મજ્ઞાનીઓ પણ પરમાત્મસ્વ-રૂપ નો નિર્ધાર કરતાં ભ્રમિત થઇ ગયા છે. મહાદેવ શિવ થી મોટો કોઈ તપસ્વી નથી-પરંતુ તેમણે પણ અભિમાન છોડી-પરમાત્મા નું ચરણોદક- એટલે કે ગંગા ને પોતાના મસ્તક પર ધારણ કરી છે.
લક્ષ્મી એ પણ અભિમાન નો ત્યાગ કરી પુરા મનોભાવ થી સેવા કરી ત્યારે તે પરમાત્મા ના ચરણ ધોવાના અધિકાર ને પ્રાપ્ત કરી શકી છે.
લક્ષ્મીજી નું ઐશ્વર્ય અને મહાદેવ શિવ નું તપ પણ જ્યાં (ઈશ્વર આગળ) કોઈ વિસાત માં નથી-તો અજ્ઞાનીઓ,પાખંડીઓ,અને અભિમાની જીવો –પરમાત્મા ને કેવી રીતે જાણી શકે ? સૂર્ય ના તેજ આગળ જો ચંદ્ર ના પ્રકાશ ની પણ વિસાત ના હોય તો પછી-આગિયાઓ પોતાના તેજ નો
ઘમંડ કેવી રીતે કરી શકે ?
એટલા માટે જ –સર્વ દેહાભિમાન છોડીને –પોતાની સંપત્તિ વગેરે ના અભિમાન ને છોડીને – મનુષ્યે પોતાનું સર્વસ્વ અને છેવટે પોતાનો દેહ પણ પરમાત્મા પર ઓવારી નાખવો જોઈએ. પોતાની મહત્તા ને ત્યજી દઈ-સર્વ શાસ્ત્રીય જ્ઞાન ને ભૂલી જઈ ને પોતાની વિદ્વતા નું અભિમાન મૂકી દઈ- જયારે વિનમ્રતા,ભક્તિ અને વિવેક આવે છે –ત્યારે જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે...(૨૫)
અને જો આમ અહમ ને ત્યાગી ને દૃઢ ભક્તિપૂર્વક જો કોઈ મનુષ્ય-પરમાત્મા ને પત્ર,પુષ્પ,ફળ અને પાણી –પણ અર્પણ કરે તો તે –શુદ્ધ ચિત્તવાળા ભક્તે –પ્રેમપૂર્વક આપેલી આવી નાની ચીજો ને પણ ઈશ્વર સગુણ-રૂપ થી પ્રગટ થઇ ને સ્વીકાર કરે છે...(૨૬)
પત્ર,પુષ્પ,ફળો-વગેરે તો ભક્તિ માટે નું નિમિત્ત માત્ર છે,મુખ વસ્તુ છે-અનન્ય,દૃઢ,તીવ્ર-ભક્તિ.
શ્રીકૃષ્ણ કહે છે-કે- હે અર્જુન, તું જે જે વસ્તુ નો ઉપભોગ કરે છે,જે કંઈ યજ્ઞ-કર્મ કરે છે, જે કંઈ દાન આપે છે, જે કંઈ સ્વ-ધર્મ રૂપી તપ-કર્મ કરે છે-તે સર્વ અહંકાર ત્યજી ને નિષ્કામ બુદ્ધિ થી મને અર્પણ કર..(૨૭)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[9:30PM, 01/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા--૯૨-
અધ્યાય-૯-
રાજવિદ્યા-રાજગુહ્ય યોગ-૪
શ્રીકૃષ્ણ કહે છે-કે-જે લોકો એકનિષ્ઠ થઈને મારું ચિંતન કરી-મારી ઉપાસના કરે છે-અને પોતાનું મન સંપૂર્ણપણે-પૂર્ણ ભાવથી મારામાં અર્પણ કરી દે છે,-એટલે કે- જે મારી “સંપૂર્ણ શરણાગતિ” સ્વીકારીને પોતાનો સર્વ બોજો (ભાર) મારા પર નાંખી દે છે, તેમના યોગક્ષેમ ને (જીવન નિર્વાહને) હું ચલાવ્યા કરું છું (યોગક્ષેમ વહામ્યહમ)....(૨૨)
“પરમાત્મા સર્વ જગ્યાએ રહેલા છે” એવું જે લોકો જાણતા નથી તેવા લોકો જુદા જુદા સંપ્રદાયો-ધર્મો બનાવી ને જુદા જુદા દેવ-દેવીઓ,પિતૃઓ,ભૂતો માં ભગવાન છે,એમ માની ને તેમને ભજે છે. જો કે-આવું કરી ને પણ તે પરમાત્મા નું જ પૂજન કરે છે-કારણ કે ઈશ્વર સર્વ જગ્યાએ સર્વ માં છે. પરંતુ આવા પ્રકારનું દેવો-દેવીઓ ને ભજવાનું અને તેમનું પૂજન –વિધિપૂર્વક(સમજપૂર્વક) નહિ હોતાં-તે- ભૂલ ભરેલું છે.....(૨૩)
વૃક્ષ ની શાખાઓ,પાંદડાઓ-વગેરે બીજ માંથી જ ઉત્પન્ન થાય છે,પાણી તો મૂળ માં જ સિંચવું પડે છે. તે જ રીતે પરમાત્મા એ મૂળ છે. અને દેવો-દેવીઓ એ શાખા ઓ અને પાંદડાઓ છે. ગમે તે દેવ કે દેવી ની પૂજા કરીએ –પણ તે પૂજા પરમાત્મા (બ્રહ્મ) ની પ્રીતિ અર્થે કરવી જોઈએ. જો -આ જાણ્યા વગર –પરમાત્મા ને જાણ્યા વગર –દેવ-દેવીઓનું ભજન કરવા માં આવે તો - તે ભજન નકામું છે.કારણ કે “જ્ઞાન-દૃષ્ટિ” માત્ર “કર્મ ના આચરણ” માં જ હોય તો- આ જાતનું “જ્ઞાન” દોષ વાળું છે.
આવા લોકો -તેમના કર્મ આચરણ –(એટલે કે –જુદા જુદા યજ્ઞો-કર્મો)-નો ભોક્તા અને સ્વામી –માત્ર –એક-પરમાત્મા જ છે-તેવું “તત્વ” તે ભૂલી જાય છે,
અને માત્ર જે તે યજ્ઞ ના દેવ-દેવી ને જ-ભજવાથી અને પૂજન કરવાથી તેમને –જે તે દેવ-દેવી ની જ પ્રાપ્તિ થાય છે- પણ તેમને પરમાત્મા (બ્રહ્મ-સત્ય) ની પ્રાપ્તિ થતી નથી.
જુદા જુદા યજ્ઞો ના (કર્મો ના) આદિ (શરૂઆત) અને અંત –માત્ર-પરમાત્મા જ છે.પરંતુ દુર્બુદ્ધિ –મૂર્ખ મનુષ્યો-તે –પરમાત્મા (બ્રહ્મ) ને ભૂલીને (ત્યાગી ને) દેવ-દેવી ઓ ને ભજે છે. જેવી રીતે ગંગાનું પાણી દેવ-દેવી-પિતૃઓ ને નામે ગંગામાં જ અર્પણ કરવામાં આવે છે.તેવી રીતે- પરમાત્મા ની જ બનાવેલી બધી વસ્તુ ઓ પરમાત્મા ને જ અર્પણ થાય છે.
પણ અહીં મનુષ્યો ના જુદા જુદા ભાવ ને લીધે-પરમાત્મ-ભાવ ભુલાય છે –અને આવા મનુષ્યો ક્યારેય પરમાત્મા (બ્રહ્મ) ને પામતા નથી. પરંતુ તેઓ પોતાના મન માં જેવી “ઈચ્છા” ધારણ કરે છે-તે જ તે પામે છે......(૨૪)
--દેવ-દેવીઓ ની ઉપાસના કરનારા મનુષ્યો-દેવ-લોક માં જાય છે.
--પિતૃ ના વ્રતો કરનાર –પિતૃઓ ની ઉપાસના કરનાર પિતૃલોક માં જાય છે.
--પિશાચ અને ક્ષુદ્ર દેવો (ભૂત-પિશાચાદિ) ને સાધવા અને જારણમારણ-વગેરે મંત્રો સાધનાર ને મરણ પછી પિશાચયોનિ પ્રાપ્ત થાય છે. આ પ્રકારે તેમના સંકલ્પ પ્રમાણે તેમનાં કર્મો તેમને ફળ આપે છે.-પણ- જે મનુષ્યો સદા-સર્વદા –માત્ર પરમાત્મા (બ્રહ્મ) નું જ ભજન કરે છે- તેમને જ માત્ર પરમાત્મા ની જ પ્રાપ્તિ થાય છે. .....(૨૫)
ટૂંક માં અહીં સહેલાઈથી સમજવા નો પ્રયત્ન કરીએ તો એમ પણ કહી શકાય -કે- દેવ-દેવીઓ –એ એક વિશિષ્ટ શક્તિ (વ્યક્તિત્વ) ધરાવનાર “આત્મા” ઓ છે.(પરમાત્મા –નહિ) દરેક ‘આત્મા” એ “પરમાત્મા” છે –એ નિયમાનુસાર તેમનું પૂજન કરતાં –“જ્ઞાન-દૃષ્ટિ” ને- પરમાત્મા (બ્રહ્મ) તરફ રાખવી જોઈએ.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[9:30PM, 01/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૯૫-
અધ્યાય-૧૦-
વિભૂતિયોગ-૧
અત્યાર સુધી માં આવી ગયેલા ૧ થી ૮ અધ્યાય ને –પૂર્વ ખંડ- કહે છે. અને હવે પછી આવનારા ૯ થો ૧૮ અધ્યાય ને –ઉત્તરખંડ –કહે છે.
હવે આ પૂર્વખંડ માં આવી ગયેલા ૧ થી ૮ અધ્યાયો નું –થોડું ચિંતન કરી ને પછી આગળ વધીશું.
(૧) પહેલા અધ્યાય માં સગાં-સંબંધી,મિત્ર અને ગુરૂજનો સાથે યુદ્ધ કરવું અયોગ્ય છે –એમ લાગવાથી (મોહ ના લીધે) અર્જુન ને શોક (વિષાદ) થયો.
(૨) બીજા અધ્યાય માં યોગ સ્પષ્ટતા થી કહ્યો છે-પરંતુ તેમાં જ્ઞાનયોગ અને કર્મયોગ એમ બે ભેદ દર્શાવ્યા છે.
(૩) ત્રીજા અધ્યાય માં કેવળ કર્મયોગ નું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
(૪) ચોથા અધ્યાય માં કર્મયોગ નું જ્ઞાનયોગ સહિત પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
(૫) પાંચમા અધ્યાય માં યોગ-તત્વ નો પ્રારંભ કરેલો છે.
(૬) છઠ્ઠા અધ્યાય માં યોગ ની આસન વિધિ થી લઇ જીવ ના બ્રહ્મ સાથેના ઐક્ય થવા સુધી ની રીત વિષેકહેવામાં આવ્યું છે.યોગભ્રષ્ટ ની ગતિ વિષેનું પણ વર્ણન છે.
(૭) સાતમા અધ્યાય માં પ્રકૃતિ નો ઉપક્રમ અને ઈશ્વર ને ભજનારા ચાર જુદા જુદા પ્રકારના ભક્તો નું ( (( (આર્ત,જિજ્ઞાસુ,અર્થાર્થી અને જ્ઞાની) વર્ણન કરવામાં આવ્યું.
(૮) આઠમા અધ્યાય માં ૭-પ્રશ્નો નું સ્પષ્ટીકરણ કરી- મરણ સમયે ચિત્તશુદ્ધિ કરવાના નિર્ણય વિષે કહ્યું.
(૯) નવમા અધ્યાય માં ગીતા નું સર્વ જ્ઞાન-અત્યંત ગૂઢ જ્ઞાન –એટલે કે –પરમાત્મા ના અવ્યક્ત
સ્વરૂપ ના જ્ઞાન વિષે વર્ણન કર્યું છે.
જેવી રીતે ગોળ અને સાકર ના ગાંગડા –એક જ શેરડી ના રસમાં થી તૈયાર કરવામાં આવે છે-તેમ છતાં તે બંને ના સ્વાદ માં (મિષ્ટતામાં) થોડો ફરક લાગે છે.તેવી રીતે ગીતા ના સર્વ અધ્યાયો માં “બ્રહ્મ-તત્વ” નું જ નિરૂપણ કરવામાં આવ્યું છે –તો પણ –
--કેટલાક અધ્યાયો –બ્રહ્મ ને પ્રથમ થી જ ઓળખેલ હોય –તે પ્રમાણે “બ્રહ્મ” નું પ્રતિપાદન કરે છે.
--કેટલાક અધ્યાયો-બ્રહ્મ નું સ્થળ દર્શાવે છે. અને-
--કેટલાક અધ્યાયો-બ્રહ્મ ને જાણવા જતાં-જ્ઞાન અને ગુણો સહિત મનુષ્ય પોતે જ “બ્રહ્મ-રૂપ” થાય છે એમ દર્શાવે છે.
હવે ઉત્તરખંડ નો પ્રારંભ થાય છે-અને પ્રારંભ માં- ૧૦ મા અધ્યાય માં – શ્રીકૃષ્ણ –પોતાની મુખ્ય અને ગૌણ –વિભૂતિઓ વિષે વર્ણન કરે છે.
શ્રીકૃષ્ણ કહે છે-હે અર્જુન,તું ફરીથી મારાં પરમ વચન સાંભળ. તું મારા ભાષણ થી સંતુષ્ટ થાય છે, એટલા માટે –તારું હિત થાય એવી ઇચ્છાથી –આ (જ્ઞાન) હું તને (ફરીથી) કહું છું...(૧)
આગળના નવ અધ્યાય ના ભાષણ માં અર્જુન નું ધ્યાન કેવું છે? તે શ્રીકૃષ્ણે જોઈ લીધું. જેવી રીતે-માટલા માં થોડું પાણી રેડી પ્રથમ ખાતરી કરવામાં આવે છે કે-પાણી ગળે છે કે નહિ- પછી જ –તે માટલું પાણી થી પૂરું ભરવામાં આવે છે- તેવી રીતે શ્રીકૃષ્ણે અર્જુન ને થોડું કહી સંભળાવ્યું-અને હવે ખાતરી થતાં –વધુ સંભળાવવા માટે તૈયાર થયા છે. જાણે- એક નાની શી પરીક્ષા માં અર્જુન ઉત્તીર્ણ થયો છે. અને હવે સહુ પ્રથમ- અગાઉના અધ્યાયમાં કહેલો –પોતાનો અભિપ્રાય –
શ્રીકૃષ્ણ ફરીથી અર્જુન ને કહે છે.
જેમ દરેક વર્ષે પાક સારો મળે તો-ફરી ફરી અનાજ વાવવાનો કંટાળો આવતો નથી-કે-
જેમ ઉપરાઉપરી તાપ આપવાથી સોનાનો કસ વધે છે-સોનું વધુ શુદ્ધ થાય છે- તેમ- શ્રીકૃષ્ણ ના આ ભાષણ થી જેમ જેમ અર્જુન નું હિત સધાય –તેમ તેમ –શ્રીકૃષ્ણ અને અર્જુન(અને આપણું પણ) સુખ અનેક ગણું વૃદ્ધિ પામતું જશે.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[9:30PM, 01/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૯૪-
અધ્યાય-૯-
રાજવિદ્યા-રાજગુહ્ય યોગ-૬
જે પ્રમાણે અગ્નિ માં શેકેલાં બીજ ને અંકુર ફૂટતાં નથી, તે પ્રમાણે- નિષ્કામ બુદ્ધિ થી પરમાત્મા ને અર્પણ કરેલાં શુભ કે અશુભ કર્મો –ની ફળ-પ્રાપ્તિ થતી નથી. એટલે કે જો કર્મો જ ઈશ્વર ને અર્પણ કરવામાં આવે તો-તે-જ-વખતે જન્મ-મરણ નો ફેરો ટળી જાય છે- કર્મ નું બંધન રહેતું નથી-અને સર્વ દુઃખો ની આપોઆપ નિવૃત્તિ થઇ જાય છે......(૨૮)
પરમાત્મા સર્વ જીવો માં (આત્મા-રૂપે) એકસરખા હોવાથી, તેમના માં મારું અને તારું –એવો ભેદ નથી. ઈશ્વર નો કોઈ શત્રુ નથી-કે-કોઈ મિત્ર નથી. જેઓ તીવ્ર ભક્તિ થી ઈશ્વરને ભજે છે-તેઓ ઈશ્વરમાં છે અને ઈશ્વર તેમના માં છે .જેવી રીતે સૂક્ષ્મ રૂપે અગ્નિ સર્વત્ર વ્યાપ્ત થઇ ને રહેલો હોય છે-તેમ છતાં સાધનો વડે (લાકડું-અગ્નિ) પ્રગટ કરવાથી જ તે અગ્નિ આંખ થી દેખાય છે- તેવી રીતે સર્વત્ર રહેલો પરમેશ્વર ભક્તિ થી ભજન કરનાર ના અંતઃકરણ માં પ્રત્યક્ષ થાય છે...(૨૯)
અત્યંત દુરાચારી મનુષ્ય પણ જો પશ્ચાતાપ કરી અને તે પશ્ચાતાપ પછી લેશમાત્ર પાપાચરણ ના કરે, અને જો એક નિષ્ઠા થી પ્રભુ નું ભજન કરે તો તે સાધુ સમાન થઇ જાય છે. અંતકાળે જેવી મન ની વૃત્તિ હોય છે-તેવી જ ગતિ બીજા જન્મ માં થાય છે,આથી – જેમણે પોતાના આયુષ્ય નો અંત ભક્તિમાર્ગ માં આણ્યો છે,તે ભલે અગાઉ ના સમય માં –એટલે કે – યુવાનવય માં દુરાચારી હોય તો પણ તે સર્વોત્તમ જ છે. એક વાર નિશ્ચય થઇ જાય કે પરમાત્મા ના ભજન સમાન બીજું કંઈ નથી, એટલે તેનો અખંડ પ્રેમ – માત્ર ઈશ્વરમાં જ થાય છે અને તે કર્મો ના સપાટામાંથી પાર ઉતરી જઈ ઈશ્વરરૂપ થઇ જાય છે. (૩૦)
આવો ઈશ્વરમાં મળી ગયેલો અને ઈશ્વર સ્વ-રૂપ થઇ ગયેલો ધર્માત્મા –કદી પણ ના જનારી અને સદા સાથે રહેનારી –શાંતિ ને પ્રાપ્ત થાય છે. અને આવા ભક્ત નો કદી પણ નાશ થતો નથી..(૩૧)
કોઈ પણ જાતિ નો હોય, કે ગમે તેવી અધમ પાપ-યોનિ માં જન્મેલો હોય –પણ જો –તે –પરમાત્મા નો આશ્રય કરે-પરમાત્માની ભક્તિ કરે તો તેને ઉત્તમ ગતિ મળે છે....(૩૨)
તો પછી –અત્યંત કુળવાન,પુણ્યવાન અને સતત ભક્તિ કરનાર –તો પરમાત્મા ને સદા પ્રિય જ હોય – એમાં તો બેમત નથી. માટે જ મનુષ્ય જયારે આ અશાશ્વત (નાશ પામનાર) અને દુઃખદાયક –એવા મૃત્યુલોક માં આવ્યો છે-જન્મ પામેલો છે- તો શાંતિ માટે ઈશ્વર ભજન સિવાય કોઈ ઉપાય નથી (૩૩)
પૃથ્વી ને મૃત્યુલોક કહે છે-જે જન્મે છે-તેનું મરણ નિશ્ચિત છે. દિન- પ્રતિદિન આયુષ્ય વીતતું જાય છે. આ જાણવા છતાં પણ મનુષ્ય –પોતે મરવાનો નથી-એમ સમજી સમય વિતાવ્યે જાય છે.
દેડકાને –સાપ ગળતો હોય છે-તો પણ દેડકાને-પોતાના મરણ ની કલ્પના સુદ્ધાં આવતી નથી અને તે જ વખતે-દેડકો પોતાની જીભ થી આસપાસ ની માખીઓ ગળી જવાનો પ્રયત્ન કરતો હોય છે !!!!આવી જ રીતે કોણ જાણે કયા લાભ માટે-જીવો પોતાની ઈચ્છા વધારે જાય છે.
જેના યોગ થી અવિનાશી પદ પ્રાપ્ત થઇ શકે છે-તેવા ભક્તિ માર્ગ ને ગ્રહણ કર્યા સિવાય –આ મૃત્યુલોક માં બીજો કોઈ ઉપાય નથી.
માટે જ શ્રીકૃષ્ણ કહે છે-કે-
હે અર્જુન, તું તારા મન ને મારામાં સ્થિર કર,મારું ભજન કર,સર્વ જગ્યાએ હું (પરમાત્મા) છું,એમ સમજી ને મને નમસ્કાર કર.મારા માં ચિત્ત ને પરોવી,મારામાં પરાયણ થઈશ એટલે તું મને (ઈશ્વરને) આવી ને જ મળીશ. બીજાઓથી ગુહ્ય (ગુપ્ત) રાખેલી મારા મનની વાત મેં તને કહી દીધી છે. અને આ વાત જો તું બરોબર ગ્રહણ કરીશ તો સુખી થઇ શકીશ-શાંતિ પામી શકીશ.......(૩૪)
સમાપ્ત-
અધ્યાય-૯-રાજવિદ્યા-રાજગુહ્ય યોગ-
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[2:04PM, 02/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૯૮-
અધ્યાય-૧૦-
વિભૂતિયોગ-૪
પરમાત્મા (શ્રીકૃષ્ણ-બ્રહ્મ-ઈશ્વર)ની મુખ્ય-મુખ્ય વિભૂતિઓ કઈ કઈ છે ?
અથવા તો –
પરમાત્મા ક્યાં ક્યાં વિરાજેલા છે ? તો શ્રીકૃષ્ણ (પરમાત્મા-બ્રહ્મ) કહે છે-કે-
---પ્રત્યેક જીવમાં (પ્રાણીમાં) જે -આત્મા -છે –તે હું (પરમાત્મા) છું. અને -તે સર્વ જીવો (પ્રાણીઓ) નો આદિ-મધ્ય અને અંત પણ હું છું.................(૨૦)
---બાર આદિત્યોમાં (અદિતિ ના બાર પુત્રો) માં- વિષ્ણુ (વામન અવતાર) હું છું.
- તેજસ્વી વસ્તુઓમાં કિરણોવાળો સૂર્ય હું છું.
-૪૯ –મરુદગણો માં (વાયુદેવતાઓ માં)- મરીચિ- હું છું.
-આકાશમાંના નક્ષત્રો માં -ચંદ્ર -હું છું.......................................................(૨૧)
---વેદો માં- સામવેદ- હું છું.
-દેવો માં –ઇન્દ્ર- હું છું.
-ઇન્દ્રિયો માં –મન- હું છું.
-સર્વ પ્રાણીઓ (જીવો) માં –ચેતના (જ્ઞાન) શક્તિ-હું છું..............................(૨૨)
---૧૧-રુદ્રોમાં –શંકર-હું છું.
-યક્ષ-રાક્ષસો માં ધન નો સ્વામી –કુબેર-હું છું.
-૮-વસુઓ માં –અગ્નિ- હું છું.
-શિખરધારી સર્વ પર્વતો માં ઉચ્ચ –મેરુ પર્વત- હું છું.................................(૨૩)
---પુરોહિતો માં (ગુરુઓમાં) –બૃહસ્પતિ-હું છું.
-સેનાપતિઓમાં –કાર્તિક સ્વામી-હું છું.
-જળાશયોમાં –સમુદ્ર-હું છું.
-સિદ્ધ મહર્ષિઓમાં –ભૃગુઋષિ-હું છું.
-વાણી માં (ધ્વનિમાં) એકાક્ષર – ॐ કાર –હું છું.
-સર્વ પ્રકાર ના યજ્ઞો માં –જપયજ્ઞ-હું છું.
-અચળ વસ્તુઓ માં- હિમાલય- હું છું.....................................................(૨૪-૨૫)
---સર્વ વૃક્ષો માં –પીપળો-હું છું.
-દેવર્ષિ ઓમાં –નારદ-હું છું.
-ગંધર્વોમાં –ચિત્રરથ-હું છું.
-સિદ્ધો માં –કપિલમુનિ –હું છું.
-અશ્વો માં (ઘોડાઓમાં) –ઉચ્ચૈશ્રવા-અશ્વ હું છું,
-હાથી ઓમાં –ઐરાવત- હાથી હું છું.
-મનુષ્યોમાં-રાજા-હું છું...........................................................................(૨૬-૨૭)
---આયુધોમાં (શસ્ત્રોમાં) –વજ્ર-હું છું.
-ગાયોમાં –કામધેનું-હું છું.
-પ્રજા ને ઉત્પન્ન કરનાર માં-મદન-હું છું.
-સર્પોમાં-વાસુકિ- હું છું.
-નાગો માં-નાગરાજ અનંત (શેષ)-હું છું.
-જળદેવતાઓમાં-વરુણ-હું છું.
-પિતૃગણોમાં (પિતૃ દેવતાઓમાં) –અર્યમા-હું છું.
-નિયંત્રકો (નિયમન કરનારા) માં-યમ-હું છું...............................................(૨૮-૨૯)
---દૈત્યો માં –પ્રહલાદ-હું છું.
-કાળ ની (સમયની) ગણત્રી કરનારાઓમાં –કાળ-હું છું.
-પશુઓ માં –સિંહ- અને પક્ષીઓમાં-ગરુડ- હું છું..............................................(૩૦)
---પવિત્ર કરનારી વસ્તુઓમાં –વાયુ-હું છું.
-શસ્ત્રધરોમાં –રામ-હું છું.
-મત્સ્યોમાં-મકર-હું છું અને
-નદીઓમાં –ભાગીરથી (ગંગા હું છું..............................................................(૩૧)
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌳
[2:04PM, 02/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૯૯-
અધ્યાય-૧૦-
વિભૂતિયોગ-૫
---સૃષ્ટિઓનો –આદિ-મધ્ય-અંત-હું છું.
-વિદ્યાઓમાં –બ્રહ્મ વિદ્યા (અધ્યાત્મવિદ્યા)-હું છું.
-‘તત્વ-નિર્ણય’ ને જાણવાની ઈચ્છા થી કરવા માં આવતો –વાદ-હું છું.
-અક્ષરો માં –અ-કાર-હું છું.અને સમાસો માં –દ્વંદ-નામનો સમાસ હું છું.
-સર્વ ને (કીડી થી લઈને બ્રહ્મદેવને) ગ્રસનાર-મહાકાળ-હું છું...........(૩૨-૩૩)
---સર્વ નો સંહાર કરનાર –મૃત્યુ –હું છું
-ભવિષ્ય માં થનારાં પ્રાણીઓ નું ઉત્પત્તિ અને ઉન્નતિનો-હેતુ-હું છું.
-સ્ત્રી જાતિ ની સાત શક્તિ ઓ
કીર્તિ,લક્ષ્મી,વાણી,સ્મૃતિ,બુદ્ધિ,ધૃતિ,ધૈર્ય,ક્ષમા-હું છું....(૩૪)
---સામવેદ માં નો-બૃહ્ત્સામ-હું છું.
-છંદોમાં –ગાયત્રી છંદ-હું છું.
-મહિનાઓમાં-માર્ગશીર્ષ-માસ હું છું
-ઋતુઓમાં –વસંત ઋતુ-હું છું...........................................................................(૩૫)
---છળ કરનારાઓમાં –જુગાર-હું છું.
-પ્રભાવશાળી પુરુષોનો-પ્રભાવ-હું છું.
-જીતનારાઓ નો –વિજય-હું છું.
-નિશ્ચય કરનારાઓનો-નિશ્ચય-હું છું.
-સાત્વિક પુરુષોનો-સાત્વિક ભાવ-હું છું.
-યાદવો માં-વાસુદેવ-હું છું.
-પાંડવો માં –ધનંજય ( (અર્જુન) હું છું.
-મુનિઓ માં –વેદવ્યાસ-હું છું
-કવિઓ માં –ઉશના- હું છું. (ઉશના=શુક્રાચાર્ય-કે જે વારુણી કવિ નો પુત્ર હતો)..........(૩૬-૩૭)
---દમન કરનારાઓમાં –દંડ-હું છું.
-જય મેળવવાની ઈચ્છા રાખનારાઓ ની –નીતિ-હું છું.
-ગુપ્ત (ગુહ્ય) રાખવા યોગ્ય ભાવો માં-મૌન-હું છું.
-જ્ઞાનવાનોનું -તત્વજ્ઞાન-હું છું...............................................................................(૩૮)
જેવી રીતે સમુદ્ર પરનાં તરંગો ની ગણત્રી ક્યારેય થઇ શકે નહિ-તેવી રીતે
પરમાત્મા ની ગુણ-વિશેષ વિભૂતિઓ ની ગણત્રી કદી પણ થઇ શકતી નથી.
આવી વસ્તુ સ્થિતિ હોવાં છતાં અહીં મુખ્ય-મુખ્ય પંચોતેર (૭૫) વિભૂતિઓ બતાવી છે.
બાકી પરમાત્મા સિવાય હોઈ શકે એવાં જગત માં ચરાચર પ્રાણીઓ કોઇ જ નથી.
પરમાત્મા ની દિવ્ય વિભૂતિઓ નો અંત નથી...............................................................(૩૯-૪૦)
ટૂંક માં જે જે વસ્તુ-ઐશ્વર્યયુક્ત,શોભાયુક્ત અથવા કોઈ પણ પ્રભાવ થી યુક્ત હોય-
તે તે પરમાત્મા ના “તેજ ના અંશ” માંથી ઉત્પન્ન થયેલી છે...............................................(૪૧)
પૂર્ણ પરમાત્મા એ આ સંપૂર્ણ જગત ને પોતાની “યોગમાયા” ના “અંશમાત્ર” થી ધારણ કરી ને
સ્થિત થયેલા છે-માટે તે પરમાત્મા ને જ “તત્વ” થી જાણવા જોઈએ.................................(૪૨)
અધ્યાય-૧૦-વિભૂતિયોગ-સમાપ્ત
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[10:19PM, 02/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿

[10:19PM, 02/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳

[10:37PM, 07/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૧૦૮-
અધ્યાય-૧૩-
ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૨
ક્ષેત્ર (શરીર) જે તત્વો નું બનેલું છે-તે એક એક તત્વ નાં લક્ષણો અનેતે તત્વ ના વિકારો,વિષે-જ્ઞાનેશ્વરે વિગત થી વર્ણન કર્યું છે,આગળ બતાવ્યું તેમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ નું જ્ઞાન તે “જ્ઞાન” છે.અને હવે -આ જ્ઞાન જેને થયું હોય (જેના હૃદય માં જ્ઞાન ની પ્રાપ્તિ થઇ હોય) –તેવા મનુષ્ય નાં લક્ષણો વિષે નું વર્ણન છે.
જેમ-વૃક્ષો ની પ્રફુલ્લતાથી -વસંત ઋતુ નો પ્રારંભ થયો છે-એમ સમજાય છે-તેમ-ઇન્દ્રિયોના આચરણ પરથી-તે મનુષ્ય ને–“જ્ઞાન-પ્રાપ્તિ થઇ છે”-એમ સમજાય છે.
--માન ની ઈચ્છા નો લોપ (નાશ) (પોતાનાં વખાણ જેને બોજા જેવાં લાગે છે)
--દામ્ભિકતા નો અભાવ (જે દંભ કરતો નથી)
--અહિંસા (જીવ માત્ર ને કોઈ પણ રીતે-શરીર થી કે મનથી- સતાવતો નથી)
--ક્ષમા ભાવ (શાંત રહી –કોઈ પણ જીવે કરેલા અપકૃત્ય પ્રત્યે ક્ષમાભાવ)
--સરળતા (મન અને વાણી જેની સરળ છે)
--આચાર્યોપાસન (શ્રદ્ધા અને ભક્તિ સહિત સદગુરૂ ની સેવા-કે-જેનાથી અહમ મુક્ત થયો છે તે)
--અંતર્બાહ્ય પવિત્રતા (વિકારો નો નાશ –તે અંદર ની શુદ્ધિ-શરીર ની શુદ્ધિ- તે બહાર ની શુદ્ધિ)
--સ્થિરતા (ઇન્દ્રિયો પર વિષય-વિકાર ના તરંગો અથડાય –પણ જેનું મન સ્થિર રહે છે-તે)
--આત્મ સંયમ (ઇન્દ્રિયો નો નિગ્રહ)
--વિષયો માં વિરક્તિ (વિષયો-પરત્યે વૈરાગ્ય –અનાસક્તિ)
--અહંતા નો અભાવ (જેનામાં લેશમાત્ર અહમ નથી તે)
--જન્મ,મૃત્યુ,જરા (વૃદ્ધત્વ) અને વ્યાધિ ને –તે શરીર ના દોષો જ છે-તે રીતે જોવું તે
--સર્વત્ર ઉદાસીનતા (મારું કશું નથી-સર્વ પરમાત્મા નું જ છે-તેમ સમજીને સર્વ સાથે ઉદાસીન વર્તન)
--સ્ત્રી,પુત્ર,ઘર –વગેરેમાં અનાશક્તિ
--ઇષ્ટ કે અનિષ્ટ ની પ્રાપ્તિ થાય તો પણ મન અવિચળ રહે છે-તે-
--પરમાત્મા માં અનન્ય (ભાવયુક્ત-નિર્દોષ) ભક્તિ-
--એકાંતવાસ પર પ્રેમ અને લોકસમુદાય માં રહેવા પ્રત્યે અપ્રીતિ છે-તે-
--અધ્યાત્મ જ્ઞાન માં નિમગ્ન (આત્મ અને અનાત્મ –વસ્તુ જાણી શકાય તે અધ્યાત્મજ્ઞાન)
--પારમાર્થિક (પરમ અર્થ=પરમાત્મા) જ્ઞાન નો જે ને સાક્ષાત્કાર થયો છે-તે-
ઉપરનાં જે લક્ષણો બતાવ્યાં છે-તે જ્ઞાન ની પ્રાપ્તિ કરાવી આપનારાં છે.એટલા માટે તેને “જ્ઞાન” ની સંજ્ઞા પ્રાપ્ત થઇ છે .(જેને “જ્ઞાન” તરીકે કહેવામાં આવે છે)અને આ લક્ષણો થી વિરુદ્ધ (વિપરીત) છે-તે (માન-દંભ-હિંસા-વગેરે)“અજ્ઞાન” છે...(૮ થી ૧૨)
ઉપરનાં જે જ્ઞાની ઓ નાં લક્ષણો છે-તે એક એક લક્ષણનું વિસ્તૃતતા થી અનેતેનાથી વિરુદ્ધ જે અજ્ઞાનીઓના લક્ષણો છે તેનું પણ વિસ્તૃતતાથી વર્ણન કર્યું છે.
જ્ઞાન ના વિષે કહ્યા પછી શ્રીકૃષ્ણ હવે જ્ઞેય વિષે કહે છે.
જ્ઞેય –એટલે કે –જે જાણવા યોગ્ય છે તે (બ્રહ્મ-પરમાત્મા)-કે જેને જાણવાથી મોક્ષ મળે છે.
અનાદિ (જેને આદિ-પ્રારંભ- નથી તે) –સર્વોત્કૃષ્ટ બ્રહ્મ (પરમાત્મા) નું –સત કે અસત્- એવા શબ્દો થી વર્ણન થઇ શકે નહિ.....(૧૩)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌿
[10:37PM, 07/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૧૦૯
અધ્યાય-૧૩-
ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૩
જ્ઞેય એટલે પરમાત્મ-વસ્તુ, (જે જાણવા યોગ્ય છે તે)તેને જ્ઞેય કહેવાનું કારણ એટલું જ છે-કે-
તે જ્ઞાન (બ્રહ્મજ્ઞાન) સિવાય બીજા કોઈ પણ ઉપાય થી પ્રાપ્ત થઇ શકે તેમ નથી.અને તે (જ્ઞેય) જાણવામાં આવી ગયા પછી મુમુક્ષુ (મોક્ષ ઇચ્છનાર મનુષ્ય) ને –કોઈ પણ પ્રકારનું કર્તવ્યકરવાનું બાકી રહેતું નથી,કારણકે તેનું જ્ઞાન (બ્રહ્મજ્ઞાન) જ તેને તદ્રુપતામાં લઇ જાય છે.અને તે પરમાનંદ માં નિમગ્ન થાય છે.
આ જ્ઞેય (પરમાત્મ વસ્તુ-બ્રહ્મ) એવું છે-કે-જેને કોઈ આદિ (પ્રારંભ) નથી. તે “બ્રહ્મ” ને-
“તે નથી” એમ કહી શકાતું નથી-કારણ-–તે વિશ્વરૂપે દ્રષ્ટિગોચર થયા કરે છે.(વિશ્વરૂપે આંખથી દેખાય છે)
“તે છે” એમ પણ કહી શકાતું નથી.કારણ કે જો વિશ્વરૂપે જે દેખાય છે-તે વિશ્વ જ પરબ્રહ્મ છે-
એમ કહેવામાં આવે તો-તે સત્ય નથી,કેમકે વિશ્વ એ તો “માયા” છે.તેને (બ્રહ્મને) રૂપ,વર્ણ કે આકાર નથી, તે આંખ થી કોઈને દેખાતું નથી, તો પછી વિશ્વ-કે જે આંખ થી દેખાય છે-તેને “તે છે” એમ કેમ કહી શકાય ?.
આમ “બ્રહ્મ” ને “તે છે” (સત્) –કે- “તે નથી” (અસત્) –એમ શબ્દો થી-કહી શકાતું નથી. અને એ કારણ થી જ તેના વિષે -વેદો ની વાણી મૂક (મૂંગી) થઇ છે.
હવે પછી ના શ્લોક માં કહે છે-કે-
“ આ જગતમાં તેને (બ્રહ્મ-પરમાત્મા-ને) સર્વ બાજુએ હાથ તથા પગ છે,સર્વ બાજુએ આંખો,મસ્તકો,મુખો અને કાનો છે. તે સર્વત્ર વ્યાપક છે”.....(૧૪)
પરમાત્મા ના “વ્યાપક-તત્વ” ને સમજાવવા માટે જ –અહીં તેને અવયવો વાળો (આંખ,નાક કાન વગેરે)બતાવ્યો છે. પણ હકીકત માં બ્રહ્મ (પરમાત્મા) નિરાકાર હોવાથી –તેને અવયવો હોવા સંભવ નથી.આ રીતે બ્રહ્મ નો વ્યાપક-ભાવ બતાવવા –બ્રહ્મ નું આવું અવયવ વાળું –બતાવવું શા માટે હશે?
આવો કોઈ ને પ્રશ્ન થાય તો- તેનો જવાબ –એ- છે-કે-
જે પ્રમાણે-હિસાબ (એકાઉન્ટીંગ) કરતી વખતે-શૂન્ય બતાવવા માટે વર્તુળઆકૃતિ (૦-મીંડું)કાઢવામાં આવે છેએટલે કે આંકડા નો કોઈ આકાર લખી ને બતાવવો પડે છે-તે પ્રમાણે-અદ્વૈત (એક) કે જે નિરાકાર છે-તેનું સ્પષ્ટીકરણ કરવા માટે દ્વૈત (બે) કે જે આકારવાળું છે.તેનો સ્વીકાર કરી ને જ –તેનું સ્પષ્ટીકરણ કરવું પડે છે.
સદગુરુઓ,શિષ્ય ને યથાર્થ બોધ આપવા માટે જ –પરમાત્મા ના વ્યાપક સ્વરૂપ ને –દ્વૈત રૂપે-
અવયવો (આકાર) વાળું બતાવે છે.અને પછી અદ્વૈત ના વિષે સમજાવે છે.
જો સર્વ મનુષ્યો-અદ્વૈત ને સીધું જ- સમજી જાય તો-ગુરૂ-શિષ્ય ના સંપ્રદાયો બંધ પડી જાય. દ્વૈત અને અદ્વૈત ના ભાષણોની સમાપ્તિ થઇ જાય.અને એટલા માટે જશ્રુતિ એ પણ દ્વૈત (પરમાત્મા ના સાકાર) વિષય નું સ્પષ્ટીકરણ કરી ને જ –અદ્વૈત (એક- નિરાકાર -પરમાત્મા) નું પ્રતિપાદન કરવાનો –રાજમાર્ગ શરુ કર્યો છે-અપનાવ્યો છે.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[2:14PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌿🌿
શ્રીમદ ભગવદગીતા-૧૧૬-
અધ્યાય-૧૪-
ગુણત્રય વિભાગ યોગ-૨
ગુણો નાં –સત્વ,રજસ અને તમસ એવાં નામો છે-અને તે પ્રકૃતિ માંથી (માયામાંથી) ઉત્પન્ન થયેલા છે.(સત્વ=ઉત્તમ, રજસ=મધ્યમ અને તમસ=કનિષ્ઠ કહેવાય છે.)
આ ગુણો જીવાત્મા ને કેવી રીતે અને કેવું બંધન કરે છે-તે હવે પછી ના ત્રણ શ્લોક માં કહ્યું છે.
જયારે આત્મા શરીર માં (ક્ષેત્રમાં) પ્રવેશ કરે છે,અને તે પછી જો જીવ ને -શરીર ની મમતા કે“આ દેહ મારો છે” કે “હું” એવું અભિમાન (અહમ) આવતું નથી ત્યાં સુધી કોઈ બંધન નથી.પણ સત્વ-ગુણ ના સપાટા માં આવી ગયા પછી-મનુષ્ય “હું જ્ઞાની છું” એવી બૂમો મારે છે,અને
“મારા જેવો કોઈ બીજો જ્ઞાની નથી” તેવો દંભ આચરે છે. અને આ કારણથી –આત્મજ્ઞાન થી પ્રાપ્ત થતાસુખથી વંછિત થઇ જાય છે.પ્રવૃત્તિ માં તેને બાહ્યજ્ઞાનથી સુખ મળે છે-જે ટૂંક સમય માટે જ હોય છે.આવી રીતે-સત્વગુણ-જીવાત્મા ને સુખ તથા જ્ઞાન નું બંધન લગાડીને પોતાના કાબુ માં કરે છે..(૬)
રજોગુણ ના સપાટામાં જયારે મનુષ્ય આવે છે-ત્યારે તેને કામનાઓ-નો નાદ લાગે છે,મન ની “ઇચ્છાઓ” પવન ની જેમ અહીં તહીં ફરવા લાગે છે.દુઃખદાયક વિષયો પણ તેને સુખદાયક લાગે છે.અને ઇન્દ્ર ના જેટલી સુખની પ્રાપ્તિ થાય તો પણ તેનેતૃપ્તિ થતી નથી. હંમેશાં વિચારે છે-કે-મારી પાસેનું દ્રવ્ય આજે પૂરું થઇ જશે તો –આવતી કાલે મારી શું દશા થશે ?- અને એવા ભયથી જે –તૃષ્ણા ના બળથી નવા નવા ધંધાઓ –ઉદ્યોગો કરે છે.
થોડા પૈસા આવી ને કદાચ સુખી થાય તો પછી,સ્વર્ગ ની પ્રાપ્તિ ના ધાંધીયા માં લાગી જાય છે.પુણ્ય કમાવા –યજ્ઞો,વ્રતો દાનો વગેરે કરે છે.આવી રીતે તે મનુષ્ય (રજોગુણી મનુષ્ય) સંસાર અને સ્વર્ગ પ્રાપ્તિ માટે,અગ્નિ માં ભૂસકો મારવા માટે પણ આગળ પાછળ જોતો નથી, અને તૃષ્ણા ના સપાટા માં સપડાતાં –વ્યવહાર રૂપી-સાંકળ ને પોતાના ગળામાં બાંધી લે છે. એટલે કે રજોગુણ આમ –જીવાત્મા ને –વ્યવહાર રૂપી બંધન લગાડે છે .......(૭)
તમોગુણ ના સપાટા માં જયારે મનુષ્ય આવે છે-ત્યારે તેની વ્યવહાર વિષયક દૃષ્ટિ પણ મંદ થાય છે.નિંદ્રા,આળસ અને પ્રમાદ –આ ત્રણ પાસો વડે-તમોગુણ –જીવાત્મા ને બાંધે છે...............(૮)
જેવી રીતે ઉનાળો અને ચોમાસું વીતી ગયા પછી,ટાઢ પાડવા માંડતા-આકાશ માં શીતળતા પ્રસરી રહે છે-
તેવી રીતે-
--રજોગુણ અને તમોગુણ –કરતાં-સત્વગુણ અધિક વધે છે-ત્યારે “હું સુખી છું” એમ તે જીવાત્મા ના મુખેથી બોલાવે છે.
--સત્વગુણ અને રજોગુણ-કરતાં –તમોગુણ અધિક વધે છે-ત્યારે જીવાત્મામાં આળસ-પ્રમાદ- વધે છે.
--સત્વગુણ અને તમોગુણ –કરતાં-રજોગુણ અધિક વધે છે-ત્યારે જીવાત્માને કર્મ સિવાય બીજું કંઈસારું દેખાતું નથી.........................(૯-૧૦)
હવે પછી ના પાંચ શ્લોક માં (૧૧ થી ૧૫)
સત્વગુણ,રજોગુણ, અને તમોગુણ ની જયારે દેહમાં વૃદ્ધિ થાય છે-ત્યારે તે મનુષ્ય નાં લક્ષણો કેવાં હોય છે ?તેના વિષે વર્ણન કર્યું છે.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:14PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૧૧૭-
અધ્યાય-૧૪-
ગુણત્રય વિભાગ યોગ-૩
જે પ્રમાણે-વસંત ઋતુ માં ફૂલોની સુગંધી ચારે તરફ પ્રસરે છે-તે પ્રમાણે-જયારે સત્વગુણ આ દેહ માં વૃદ્ધિ પામે છે-ત્યારે-
--તે જીવાત્મા નું જ્ઞાન અંતર માંથી છલાછલ થઈને બહાર નીકળવા માંડે છે.
--તેની સર્વ ઇન્દ્રિયોમાં વિવેક પ્રસરી રહેલો હોય છે. સત્કર્મ કયાં? અને દુષ્કર્મ કયાં? તે ઇન્દ્રિયો જ જાણી જાય છે.એને વિચાર કરવાની પણ આવશ્યકતા રહેતી નથી.જેમકે-બોલવા જેવું ન હોય તેવું ભાષણ જીભ બોલતી નથી,કાન ને જે ના સાંભળવા જેવું હોય તે સાંભળતા જ નથી અને આંખ ને જે ના જોવા જેવું હોય તે જોતી જ નથી.
--જે પ્રમાણે –અંધકાર દીવા પાસે આવી શકતો નથી-તે પ્રમાણે-નિષિદ્ધ વ્યવહારો –તે જીવાત્મા ની ઇન્દ્રિયો ની નજીક આવતા જ નથી.
--સર્વ વાસનાનો લોપ (નાશ) થતાં,તેનું મન પ્રવૃત્તિ માર્ગ પર જતું નથી,તેના મન ને વિષયો નો કંટાળો આવે છે. તેની બધી વૃત્તિઓ જ્ઞાન માં જ વિકાસ પામે છે.
--મૃત્યુ બાદ આવા મનુષ્યો ને બ્રહ્મ-લોક (બ્રહ્મદેવ ના લોક) ની પ્રાપ્તિ થાય છે.જયારે રજોગુણ આ દેહમાં વૃદ્ધિ પામે છે-ત્યારે-
--તેની સર્વ ઇન્દ્રિયો સ્વછંદતાપૂર્વક વિષયો તરફ દોડતી હોય છે.જેમ બકરી તેને ફાવે ત્યાં ચરે છે-તેમ તે પોતાની ઈચ્છા પ્રમાણે ભોગ ભોગવે છે.
--તેનો લોભ એટલો વધે છે-કે-જે વસ્તુ તેના સપાટામાં ન આવી હોય તે જ માત્ર તેનાથી બચી જાય છે.
--ગમે તેવો ઉદ્યોગ તેની સામે આવે-તો તે કરવામાં તે પાછી પાની કરતો નથી.
--કોઈ એકાદ ભવ્ય મંદિર બંધાવવું,યજ્ઞ કરવો,તળાવ-કુવા બાંધવા,બાગો બનાવવા- વગેરે અગાધ કૃત્યો ને તે પોતાના હાથ માં લે છે.
--તેના મન કરતાં તેની ઈચ્છા ની દોડ આગળ હોય છે. અને તેની પ્રવૃત્તિ ને માટે સકળ વિશ્વ પૂરુ પડતું નથી.
--મૃત્યુ બાદ આવા લોકો કર્મો માં આસક્ત જનો માં જન્મે છે.જયારે તમોગુણ આ દેહમાં વૃદ્ધિ પામે છે-ત્યારે-
--તેને વિવેક હોતો નથી, તેને કામ કરવું ગમતું નથી,અને ઉદ્યોગ નો સદા માટે કંટાળો હોય છે.
--તેનામાં આળસ,પ્રમાદ અને મોહ-મુખ્ય હોય છે.
--મૃત્યુ બાદ આવા લોકો પશુ-ઈત્યાદી મૂઢ યોનિ માં જન્મે છે..................(૧૧ થી ૧૫)
એમ કહેવાય છે-કે-
--સત્વગુણ નું ફળ-સાત્વિક અને નિર્મળ હોય છે.સત્વગુણ થી જ્ઞાન ઉત્પન્ન થાય છે.અને દેવયોનિ મળે છે.
--રજોગુણ નું ફળ દુઃખ છે.રજોગુણ માંથી લોભ ઉત્પન્ન થાય છે.અને તેને મનુષ્યયોનિ મળે છે.
--તમોગુણ નું ફળ અજ્ઞાન છે.તમોગુણ થી અજ્ઞાન પેદા થાય છે.અને તેને પશુયોનિ મળે છે.(૧૬-૧૭-૧૮)
પણ.............
જીવાત્મા ને જયારે “જ્ઞાન”નો બોધ થાય છે (જયારે જ્ઞાન નો ઉદય થાય છે)-ત્યારે-તે જાણી જાય છે-કે-
“ગુણો (સત્વ,રજસ,તમસ) થી ચૈતન્ય (આત્મા-પરમાત્મા) ભિન્ન (જુદા) છે.અને તે “ગુણાતીત” બને છે.
જે પ્રમાણે નટ (નાટક નો કલાકાર) જયારે સ્ત્રીનો પાઠ ભજવે-ત્યારે તે સ્ત્રી ના “ગુણો” માં ફસાતો નથી,એટલે કે તે પોતાના પુરુષત્વ ને ભૂલતો નથી, અથવા-તો-જે પ્રમાણે “આકાશ” માં ત્રણ ઋતુઓ (શિયાળો,ઉનાળો,ચોમાસું) આવે અને જાય પણ તેનાથી તે અલિપ્ત છે-
તે પ્રમાણે-
તે જીવાત્મા –પોતાના “સ્વ-રૂપ” માં જ “સત્ય-બુદ્ધિ” ને રાખીને-તે ગુણો (સત્વ,રજસ,તમસ) ને જુએ છે.
ગુણો માં (સત્વ,રજસ,તમસ) વર્તતો હોવાં છતાં- તે “ગુણાતીત” રહીને “આત્મસ્વ-રૂપ” માં રત હોય છે.પણ તેનો “સ્વ-રૂપ વિષયક અહંકાર” કાયમ જ હોય છે,અને તે –સ્થળેથી (સ્વરૂપવિષયક અહંકારથી) નિરીક્ષણ કરીને તે કહે છે-કે- “હું કર્મ નો કર્તા નથી,હું માત્ર સાક્ષીભૂત છું, સર્વ ક્રિયાઓને -ગુણ (સત્વ,રજસ,તમસ) ઉત્પન્ન કરે છે.”આત્મા (પરમાત્મા) ની –તો માત્ર “સત્તા” છે-કે જે “સત્તા” થી સર્વ “કર્મો” થાય છે, “ગુણો” વૃદ્ધિ પામે છે.અને આ “ગુણો” નો નાશ થયા પછી જે-બાકી રહે છે-તે “આત્મ-તત્વ” જ છે.
બીજી રીતે કહીએ –તો- આત્મ-તત્વ ના પ્રકાશ થી જ “ગુણો” દૃષ્ટિગોચર (દેખાય) છે.અને આ “જ્ઞાન” જે જીવાત્મા ના હૃદય માં ઉદય પામે છે-તે “ગુણાતીત”(ગુણો થી પર) છે......(૧૯)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૧૧૦-
અધ્યાય-૧૩-
ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૪
આંખો દ્વારા દેખાતા આકારોમાં –જ્ઞેય (બ્રહ્મ) કેવી રીતે વ્યાપક છે ? તો કહે છે-કે-
જેવી રીતે પોલાણ માં આકાશ ભરેલું છે,અથવા તો-દોરાઓ,વસ્ત્ર માં વસ્ત્ર-રૂપે થઇ ને રહે છે-તેવી રીતે –બ્રહ્મ –આ વિશ્વ માં રહેલ છે.તેજ (પ્રકાશ) –જે પ્રમાણે –દીવામાં દીવા રૂપે રહે છે, સુગંધ –જે પ્રમાણે ફુલ માં ફુલ રૂપે રહે છે, તે પ્રમાણે જ્ઞેય બ્રહ્મ –આ સર્વ જગતનું આદિ કારણ હોઈ –સર્વ માં મૂર્તિમાન (આંખોથી) દેખાય છે.
બીજી રીતે કહીએ તો –આંખથી ફુલ રૂપે પરમાત્મા ની અદભૂત કારીગીરી દેખાય છે, ફૂલમાં જુદા જુદા રંગ ભરી ને મનોહર બનાવનાર કોઈક તો છે જ.વળી,એમ પણ કહી શકાય કે- ફુલ માં જે સુગંધ છુપાયેલી છે-
અને જે સુગંધ આંખો થી જોઈ શકાતી નથી,તે સુગંધ રૂપે પરમાત્મા તેમાં છુપાયેલા છે.
હવે આ જ ઉદાહરણ ને સહેજ આગળ લઇ જઈએ તો-
ફૂલ નો નાશ થતાં –પરમાત્મા નો નાશ થાય છે-એમ કહી શકાય નહિ.જેવી રીતે ઘડા ના આકાર ને કારણે ઘડા માં નું આકાશ (ઘટાકાશ) ગોળ દેખાય છે. તે ઘડાની ઉપાધિ (માયા) ને લીધે છે,
પણ જો ઘડો ફૂટી જાય તો તે ઘડા માં ના આકાશ નો નાશ થતો નથી.
આ જ પ્રમાણે બ્રહ્મ (પરમાત્મા) માયા ની ઉપાધિ ને લીધે, વિશ્વમય થાય છે, એવું દેખાય છે, પણમાયા માં તેનું અસ્તિત્વ હોતું નથી. તે બ્રહ્મ, ઇન્દ્રિયો (મન વગેરે) ના જેવું, અને ગુણો (સત્વ,રજ,તમસ) ના જેવું બન્યું હોય તેવો ભાસ થાય છે.પરંતુ જેમ ગોળ ની મીઠાશ ગોળ ના આકાર માં નથી, તેમ-
ઇન્દ્રિયો (મન વગેરે) અને ગુણો (સત્વ,રજ,તમસ) –એ બ્રહ્મ નો આકાર નથી.
જે પ્રમાણે દૂધ ની અવસ્થામાં ઘી, દૂધ ના આકારે હોય છે,પરંતુ ઘી –એ દૂધ નથી.એ પ્રમાણે, બ્રહ્મ વિશ્વમાં ભરેલો છે.
સોનાના જુદા જુદા આકાર ને ભલે હાર,વીંટી વગેરે નામ આપીએ –બાકી તે છે તો સોનું જ....તે જ રીતે બહુ સ્પષ્ટ રીતે સમજવાનું છે-કે-
બ્રહ્મ એ ઇન્દ્રિયો (મન વગેરે) અને ગુણો (સત્વ,રજ,તમસ) થી જુદો છે.નામ,રૂપ,જાતિ,ક્રિયા,ભેદ-આ બધી સંજ્ઞા ઓ “આકાર” ને છે-બ્રહ્મ (નિરાકાર) ને નહિ.તે બ્રહ્મ કદી ગુણ કે ઇન્દ્રિય થતો નથી કે તેમની સાથે તેને કોઈ સંબંધ નથી.
પણ ગુણો જ તેના માં ભાસે છે,
આ કારણ થી જ અજ્ઞાનીઓ એમ સમજે છે-કે-એ ગુણો બ્રહ્મ માં જ રહેલા છે, પરંતુ જેમ ભિખારી, સ્વપ્ન ની અંદર રાજા બની રાજ્ય નો ઉપભોગ લે છે,તે મિથ્યા છે –તે જ રીતે –નિર્ગુણ બ્રહ્મનો-ગુણ નો ઉપભોગ-તે ભ્રાંતિ-માત્ર છે.(મિથ્યા છે-ખોટું છે).માટે જ બ્રહ્મ ગુણો (સત્વ,રજ,તમસ) નો સંગ કરે છે-કે-ગુણો નો ઉપભોગ કરે છે-એમ કહેવું ઉચિત (યોગ્ય) નથી......(૧૫)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૧૧૧-
અધ્યાય-૧૩-
ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૫
જે પ્રમાણે-અગ્નિ ના અંગારા –ભિન્ન ભિન્ન અને અનેક આકારના હોય,પણ તેમના માં રહેલીઉષ્ણતા (ઉનાશ) તો એક જ છે,તે પ્રમાણે ચરાચર જીવો માં –એક જ અવિનાશી,બ્રહ્મ સૂક્ષ્મ રૂપે વ્યાપ્ત છે. (તે- જ જ્ઞેય છે)તે બ્રહ્મ શરીર ની અંદર પણ છે-અને શરીર ની બહાર પણ છે.દૂર છે અને નજીક પણ છે.તે બ્રહ્મ –સર્વવ્યાપક અને પરિપૂર્ણ છે,
ચાર પ્રકારના (જરાયુજ,અંડજ,સ્વેદજ,ઉદ્ભિજ્જ) જુદા જુદા જીવો માં તેની અખંડ વ્યાપ્તિ છે. જેમ-હજારો જુદા જુદા ઘડાઓ માં ચંદ્રનું પ્રતિબિંબ જુદું જુદું દેખાય છે,પણ તેમાં જેમ ભેદ નથી,તેમ બ્રહ્મ સર્વ માં છે......(૧૬)
તે બ્રહ્મ-“આકાશ” ની જેમ પરિપૂર્ણ છે, તેના કદી પણ ભાગ પડેલા નથી.-પણ- ચરાચર પ્રાણીઓ માં તે વિભકત (ભાગ પડેલું) (આત્મા રૂપે) હોય તેમ ભિન્ન ભિન્ન દેખાય છે.
જેવી રીતે-
--બાલ્યાવસ્થા,તરુણાવસ્થા અને વૃદ્ધાવસ્થા-ને એક-જ શરીર આધારભૂત છે,
--સવાર,બપોર અને સાંજ –એ ત્રણ સમય પસાર થાય પણ આકાશ ને તેનાથી કોઈ ફરક પડતો નથી
તેવી રીતે-
--સૃષ્ટિ ના ઉત્પત્તિ સમયે –જેને- આપણે- બ્રહ્મદેવ -કહીએ છીએ,
--સ્થિતિ ના સમયે-સર્વ નું પોષણ કરનાર ને-વિષ્ણુ- કહીએ છીએ,
--લય (નાશ) ના સમયે –જેને –આપણે રુદ્ર (મહેશ) -કહીએ છીએ,
--અને ઉપરનાં ત્રણે કાર્યો (ઉત્પત્તિ,સ્થિતિ,લય) -જયારે સમાપ્ત થાય છે-ત્યારે જે “શૂન્ય” હોય છે તેને આપણે –“પ્રકૃતિ” -કહીએ છીએ.
--આ પ્રકૃતિ રૂપ “શૂન્ય” નો પણ જે નાશ કરે છે-તેને “મહાશૂન્ય” કહ્યું છે.
(શ્રુતિ એ વર્ણન કર્યા મુજબ) –આ “મહાશૂન્ય” –તે જ આપણું “જ્ઞેય”-બ્રહ્મ છે......(૧૭)
તે બ્રહ્મ “પ્રકાશો નો પણ પ્રકાશ” એટલે કે-સૂર્યપ્રકાશ –કે જે-સમસ્ત જગતને પ્રકાશ આપે છે-
તેનો પણ પ્રકાશ છે.(અર્થાંત-તે સૂર્ય ને પણ પ્રકાશ આપે છે!!!!)
તે અંધકાર (અજ્ઞાન રૂપી અંધકાર) ની પેલી (બીજી) બાજુએ છે-એમ કહેવાય છે.
તે બ્રહ્મ (પરમાત્મા) જ “જ્ઞાન” છે,
તે જ “જ્ઞેય” છે.
તે જ “જ્ઞાન”થી પ્રાપ્ત કરવા યોગ્ય છે, અનેતે જ સર્વ ના હૃદય માં રહેલો (વિદ્યમાન) છે.આ રીતે –ક્ષેત્ર,ક્ષેત્રજ્ઞ –જ્ઞાન અને જ્ઞેય વિષે સ્પષ્ટતા કરી.જેને જાણવાથી, જ્ઞાની ભક્ત,પરમાત્મા ના સ્વરૂપ માં મળી જાય છે (તદ્રુપ થાય છે).....(૧૮-૧૯)
અત્યાર સુધી માં------“સર્વત્ર આત્મા (પરમાત્મા) છે”આ વાતનું સ્પષ્ટીકરણ કરવા માટે –એક જ બ્રહ્મ ના ચાર વિભાગ કરી બતાવ્યા.(ક્ષેત્ર,ક્ષેત્રજ્ઞ,જ્ઞાન,જ્ઞેય)
આટલું કર્યા પછી પણ અર્જુન ને બ્રહ્મ સ્પષ્ટ રીતે જાણવામાં ના આવ્યું-એટલે હવે –એક બ્રહ્મ ના ચાર ભાગ ને બદલે-અને-તે બ્રહ્મ એક જ છે એવું પણ ના માનતાં-અર્જુન ને આ વસ્તુ સમજાવવા માટે હવે–
શ્રીકૃષ્ણ-
તે –બ્રહ્મ-ના બે ભાગ કરે છે. –પુરુષ અને પ્રકૃતિ.(આત્મા અને અનાત્મા ).
પુરુષ અને પ્રકૃતિ નું જેમાં વર્ણન છે-તે માર્ગ ને “સાંખ્ય માર્ગ” પણ કહે છે.અને જે સાંખ્યમાર્ગ નું પૂર્ણ પણે વર્ણન કરવા “કપિલ અવતાર” થયો હતો.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૧૧૨-
અધ્યાય-૧૩-
ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૬
પુરુષ (બ્રહ્મ) અને પ્રકૃતિ (માયા) –એ બંને અનાદિ (આરંભ નું મૂળ તત્વ) છે. -જેમ છાયા (પડછાયો) એ સ્વરૂપ નથી-પણ તે છાયા સ્વરૂપ ની સાથે જ લાગેલી હોય છે, -કે-
-જેમ બીજ વાવ્યા પછી-દાણો અને ફોતરાં ની ઉત્પત્તિ એક સાથે જ થાય છે-તેમ પુરુષ અને પ્રકૃતિ –એ બંનેનું જોડું અનાદિ-સિદ્ધ અને સુપ્રસિદ્ધ છે.
બહુ સરળતાથી સમજવા માટે –
આગળ જે ક્ષેત્ર (ખેતર) કહ્યું –તે સર્વ ની “પ્રકૃતિ: સમજવી –અને-જેને ક્ષેત્રજ્ઞ કહ્યો-તેને “પુરુષ” સમજવો.
નામો જુદા જુદા છે-પણ એ નામો દ્વારા –જેનું નિરૂપણ (વર્ણન) કરવાનું છે-તે વસ્તુ ભિન્ન (જુદી) નથી. જેની સત્તા નો કદી નાશ નથી, તેને “પુરુષ” કહે છે. અને જેની સત્તા-ના યોગથી –જે જે –“ક્રિયા”ઓ થાય છે-તેને “પ્રકૃતિ” કહે છે.
વિકારો (મન,બુદ્ધિ,ઇન્દ્રિયો-વગેરે) અને ગુણો (સત્વ,રજ,તમસ) –એ પ્રકૃતિ માંથી ઉપજે છે. અને તે વિકારો અને ગુણો ના દ્વારા કર્મો થતા રહે છે.....(૨૦)
પ્રકૃતિ માં -સહુ પ્રથમ ઈચ્છા,ઈચ્છા માંથી બુદ્ધિ અને બુદ્ધિ માંથીઅહંકાર ઉત્પન્ન થાય છે.બુદ્ધિ-ફળપ્રાપ્તિ માટે ઇન્દ્રિયોને પોતપોતાનાં કર્મ માં પ્રવૃત કરે છે. આમ-ફળપ્રાપ્તિ માટે જે ઉપાય (કર્મ) કરવામાં આવે છે-તેને “કાર્ય” કહે છે.
આ રીતે –ઉપર બતાવ્યા મુજબ-પ્રકૃતિ જ પ્રબળ ઈચ્છા ની સહાય થી બુદ્ધિ ને જાગ્રત કરી, તેના (બુદ્ધિના) દ્વારા સર્વ વ્યવહાર કરાવે છે. માટે-કાર્ય,કર્તૃત્વ અને કારણ-એ ત્રિપુટી નું મૂળ પ્રકૃતિ જ છે.અને આમ આ ત્રણે ભેગાં થતાં-પ્રકૃતિ “ક્રિયારૂપ” થાય છે.
હવે –તે-પ્રકૃતિ માં –જે- ગુણ (સત્વ,રજસ,તમસ) ની વધારે પ્રબળતા હોય –તે ગુણ પ્રમાણે -તે –પ્રકૃતિ-ક્રિયા –કરે છે.
--જે કર્મ –સત્વગુણ-માંથી ઉપજે છે-તેને -સત્કર્મ-કહે છે.
--જે કર્મ –રજોગુણ –માંથી ઉપજે છે-તેને-મધ્યમ-કે-કામ્ય-કર્મ કહે છે.
--જે કર્મ –તમોગુણ-માંથી ઉપજે છે-તેને-નિષિદ્ધ-(ધર્મ વિરુદ્ધ)-કર્મ કહે છે.
આ પ્રમાણે-પ્રકૃતિ (માં) થી જ –સારાં અને ખરાબ (માઠાં) કર્મો ઉત્પન્ન થાય છે. અને તે કર્મો દ્વારા –સુખ-દુઃખ-થાય છે.
--સારાં કર્મો (સત્કર્મો) થી સુખ પેદા થાય છે-અને
--ખરાબ (માઠાં) કર્મો થી દુઃખ પેદા થાય છે.
અને શરીર માં રહેલો પુરુષ (આત્મા-પરમાત્મા) આ સુખ-દુઃખ ને ભોગવે છે.જ્યાં સુધી પ્રકૃતિ –વ્યાપાર કરે છે-ત્યાં સુધી-સુખ-દુઃખ ઉત્પન્ન થતાં રહે છે-અને પુરુષ –તે ભોગવે છે. (ભોગવવાં પડે છે)..........(૨૧)
કેવું આશ્ચર્ય?!!.....કેવો ચમત્કાર ?!!!!
--કે સ્ત્રી (પ્રકૃતિ) રળે છે (કમાય છે) અને પુરુષ (પરમાત્મા-બ્રહ્મ) સ્વસ્થ બેસી ને ખાય છે.
--સ્ત્રી (પ્રકૃતિ) અને પુરુષ (બ્રહ્મ-પરમાત્મા) નો કદી સંબંધ પણ થતો નથી,અને-
તો પણ સ્ત્રી (પ્રકૃતિ) માંથી જગત ઉત્પન્ન થાય છે !!!!!!
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૧૧૩
અધ્યાય-૧૩-
ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૭
જે “બ્રહ્મ” નિરાકાર –એકલો અને ઉદાસીન છે.જે જગતની અતિવૃદ્ધ વસ્તુ થી પણ અતિવૃદ્ધ છે. તેનું બીજું નામ (ઉપનામ) “પુરુષ” છે.બાકી વસ્તુત (સાચી રીતે) –તે-બ્રહ્મ,---પુરુષ-સ્ત્રી-કે નપુંસક છે---તે –નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી.
તે-બ્રહ્મ-ને આંખ,નાક,કાન,હાથ,પગ,રૂપ,વર્ણ કે નામ –વગેરે કશું પણ નથી. અનેતે-બ્રહ્મ-જ –પ્રકૃતિ નો સ્વામી છે.તે સુખ-દુઃખ નો ભોક્તા છે.અને અભોક્તા પણ છે.કારણ કે તે અકર્તા (કર્મો નો નહિ કરનાર) અને ઉદાસીન (અનાસક્ત) છે.
છતાં પણ પતિવ્રતા “પ્રકૃતિ” જ તેને ઉપભોગ લેવામાં પ્રવૃત કરે છે.(તેવું દેખાય છે)તે- પ્રકૃતિ પોતાના ગુણ-અને રૂપ- ની જરા સરખી હિલચાલ વડે,અપૂર્વ ખેલો કરી બતાવે છે,તેથી તેને “ગુણમયી” એવું નામ મળ્યું છે. (તેને માયા પણ કહે છે)તે-પ્રકૃતિ –પ્રતિક્ષણે (ક્ષણે ક્ષણે) –રૂપ અને ગુણ થી નવી બને છે. અને પોતાના જુસ્સા વડે-જડ-વસ્તુઓ પાસે પણ કામ કરાવે છે. વાસ્તવિક રીતે જોતાં –મન-એ –નપુંસક છે,તો પણ તેને ત્રણે લોક માં દોડાવે છે. (બુદ્ધિને -કેવી –અહંકાર ને –કેવો અને મન ને કેવું –એમ કહે છે-તેથી મન ને નાન્યતર જાતિનું કહે છે) સર્વ વ્યાપકતા ને કારણે- તે –પ્રકૃતિ-નિરાકાર-બ્રહ્મ –નો આકાર બને છે, નિર્વિકાર –બ્રહ્મ-નો વિકાર બને છે.
જે પ્રમાણે-ઉત્તમ રત્નો-વસ્ત્ર માં વીંટાળેલા હોય તો તેનું તેજ બહાર પડતું નથી. તે પ્રમાણે- પુરુષ (બ્રહ્મ) પ્રકૃતિ ને આધીન થઇ જતાં (પ્રકૃતિ વડે વીંટળાઈ જતાં) તેનું તેજ બહાર પડતું નથી.
જો કે બ્રહ્મ એ શુદ્ધ અને નિત્ય હોવા છતાં –આવી રીત ની પ્રકૃતિ ની આધીનતા થી તેને ગુણ-સંગ લાગે છે,
--જેવી રીતે કંકુ પર સ્ફટિક (કે જે શુદ્ધ -કોઇ પણ રંગ વગરનો છે-તે) મુકવાથી તે લાલ દેખાય છે.
--જેવી રીતે મનુષ્ય ને –સ્વપ્ન માં - સુખ-દુઃખ –ભોગવવા –નિંદ્રા પોતે-તેને નિંદ્રા માં જવા પ્રવૃત્ત કરે છે,અને મનુષ્ય-ખોટે ખોટાં સુખ દુઃખ નિંદ્રા માં ભોગવે છે-
--તેવી રીતે પુરુષ (બ્રહ્મ) ને જન્મ-મૃત્યુ –વગેરે ભોગવવાં પડતાં નથી-છતાં તેનો ભાસ થાય છે. તે સર્વ નું કારણ –પુરુષ (બ્રહ્મ) ની પ્રકૃતિ ના ગુણો ની સંગત છે,...(૨૨)
જુઈ ના છોડ ને આધાર આપવા માટે ઉભો કરેલ થાંભલો –જે રીતે જુઈ ના સર્વ વિકારો થી અલિપ્ત હોય છે-તે રીતે –પુરુષ (બ્રહ્મ) માત્ર સાક્ષીભૂત (સાક્ષી તરીકે) છે.
તે બ્રહ્મ (પુરુષ) –પ્રકૃતિ ને ધારણ કરે છે,પ્રકૃતિ ને અનુકૂળ રહે છે,પ્રકૃતિ નો ઉપભોગ લે છે- અને તેને જ –પરમાત્મા-પરમેશ્વર -કહેવામાં આવ્યો છે. અને –આ જ પરમાત્મા –આત્મા રૂપે –દેહમાં (શરીરમાં) પણ વિરાજેલો છે....(૨૩)
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૧૧૪-
અધ્યાય-૧૩-
ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૮
જે ઉપર દર્શાવ્યા મુજબ પુરુષ (બ્રહ્મ-પરમાત્મા) ને –તથા-પ્રકૃતિ ને (ગુણ સહિત) જાણે છે-તેસર્વ રીતે કર્મો કરવા છતાં પણ –મુક્ત થાય છે.(પુનર્જન્મ પામતો નથી)...(૨૪)
કોઈ સાંખ્ય (જ્ઞાન) માર્ગ (સાંખ્ય યોગ) થી, કોઈ કર્મમાર્ગ (કર્મયોગ) થી કે કોઈ ભક્તિમાર્ગ (ભક્તિયોગ) થી, શુદ્ધ થયેલા મનથી –પોતામાં રહેલા આત્મા ને જુએ છે, અને અંતર માં તેનો (આત્માનો) સાક્ષાત્કાર કરે છે.....(૨૫) પરંતુ –ઉપર પ્રમાણે-જેમને આત્મજ્ઞાન ને લાધ્યું નથી, એવા કેટલાંક લોકો, સદગુરૂ ના મુખ થી આત્મજ્ઞાન નું શ્રવણ કરી (સાંભળી) આત્મજ્ઞાનની ઉપાસના કરે છે,અને પરમાત્મા નો સાક્ષાત્કાર કરી,જન્મ મૃત્યુ ને તરી જાય છે,(મોક્ષ પામે છે)....(૨૬)
ક્ષેત્રજ્ઞ તરીકે પુરુષ (બ્રહ્મ-આત્મા-પરમાત્મા) અને ક્ષેત્ર તરીકે પ્રકૃતિ – એટલે કે પુરુષ અને પ્રકૃતિ ના સંયોગ થી જ –સર્વ સ્થાવર,જંગમ,અને સર્વ પ્રાણી (જીવ) ઉત્પન્ન થાય છે......(૨૭)
પ્રકૃતિ ની આ સર્વ પેદાશ નાશવંત હોય છે. તેમ છતાં-
સર્વ જીવો માં (પ્રાણીઓમાં) સમાન પણે –અવિનાશી પરમાત્મા (આત્મા રૂપે) વાસ કરી રહેલો છે-અને એમ દરેક જીવ માં જે પરમાત્મા ને જુએ છે-તે જ સાચું જુએ છે, અને તે જ ખરો જ્ઞાની છે, અને તે પોતાના આત્મા માં પણ પરમાત્મા ને જુએ છે-પરમાત્માને પામે છે- અને ઉત્તમ ગતિ (મોક્ષ) ને પ્રાપ્ત થાય છે.............................(૨૮-૨૯)
જે પ્રમાણે આકાશમાં વાદળાં દોડતાં હોય છે.પણ આકાશ તો સ્થિર જ હોય છે, તે પ્રમાણે-સર્વ કર્મો પ્રકૃતિ ના યોગ થી થાય છે, આત્મા (પરમાત્મા) તે કર્મો નો કર્તા નથી,એક પરમ પિતા પરમેશ્વર (પુરુષ) માંથી (પ્રકૃતિ ના સંયોગ થી) આ જગત નો વિસ્તાર થયો છે.એમ જયારે મનુષ્ય જાણે છે –ત્યારે જ તે બ્રહ્મ-સંપન્ન થાય છે (બ્રહ્મ ને પામે છે)....(૩૦-૩૧)
આ પરમાત્મા અનાદિ,નિર્ગુણ,નિરાકાર,નિર્વિકાર –હોવાથી અવિનાશી છે. અને એટલા માટે જ-તે આત્મા રૂપે શરીરમાં હોવાં છતાં કશું પણ કરતો નથી અને કશાથી પણ લિપ્ત થતો નથી.જેવી રીતે સર્વવ્યાપક “આકાશ” –તેની સૂક્ષ્મતા ને લીધે કશાથી લિપ્ત નથી થતું તેમ-સર્વ શરીરો માં રહેલો આત્મા-શરીર ના કર્મો થી લિપ્ત થતો નથી.......(૩૨-૩૩)
જેમ એક સૂર્ય –સર્વ જગતને પ્રકાશિત કરે છે-તેમ-એક ક્ષેત્રજ્ઞ (બ્રહ્મ-પુરુષ) સર્વ ક્ષેત્રો ને (શરીરો ને) પ્રકાશિત કરે છે. આ પ્રમાણે ક્ષેત્ર (શરીર) અને ક્ષેત્રજ્ઞ (પરમાત્મા) વચ્ચે ના ભેદ ને જે જાણે છે, તથા- સર્વ જીવો ની પ્રકૃતિ ના બંધન માં થી કેવી રીતે મુક્તિ થાય છે-તે પણ જે જાણે છે- તેઓ-બ્રહ્મને (પરમાત્માને) પ્રાપ્ત થાય છે........(૩૪-૩૫)
અધ્યાય-૧૩-ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-સમાપ્ત
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૧૧૫-
અધ્યાય-૧૪-
ગુણત્રય વિભાગ યોગ-૧
આગળના અધ્યાય-૧૩માં પુરુષ (પરમાત્મા-આત્મા) અને પ્રકૃતિ (માયા) નું વર્ણન કર્યું, અને કહ્યું-કે-બંને ના સંયોગ થી જગતનું નિર્માણ થાય છે.પ્રકૃતિના ગુણો ના આગ્રહ થી જ પુરુષ (પરમાત્મા-આત્મા)સંસાર માં નિમગ્ન થાય છે. માયા (પ્રકૃતિ) ની ઉપાધિ થી જ સુખ-દુઃખ ના નિર્માણ થાય છે.
અને તેનાથી-વિરુદ્ધ-ગુણાતીત (તેના સંગ વગરના) થવાથી મુક્ત થવાય છે.
શ્રીકૃષ્ણ જુએ છે-કે- પૂર્વે- અનેક જુદી જુદી રીતે “જ્ઞાન” ને સ્પષ્ટ કરીને -અર્જુન ને કહેવા છતાં.અર્જુન ના અજ્ઞાન નો હજુ સંપૂર્ણને નાશ થયો નથી,એટલે-
અહીં આ અધ્યાય-૧૪ માં - તે “જ્ઞાન” ને પુનઃ (ફરીથી) કહે છે.
શ્રીકૃષ્ણ કહે છે-કે-જે જ્ઞાન ને જાણી ને સર્વ મુનિઓ જન્મથી જ મોક્ષ-સિદ્ધિને પામ્યા છે-તે ઉત્તમ અને શ્રેષ્ઠ “જ્ઞાન” હું તને પુનઃ (ફરીથી) કહું છું.......(૧)
આ જ્ઞાન નો આશ્રય કરીને,જે લોકો મારામાં (પરમાત્મા માં) આવી મળી ગયા છે, તે પછી,ઉત્પત્તિ કાળ માં જન્મતા નથી કે પ્રલયકાળ માં નષ્ટ પામતા નથી.....(૨)
વેદાંતીઓ જેને “માયા” કહે છે-તેને સાંખ્યમતવાદીઓ “પ્રકૃતિ” કહે છે.
અને આ પ્રકૃતિ ને “મહદબ્રહ્મ” પણ કહે છે. કારણ કે તે-મહત્તત્વ નું લય-સ્થાન છે.(વિશ્રામ સ્થાન છે)તે સર્વ જગત કરતાં મોટી છે અને જેના સંસર્ગથી (યોગથી) “વિકાર”અને “ગુણ” વૃદ્ધિ પામે છે.
આ મહદબ્રહ્મ-કે-પ્રકૃતિ-કે-માયા-એ પરમાત્મા ના ગર્ભ મુકવાનું સ્થાન છે,અને તેમાંથી –સર્વ જીવો (પ્રાણીઓ) ની ઉત્પત્તિ થાય છે....(૩)
બીજી (સાદી) રીતે કહીએ-તો-
માયા (પ્રકૃતિ) ના અનુરોધ થી ચૈતન્ય (પુરુષ- (પરમાત્મા) –પોતાના આત્મસ્વ-રૂપ ને ભૂલી જઈને-અનેક રૂપો ધારણ કરે છે.
જે રીતે મૂર્છા પામેલો મનુષ્ય-જયારે મૂર્છા માંથી જાગે ત્યારે કહે”હું સ્વર્ગ જોઈ આવ્યો”તેવી રીતે-એક વાર દૃષ્ટિ –આત્મસ્વ-રૂપ માં થી ચળી –(મૂર્છા આવી)એટલે પછી જે જે કલ્પનાઓ થાય છે-તે સર્વ ને “સૃષ્ટિ” કહેવામાં આવે છે.સૃષ્ટિ ની રચવા પાછળ ની સત્તા તો પરમાત્મા માત્ર પાસે જ છે.માયાથી થતી આત્મસ્વ-રૂપ ની વિસ્મૃતિ –તે અજ્ઞાન નું (માયાનું) સ્વરૂપ છે.અને જયારે આત્મજ્ઞાન ની પ્રાપ્તિ થાય છે-ત્યારે પરમાત્મા સાથેની તદ્રુપતા જ થઇ જાય છે..(ઘડા નો (માયાનો-ઉપાધિ નો) નાશ થતાં –ઘટાકાશ-એ મહાકાશ માં મળી જાય છે)
જ્ઞાનેશ્વર સૃષ્ટિ ની ઉત્પત્તિ (સર્ગ) ફરીથી ટૂંક માં-સમજાવતા કહે છે-કે-
--પરમાત્મા ના આત્મસ્વ-રૂપ ના સંસર્ગ માં આવતી પ્રકૃતિ (માયા) ને પરમાત્મ ની સત્તા (આત્મ સત્તા) થીગર્ભ રહે છે.
--ત્યાર પછી તે જીવભૂતા પ્રકૃતિ ના ઉદરમાં અષ્ટપ્રકૃતિ રૂપી (વિકૃતિ રૂપી) ગર્ભ ની વૃદ્ધિ થાય છે (અષ્ટ પ્રકૃતિ=પૃથ્વી,જળ,તેજ,વાયુ,આકાશ,મન,બુદ્ધિ અને અહંકાર)
--પ્રથમ બુદ્ધિ-તત્વ અને પછી,મન અને અહંકાર ની ઉત્પત્તિ થાય છે.
--જેમના યોગ થી પંચમહાભૂતો,ઇન્દ્રિયો અને તેના વિષયો ની ઉત્પત્તિ થાય છે.
--વિષયો અને ઇન્દ્રિયો નો ક્ષોભ થાય છે,એટલે તેની પાછળ –સત્વ,રજ,તમસ –ગુણો હોય છે-જ.
--અને આ ગુણો ના યોગ થી-જેવી વાસના ઉપજી હોય –તે પ્રમાણે જીવ જુદા જુદા જન્મ ધારણ કરે છે.
આ રીતે સર્વ જગતના પિતા -પરમાત્મા (પુરુષ-બ્રહ્મ) છે, અને માતા -પ્રકૃતિ (માયા) છે.સત્વ,રજસ અને તમસ ગુણો-એ પ્રકૃતિ માંથી ઉત્પન્ન થયેલા છે-અને-તેઓ આ દેહમાં રહેલા –અવિનાશી જીવાત્મા (આત્મા) ને બાંધી નાખે છે. (બંધન માં નાખે છે.) ....(૪-૫)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌿🌿
શ્રીમદ ભગવદગીતા-૧૧૬-
અધ્યાય-૧૪-
ગુણત્રય વિભાગ યોગ-૨
ગુણો નાં –સત્વ,રજસ અને તમસ એવાં નામો છે-અને તે પ્રકૃતિ માંથી (માયામાંથી) ઉત્પન્ન થયેલા છે.(સત્વ=ઉત્તમ, રજસ=મધ્યમ અને તમસ=કનિષ્ઠ કહેવાય છે.)
આ ગુણો જીવાત્મા ને કેવી રીતે અને કેવું બંધન કરે છે-તે હવે પછી ના ત્રણ શ્લોક માં કહ્યું છે.
જયારે આત્મા શરીર માં (ક્ષેત્રમાં) પ્રવેશ કરે છે,અને તે પછી જો જીવ ને -શરીર ની મમતા કે“આ દેહ મારો છે” કે “હું” એવું અભિમાન (અહમ) આવતું નથી ત્યાં સુધી કોઈ બંધન નથી.પણ સત્વ-ગુણ ના સપાટા માં આવી ગયા પછી-મનુષ્ય “હું જ્ઞાની છું” એવી બૂમો મારે છે,અને
“મારા જેવો કોઈ બીજો જ્ઞાની નથી” તેવો દંભ આચરે છે. અને આ કારણથી –આત્મજ્ઞાન થી પ્રાપ્ત થતાસુખથી વંછિત થઇ જાય છે.પ્રવૃત્તિ માં તેને બાહ્યજ્ઞાનથી સુખ મળે છે-જે ટૂંક સમય માટે જ હોય છે.આવી રીતે-સત્વગુણ-જીવાત્મા ને સુખ તથા જ્ઞાન નું બંધન લગાડીને પોતાના કાબુ માં કરે છે..(૬)
રજોગુણ ના સપાટામાં જયારે મનુષ્ય આવે છે-ત્યારે તેને કામનાઓ-નો નાદ લાગે છે,મન ની “ઇચ્છાઓ” પવન ની જેમ અહીં તહીં ફરવા લાગે છે.દુઃખદાયક વિષયો પણ તેને સુખદાયક લાગે છે.અને ઇન્દ્ર ના જેટલી સુખની પ્રાપ્તિ થાય તો પણ તેનેતૃપ્તિ થતી નથી. હંમેશાં વિચારે છે-કે-મારી પાસેનું દ્રવ્ય આજે પૂરું થઇ જશે તો –આવતી કાલે મારી શું દશા થશે ?- અને એવા ભયથી જે –તૃષ્ણા ના બળથી નવા નવા ધંધાઓ –ઉદ્યોગો કરે છે.
થોડા પૈસા આવી ને કદાચ સુખી થાય તો પછી,સ્વર્ગ ની પ્રાપ્તિ ના ધાંધીયા માં લાગી જાય છે.પુણ્ય કમાવા –યજ્ઞો,વ્રતો દાનો વગેરે કરે છે.આવી રીતે તે મનુષ્ય (રજોગુણી મનુષ્ય) સંસાર અને સ્વર્ગ પ્રાપ્તિ માટે,અગ્નિ માં ભૂસકો મારવા માટે પણ આગળ પાછળ જોતો નથી, અને તૃષ્ણા ના સપાટા માં સપડાતાં –વ્યવહાર રૂપી-સાંકળ ને પોતાના ગળામાં બાંધી લે છે. એટલે કે રજોગુણ આમ –જીવાત્મા ને –વ્યવહાર રૂપી બંધન લગાડે છે .......(૭)
તમોગુણ ના સપાટા માં જયારે મનુષ્ય આવે છે-ત્યારે તેની વ્યવહાર વિષયક દૃષ્ટિ પણ મંદ થાય છે.નિંદ્રા,આળસ અને પ્રમાદ –આ ત્રણ પાસો વડે-તમોગુણ –જીવાત્મા ને બાંધે છે...............(૮)
જેવી રીતે ઉનાળો અને ચોમાસું વીતી ગયા પછી,ટાઢ પાડવા માંડતા-આકાશ માં શીતળતા પ્રસરી રહે છે-
તેવી રીતે-
--રજોગુણ અને તમોગુણ –કરતાં-સત્વગુણ અધિક વધે છે-ત્યારે “હું સુખી છું” એમ તે જીવાત્મા ના મુખેથી બોલાવે છે.
--સત્વગુણ અને રજોગુણ-કરતાં –તમોગુણ અધિક વધે છે-ત્યારે જીવાત્મામાં આળસ-પ્રમાદ- વધે છે.
--સત્વગુણ અને તમોગુણ –કરતાં-રજોગુણ અધિક વધે છે-ત્યારે જીવાત્માને કર્મ સિવાય બીજું કંઈસારું દેખાતું નથી.........................(૯-૧૦)
હવે પછી ના પાંચ શ્લોક માં (૧૧ થી ૧૫)
સત્વગુણ,રજોગુણ, અને તમોગુણ ની જયારે દેહમાં વૃદ્ધિ થાય છે-ત્યારે તે મનુષ્ય નાં લક્ષણો કેવાં હોય છે ?તેના વિષે વર્ણન કર્યું છે.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૧૧૭-
અધ્યાય-૧૪-
ગુણત્રય વિભાગ યોગ-૩
જે પ્રમાણે-વસંત ઋતુ માં ફૂલોની સુગંધી ચારે તરફ પ્રસરે છે-તે પ્રમાણે-જયારે સત્વગુણ આ દેહ માં વૃદ્ધિ પામે છે-ત્યારે-
--તે જીવાત્મા નું જ્ઞાન અંતર માંથી છલાછલ થઈને બહાર નીકળવા માંડે છે.
--તેની સર્વ ઇન્દ્રિયોમાં વિવેક પ્રસરી રહેલો હોય છે. સત્કર્મ કયાં? અને દુષ્કર્મ કયાં? તે ઇન્દ્રિયો જ જાણી જાય છે.એને વિચાર કરવાની પણ આવશ્યકતા રહેતી નથી.જેમકે-બોલવા જેવું ન હોય તેવું ભાષણ જીભ બોલતી નથી,કાન ને જે ના સાંભળવા જેવું હોય તે સાંભળતા જ નથી અને આંખ ને જે ના જોવા જેવું હોય તે જોતી જ નથી.
--જે પ્રમાણે –અંધકાર દીવા પાસે આવી શકતો નથી-તે પ્રમાણે-નિષિદ્ધ વ્યવહારો –તે જીવાત્મા ની ઇન્દ્રિયો ની નજીક આવતા જ નથી.
--સર્વ વાસનાનો લોપ (નાશ) થતાં,તેનું મન પ્રવૃત્તિ માર્ગ પર જતું નથી,તેના મન ને વિષયો નો કંટાળો આવે છે. તેની બધી વૃત્તિઓ જ્ઞાન માં જ વિકાસ પામે છે.
--મૃત્યુ બાદ આવા મનુષ્યો ને બ્રહ્મ-લોક (બ્રહ્મદેવ ના લોક) ની પ્રાપ્તિ થાય છે.જયારે રજોગુણ આ દેહમાં વૃદ્ધિ પામે છે-ત્યારે-
--તેની સર્વ ઇન્દ્રિયો સ્વછંદતાપૂર્વક વિષયો તરફ દોડતી હોય છે.જેમ બકરી તેને ફાવે ત્યાં ચરે છે-તેમ તે પોતાની ઈચ્છા પ્રમાણે ભોગ ભોગવે છે.
--તેનો લોભ એટલો વધે છે-કે-જે વસ્તુ તેના સપાટામાં ન આવી હોય તે જ માત્ર તેનાથી બચી જાય છે.
--ગમે તેવો ઉદ્યોગ તેની સામે આવે-તો તે કરવામાં તે પાછી પાની કરતો નથી.
--કોઈ એકાદ ભવ્ય મંદિર બંધાવવું,યજ્ઞ કરવો,તળાવ-કુવા બાંધવા,બાગો બનાવવા- વગેરે અગાધ કૃત્યો ને તે પોતાના હાથ માં લે છે.
--તેના મન કરતાં તેની ઈચ્છા ની દોડ આગળ હોય છે. અને તેની પ્રવૃત્તિ ને માટે સકળ વિશ્વ પૂરુ પડતું નથી.
--મૃત્યુ બાદ આવા લોકો કર્મો માં આસક્ત જનો માં જન્મે છે.જયારે તમોગુણ આ દેહમાં વૃદ્ધિ પામે છે-ત્યારે-
--તેને વિવેક હોતો નથી, તેને કામ કરવું ગમતું નથી,અને ઉદ્યોગ નો સદા માટે કંટાળો હોય છે.
--તેનામાં આળસ,પ્રમાદ અને મોહ-મુખ્ય હોય છે.
--મૃત્યુ બાદ આવા લોકો પશુ-ઈત્યાદી મૂઢ યોનિ માં જન્મે છે..................(૧૧ થી ૧૫)
એમ કહેવાય છે-કે-
--સત્વગુણ નું ફળ-સાત્વિક અને નિર્મળ હોય છે.સત્વગુણ થી જ્ઞાન ઉત્પન્ન થાય છે.અને દેવયોનિ મળે છે.
--રજોગુણ નું ફળ દુઃખ છે.રજોગુણ માંથી લોભ ઉત્પન્ન થાય છે.અને તેને મનુષ્યયોનિ મળે છે.
--તમોગુણ નું ફળ અજ્ઞાન છે.તમોગુણ થી અજ્ઞાન પેદા થાય છે.અને તેને પશુયોનિ મળે છે.(૧૬-૧૭-૧૮)
પણ.............
જીવાત્મા ને જયારે “જ્ઞાન”નો બોધ થાય છે (જયારે જ્ઞાન નો ઉદય થાય છે)-ત્યારે-તે જાણી જાય છે-કે-
“ગુણો (સત્વ,રજસ,તમસ) થી ચૈતન્ય (આત્મા-પરમાત્મા) ભિન્ન (જુદા) છે.અને તે “ગુણાતીત” બને છે.
જે પ્રમાણે નટ (નાટક નો કલાકાર) જયારે સ્ત્રીનો પાઠ ભજવે-ત્યારે તે સ્ત્રી ના “ગુણો” માં ફસાતો નથી,એટલે કે તે પોતાના પુરુષત્વ ને ભૂલતો નથી, અથવા-તો-જે પ્રમાણે “આકાશ” માં ત્રણ ઋતુઓ (શિયાળો,ઉનાળો,ચોમાસું) આવે અને જાય પણ તેનાથી તે અલિપ્ત છે-
તે પ્રમાણે-
તે જીવાત્મા –પોતાના “સ્વ-રૂપ” માં જ “સત્ય-બુદ્ધિ” ને રાખીને-તે ગુણો (સત્વ,રજસ,તમસ) ને જુએ છે.
ગુણો માં (સત્વ,રજસ,તમસ) વર્તતો હોવાં છતાં- તે “ગુણાતીત” રહીને “આત્મસ્વ-રૂપ” માં રત હોય છે.પણ તેનો “સ્વ-રૂપ વિષયક અહંકાર” કાયમ જ હોય છે,અને તે –સ્થળેથી (સ્વરૂપવિષયક અહંકારથી) નિરીક્ષણ કરીને તે કહે છે-કે- “હું કર્મ નો કર્તા નથી,હું માત્ર સાક્ષીભૂત છું, સર્વ ક્રિયાઓને -ગુણ (સત્વ,રજસ,તમસ) ઉત્પન્ન કરે છે.”આત્મા (પરમાત્મા) ની –તો માત્ર “સત્તા” છે-કે જે “સત્તા” થી સર્વ “કર્મો” થાય છે, “ગુણો” વૃદ્ધિ પામે છે.અને આ “ગુણો” નો નાશ થયા પછી જે-બાકી રહે છે-તે “આત્મ-તત્વ” જ છે.
બીજી રીતે કહીએ –તો- આત્મ-તત્વ ના પ્રકાશ થી જ “ગુણો” દૃષ્ટિગોચર (દેખાય) છે.અને આ “જ્ઞાન” જે જીવાત્મા ના હૃદય માં ઉદય પામે છે-તે “ગુણાતીત”(ગુણો થી પર) છે......(૧૯)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[9:37PM, 14/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૧૨૦-
અધ્યાય-૧૫-
પુરુષોત્તમ યોગ-૨
આ વૃક્ષ ને -અહીં સંસારરૂપી-અશ્વત્થ-નામ આપેલું છે. સંસ્કૃત શબ્દ- અશ્વત્થ-નો અર્થ થાય છે-“જે એક ક્ષણ માત્ર પણ એક સમાન નથી” જે પ્રમાણે વ્યાકુળ મનુષ્ય નું મન સ્થિર રહેતું નથી હોતું અને ક્ષણે ક્ષણે નવા વિચારો કરે છે- તેવી જ આ સંસારરૂપી વૃક્ષ ની સ્થિતિ છે. પ્રત્યેક ક્ષણે –તે સંસાર-રૂપી વૃક્ષ નો નાશ થતો હોવાથી,તેને- અશ્વત્થ- કહેવામાં આવે છે.બાકી વ્યવહારમાં –પીપળા-ને અશ્વત્થ-કહે છે,પણ અહીં તેવો અભિપ્રાય નથી.
વળી આ સંસાર રૂપી વૃક્ષ ની ઉત્પત્તિ અને લય –અતિ ઝડપથી થાય છે-એટલે તે નાશ પામતું કે-
ફરીથી પેદા થતું –નરી આંખે જોઈ શકાતું નથી,એટલે તેને “અવ્યય” (અવિનાશી) પણ કહે છે. જેવી રીતે રથનું ચક્ર (પૈડું) અતિ વેગ થી ફરતું હોય તો તેની ગતિ –ના- દેખાવાથી – તે ચક્ર સ્થિર હોય તેવું લાગે છે-તેવી રીતે-
આ સંસારરૂપી વૃક્ષ નિત્ય નાશ પામે છે-અને ઉત્પન્ન થાય છે-તે જે જાણે છે- તે જ સર્વજ્ઞ અને જ્ઞાતા (વેદવેતા-જ્ઞાની) છે. ....(૧)
ઉપર બતાવ્યું તેમ આ વૃક્ષ નું મૂળ સહુથી ઉપર “બ્રહ્મ” છે.
તે મૂળ માંથી નીચેની બાજુએ-“બ્રહ્મદેવ”-વગેરે-ની મૂળભૂત શાખા (થડ) થઇ ને તેની મનુષ્યો-જીવો ની પ્રશાખાઓ (ઉપશાખાઓ) થઇ ને જે ડાળીઓ નીચે આવે છે,તેને પણ મૂળિયાં ફૂટી,નીચેની બાજુ એ વેલ વધી પાંદડાં આવે છે.
એટલે એમ પણ કહી શકાય કે-આ વૃક્ષ ની શાખાઓ ગુણો (સત્વ,રજસ,તમસ) થી વધેલી, અને- વિષયો (શબ્દ,શ્વાસ-વગેરે) ના પાંદડાથી યુક્ત હોવાથી, તે ઉપર થી નીચે સુધી પ્રસરેલી છે.
અને નીચેની બાજુ એ મનુષ્યલોક માં ડાળીઓને “કર્મો” રૂપી મૂળો –ફૂટે છે, અને તે મૂળો એકબીજામાં
ગૂંથાઈ જાય છે, અને આ કર્મોમાંથી,પછી નવી નવી ડાળીઓ નું નિર્માણ થાય છે....(૨)
હવે કોઈ ના મનમાં એવી શંકા આવે કે-આ આટલા મોટા પ્રચંડ –સંસારવૃક્ષ ને ઉખેડી શકે તેવું શું (કોઈ સાધન) હોઈ શકે ?
પણ-જે સાચું નથી-(જે સંસાર સાચો નથી) તેને ઉખેડી નાખવામાં વળી કયા સાધન ની જરૂર ? જે વૃક્ષ નું વર્ણન કર્યું છે-તે તો વાંઝિયા ના ઘરમાં છોકરાં-છૈયાં છે-એમ કહેવા સમાન જ છે.
જે જ્ઞાની છે-તેને આ સંસારરૂપી વૃક્ષની વાર્તા સ્પષ્ટ સમજાય છે- કે આ સર્વ માયા છે,આ સર્વ મિથ્યા છે, આ સર્વ અજ્ઞાન છે. વ્યવહાર માં અજ્ઞાન હોય ત્યાં સુધી જ –આ વૃક્ષ નો અંત નથી –એમ કહેવાય છે. જ્યાં સુધી બ્રહ્મજ્ઞાન –પ્રાપ્ત થયું નથી-ત્યાં સુધી-આ સંસારરૂપી અશ્વત્થ-વૃક્ષ નો અંત નથી. એટલે જ શ્રીકૃષ્ણ કહે છે-કે-દૃઢ વૈરાગ્ય થી ઉપજેલ આત્મજ્ઞાન ની તલવાર થી (શસ્ત્રથી) આ બળવાન સંસારરૂપી વૃક્ષ – અશ્વત્થ ને તુ ઉપરનાં મૂળ સહિત કાપી નાખ.(તેનો નાશ કર)......(૩) આત્મજ્ઞાન ની તલવાર સરળતાથી વાપરી શકાય,તે માટે બુદ્ધિ માં વૈરાગ્ય નું પ્રબળ બળ હોવું જોઈએ. ઓકેલા અન્ન –પર જેટલી પ્રબળ ત્યાગવૃત્તિ થાય છે-
તેવી ત્યાગ-બુદ્ધિ જગતના સર્વ “ભોગો” પર થવી જોઈએ. પદાર્થ માત્ર –પ્રત્યે-તીવ્ર “અનાદર” ઉત્પન્ન થાય –તેવો દૃઢ વૈરાગ્ય જોઈએ.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[9:37PM, 14/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૧૨૧-
અધ્યાય-૧૫-
પુરુષોત્તમ યોગ-૩
ત્યાર પછી-જે પદ (બ્રહ્મ) ને પ્રાપ્ત થાય પછી, તે મહાત્માઓ ફરીથી પાછા આવતા નથી, તે પદ (બ્રહ્મ) ને શોધી કાઢવું. (કેવી રીતે શોધવું?તો કહે છે-કે) જે-બ્રહ્મ માંથી અનાદિ પ્રવૃત્તિ ચાલી આવી છે-તે જ આદ્ય પુરુષ (પરમાત્માને)-“ હું શરણે છું” – એવી ભાવના મન માં રાખી-તે (બ્રહ્મ) પદની (ચરમ સ્થાન ની) શોધ કરવી .......(૪)
નિરાકાર,નિર્ગુણ બ્રહ્મ –ઉપાધિ (માયા) ને લીધે પ્રવૃત્તિ કરતુ ભાસે છે.અને માયાને લઈને- જ -તેને આકારવાળો (અસ્તિત્વવાળો) બનાવીને પુરાણો લાંબી લાંબી જીભો કાઢી ને – તેના નામ-રૂપ નો ખોટો ખોટો (મિથ્યા) પ્રલાપ (બૂમો) મચાવી મૂકે છે. એટલે કે જુદા જુદા દેવો ના નામ બનાવે છે-કે જેને લોકો ભગવાન (બ્રહ્મ) માનવા માંડે છે.
પણ સ્વર્ગ અને સંસાર –એ બંને થી કંટાળેલા –મુમુક્ષુ જનો (મોક્ષ ને ઇચ્છનાર) જુદા જુદા યોગ નો – આશ્રય લઇ અને સત્ય ને (બ્રહ્મ ને) પામે છે-કે જ્યાંથી પછી પાછા આવવાનું નથી.(પુનર્જન્મ નથી) પોતાનું “હું પણું” (અહમ) ને છોડીને –તે પરમાત્મા ને (બ્રહ્મને) શરણે જવાથી,(ભક્તિયોગ)-અને- એથી ઉલટું-શરણે જવાથી અહમ છૂટે છે-અને એ અહમ નો-પડદો (અજ્ઞાનનો –માયાનો પડદો)તૂટી જવાથી-“એ બ્રહ્મ” નું સ્થાન દેખાય છે.અને જીવ –બ્રહ્મનું ઐક્ય થાય છે.
--જેમનામાં માન (અભિમાન) અને મોહ નો નાશ થયો છે,
--જેમણે વિષયો (સ્વાદ-વગેરે) સાથે ની આસક્તિ –ના દોષો (સંગદોષ) ને જીતી લીધેલા છે,
--જેઓ આત્મચિંતન માં સદા મગ્ન છે,
--જેમની વાસનાઓ (કામ-વગેરે) નો ક્ષય (નાશ) થયો છે,અને
--જેઓ દ્વંદો (સુખ-દુઃખ,હર્ષ-શોક –વગેરે) થી મુક્ત થયા છે-
તેવા જ્ઞાતાઓ (જ્ઞાનીઓ) જ તે શાશ્વત પદ ને (બ્રહ્મ-પદ ને) પ્રાપ્ત કરે છે.........(૫)
જેમ મીઠાની બનાવેલી પૂતળી સમુદ્ર ની ઊંડાઈ માપવા જાય તો તે પછી આવતી જ નથી-
એટલે કે તે સમુદ્ર માં જ ઓગળી જાય છે,
તેમ- જે- શાશ્વત –બ્રહ્મ પદ ને પામ્યા પછી તે જીવ ને પુનર્જન્મ નથી (મુક્તિ છે) –તે-
પરમાત્મા નું પરમ ધામ (ઉત્તમ પદ) છે –કે જે –પરમ ધામ ને –પ્રકાશિત કરવાને –
સૂર્ય,ચંદ્ર કે અગ્નિ –કોઈ પણ સમર્થ નથી.(બ્રહ્મ- પોતે જ તો સૂર્ય ને પ્રકાશ દેનાર છે).....(૬)
જેમ પવન ને લીધે-તળાવ માં તરંગો ઉત્પન્ન થાય છે-તે તળાવનો જ નાનો અંશ હોય તેમ ભાસે છે-
તેમ જીવલોક (મનુષ્યલોક કે મૃત્યુલોક) માં પરમાત્મા નો અંશ જીવ-(આત્મા)-છે-
અને આ પરમ વિશુદ્ધ જીવ (આત્મા) –પ્રકૃતિ ની સાથે ઐક્ય પામી –પ્રકૃતિ ની ઉપાધિ (માયા) થી-જ-
તે પ્રકૃતિ ના (માયાના) ધર્મો ના અધિકાર ને સ્વીકારે છે.
પછી પાંચ જ્ઞાનેન્દ્રિયો (સ્વાદ-વગેરે) અને છઠ્ઠા “મન” ને –“એ” મારાં છે-એમ કહી ને તે
કર્મ માં પ્રવૃત્ત થાય છે.......(૭)
જેવી રીતે હિમાલય માં વસેલો સંન્યાસી –સ્વપ્ના માં પોતે જ પોતાનું ઘર (સ્ત્રી-પુત્રો વગેરે) માંડે અને
પછી તે ઘર ચલાવવા –આમતેમ દોડે.(નોકરીઓ-ધંધાઓ કરે)- તેવી રીતે-
પોતાની (પોતાના આત્મતત્વ ની) વિસ્મૃતિ થવાથી-તે આત્મા પોતાનું સ્વ-રૂપ પ્રકૃતિમય માની ને -
તે પ્રકૃતિ (માયા) ના અનુરોધ થી (બતાવ્યા મુજબથી) તેનાં જ (પ્રકૃતિ નાં જ) કાર્યો કરે છે.
કઠોપનિષદ માં તૃતીયવલ્લી –મંત્ર-૩-૪ માં કહ્યું છે-કે-
--આત્મા ને –શરીરરૂપી –રથ (કાર)-નો –માલિક –સમજવો,
--બુદ્ધિ –ને-સારથી (ડ્રાઈવર) જાણવી અને મન-ને –લગામ(સ્ટીયરીંગ વ્હીલ) જાણવી,
--ઇન્દ્રિયો-ને-ઘોડાઓ કહે છે. અને વિષયો ને –ઇન્દ્રિયો ને ભ્રમણ કરવા નો માર્ગ કહે છે.
--ઇન્દ્રિય અને મન થી યુક્ત –આત્મા – ને ભોક્તા કહે છે.
વાયુ જેમ પુષ્પમાંથી સુગંધ લઇ જાય છે-તેવી જ રીતે-શરીર નો સ્વામી-આત્મા-પણ એક શરીર નો જયારે ત્યાગ કરે છે-ત્યારે તે શરીર માંથી માત્ર-મન –ઇન્દ્રિયો ને લઇ જઈ બીજું શરીર ધારણ કરે છે. (૮)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[9:55PM, 14/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌿
શ્રીમદ ભગવદગીતા-૧૧૮-
અધ્યાય-૧૪-
ગુણત્રય વિભાગ યોગ-૪
“જ્ઞાન” ના યોગ થી જે “ગુણાતીત” (ગુણો થી પર) બન્યો છે,તે- “નિર્ગુણ-નિરાકાર” બ્રહ્મ ને –કોઈ પણ જાતના પ્રમાદ કે મુશ્કેલી વગર –આસાનીથી જાણી શકે છે.
જે પ્રમાણે નદી,સમુદ્રમાં મળી ગયા પછી, સમુદ્રપણા ને પ્રાપ્ત થાય છે.(નદી સમુદ્ર બની જાય છે)-તે પ્રમાણે-જે ગુણાતીત થયેલો છે-તે ગુણો ના (સત્વ,રજસ,તમસ) પાશ માં ના સપડાતાં-“અહં બ્રહ્માસ્મિ” (હું બ્રહ્મ છું) –એમ જાણે છે. (આત્મા અને પરમાત્મા નું ઐક્ય થઇ જાય છે)
આવો જીવાત્મા,શરીરમાં થી ઉત્પન્ન થયેલા –ત્રણે ગુણો (સત્વ,રજસ તમસ) ને ઓળંગી ને-જન્મ,મૃત્યુ,જરા,વ્યાધિ ના દુઃખોથી મુક્ત થઇ અને મોક્ષ ને પ્રાપ્ત થાય છે.......(૨૦)
અર્જુન હવે પ્રશ્ન પૂછે છે-કે-
હે કૃષ્ણ,આ ત્રણે ગુણો ને ત્યાગી ને આગળ વધેલા જીવ ને કેવી રીતે ઓળખવો ? તેનો આચાર કેવો હોય છે ?તે કેવી રીતે આ ત્રણ ગુણો ને ઓળંગી જાય છે?ગુણાતીત (ગુણો થી પર) શબ્દ નો અર્થ સમજાવ્યા પછી-તેનાં આચરણ કયાં છે?એ પ્રશ્ન –ખરેખરસંભવતો જ નથી.કારણકે-જેને ગુણાતીત કહેવામાં આવે છે-તે કદી ગુણાધીન (ગુણો ને આધીન)હોતો જ નથી. તે ગુણો માં વ્યવહાર કરતો દેખાતો હોવા છતાં-પણ તે ગુણો ને વશ હોતો નથી.તેમ છતાં -ગુણો ની સાથે તેનો વ્યવહાર દેખાય છે- તો -તે ગુણો ને આધીન છે કે નહિ ?
તે કેવી રીતે જાણી શકાય ?
--તે જીવાત્મા માં રજોગુણ ની પ્રબળતા વધે અને કર્મો કરી પ્રવૃત્તિ માર્ગ માં લીન થાય, અને જો-તે પ્રવૃત્તિ માં જો સફળતા મળે તો પણ “કર્મો કરનાર હું જ છું” એવુંઅભિમાન –તેને ના થાય, અને-
--જો કર્મો નો નાશ (પ્રવૃત્તિનો નાશ) થાય-તો પણ જો-તેની બુદ્ધિ ને ખેદ (શોક) ના થાય-
અથવા-
--તે જીવાત્મા માં સત્વગુણ ની પ્રબળતા વધે-અને સર્વ ઇન્દ્રિયોમાં જ્ઞાન પ્રકાશિત થાય-ત્યારે-જોતે “મારા જેવો કોઈ બીજો વિદ્વાન નથી” તેવો સંતોષ કે અભિમાન ના રાખે-
અથવા-
--તે જીવાત્મામાં તમોગુણ ની વૃદ્ધિ થાય-ત્યારે જો –તે મોહ કે ભ્રમ માં ડૂબતો નથી અને અજ્ઞાન નાસંસર્ગ થી જે મન માં ખેદ કરતો નથી.
આ રીતે આવો જ્ઞાની-જીવાત્મા –શરીરમાંથી ઉત્પન્ન થતા ગુણો (સત્વ,રજસ,તમસ) ના પ્રત્યે લક્ષઆપતો નથી. અને ઉદાસીન ની પેઠે (જેમ) રહી, ગુણો થી વિકાર પામતો નથી, અને “ગુણો જ કર્તા છે-કર્મ કરે છે”એમ માની ને પોતે સ્થિર રહે છે અને “પોતે કાંઇ જ કરતો નથી” –એવું માને છે.....(૨૨-૨૩)
આવાં ગુણાતીત મનુષ્ય નાં લક્ષણો છે, હવે તેમનાં આચરણો કેવાં હોય છે –તેનું વર્ણન છે.
આવો ગુણાતીત મનુષ્ય-
--આત્મસ્વ-રૂપમાં સ્થિર રહે છે.
--સુખ-દુઃખ ને સમાન માને છે.
--માટી,પથ્થર અને સોના ને સમાન માને છે.
--પ્રિય અને અપ્રિય ને સમાન માને છે.
--ધૈર્યવાન છે અને નિંદા અને સ્તુતિ ને સમાન માને છે.
--માન અને અપમાન ને સમાન માને છે.
--મિત્ર અને શત્રુ ને સમાન માને છે.
--સર્વ કર્મો નો પરિત્યાગ કર્યો છે.
--એકનિષ્ઠ ભક્તિ થી પરમાત્મા ની સેવા કરે છે.
--ત્રણે ગુણો ને જીતી ને બ્રહ્મ સ્વરૂપ થવાને યોગ્ય થાય છે.
કારણકે-અવિનાશી અને નિર્વિકાર બ્રહ્મ-એ અખંડ સુખ નું સ્થાન છે.......(૨૪-૨૫-૨૬-૨૭)
અધ્યાય-૧૪-ગુણત્રય વિભાગ યોગ-સમાપ્ત
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[9:55PM, 14/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદ ગીતા-૧૧૯-
અધ્યાય-૧૫-
પુરુષોત્તમ યોગ-૧
આગળ ના અધ્યાય -૧૪ ના અંતિમ ભાગમાં આવ્યા મુજબ એવો નિર્ણય થયો કે-જેને બ્રહ્મજ્ઞાન (નિરાકાર બ્રહ્મ=પરમાત્માનું જ્ઞાન) ની પ્રાપ્તિ થઇ હોય છે-તે જ મોક્ષ ને પામે છે.(મુક્ત થાય છે)પણ જે-યજ્ઞો કરે,સત્કર્મો કરે,સેવા પૂજા કરે,પુણ્યકર્મો કરે- –તેને “બ્રહ્મદેવ નો લોક” (બ્રહ્મા=બ્રહ્મદેવ- નો લોક)એટલેકે-બ્રહ્મલોક –સ્વર્ગ-મળે છે. જ્યાં સુખો ભોગવી ને પુણ્ય કર્મ પૂરું થતા ફરીથી જન્મ છે.
આ રીતે જ્ઞાન (બ્રહ્મ-જ્ઞાન-સત્ય નું જ્ઞાન-પરમાત્મા નું જ્ઞાન) એ મોક્ષ આપે છે-એમાં શંકા નથી,પુસ્તકો વાંચી ને આવું જ્ઞાન તો સર્વે ને છે-પણ બધા મુક્ત થઇ શકતા નથી, મુક્ત થતા નથી-કારણકે –આ જ્ઞાન ના માટે અંતઃકરણ –એવું શુદ્ધ હોવું જોઈએ-કે –જેથી તે જ્ઞાન ને ગ્રહણ કરીપોતાના માં (પોતાના અંતઃકરણ માં) સ્થિર કરી શકે.
શ્રીકૃષ્ણે પોતાના વિવેચન થી એમ દર્શાવ્યું છે-કે-
વૈરાગ્ય વગર જ્ઞાન ટકતું નથી. (વૈરાગ્ય વગર અંતઃકરણ શુદ્ધ થતું નથી)હવે પ્રશ્ન એ થાય છે-કે-વૈરાગ્ય મન માં શી રીતે પ્રવેશે ?
તો એના માટે –એક સરસ દૃષ્ટાંત છે.
જમવા બેઠેલો કોઈ મનુષ્ય ને “ભોજન માં ઝેર નાખવામાં આવ્યું છે” એવી ખબર પડતાં જ-તે થાળી છોડી ને ઉભો થઇ જાય છે-તેને ભોજન પ્રત્યે વૈરાગ્ય ઉપજે છે-
તે જ પ્રમાણે-
આ સર્વ સંસાર કે જે ક્ષણે ક્ષણે બદલાય છે (એટલે કે જે સંસાર અનિત્ય છે)-એમ જાણી -સંસાર અસત્ય (મિથ્યા) છે-એવો દૃઢ નિશ્ચય જયારે કોઈ મનુષ્ય ને થાય-ત્યારે વૈરાગ્ય તે મનુષ્ય ની પાછળ પડે છે.(વૈરાગ્ય ને –તે પછી ધક્કા મારી ને પણ હટાવી શકાતો નથી)એટલે કે વૈરાગ્ય અંતઃકરણ માં પ્રવેશ કરે છે. અને –આમ અંતઃકરણ શુદ્ધ થવા થી જ્ઞાન તેમાં ટકે છે.સંસાર અસત્ય છે-સંસાર મિથ્યા છે-
આ ૧૫ મા અધ્યાય માં -શ્રીકૃષ્ણ આ વાત ને સમજાવવા વૃક્ષ નું રૂપક (દૃષ્ટાંત) આપે છે.ખૂબ જ કુશળતાથી “સંસાર-વૃક્ષ” નું વર્ણન કરી-સંસાર મિથ્યા છે-એ સમજાવે છે.(માત્ર-૨૦ શ્લોક ના –આ અધ્યાય ને કડકડાટ બોલી જનાર અસંખ્ય મનુષ્યો જોવા મળે છે-પણ-
આ અધ્યાય નો ગૂઢ સંદેશ કેટલા સમજ્યા હશે તે તો ભગવાન જાણે !!!)
સામાન્ય રીતે સામાન્ય-વૃક્ષ નાં મૂળ જમીન માં હોય છે અને શાખાઓ (વિસ્તાર) ઉપર હોય છે,પણ આ વિલક્ષણ (ચમત્કારિક) વૃક્ષ ઉલટું છે. તેનાં મૂળ ઉપરની બાજુએ છે.(ઉર્ધ્વમુલ)અને વિસ્તાર (ડાળીઓ) નીચેની બાજુએ છે-તથા તે સમસ્ત આકાશ માં વ્યાપ્ત છે.(વિસ્તરેલું છે)
જેનું નામ આપ્યું છે—સંસાર-વૃક્ષ.
કલ્પના કરવાની છે-કે –સંસાર-વૃક્ષ ના મૂળ ઉપરની બાજુએ છે.પણ -આ વૃક્ષ ને કંઈ જમીન ઉપરથી ઉખેડી નાખવામાં આવ્યું નથી!!!કે નથી જમીન ઉપરથી ઉખેડી ને ઉલટું કરવામાં આવ્યું !!! પણ-આ કલ્પિત સંસાર-વૃક્ષ નાં મૂળ ઉપર તરફ -પરમાત્મા ને જોડાયેલાં છે.અને એટલે જ તે લીલુંછમ રહે છે, અને તે સુકાઈ જતું નથી.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿